Friday, September 20, 2024
More
    હોમપેજક્રાઈમ‘સાફસફાઈના બહાને રૂમમાં બોલાવીને અડપલાં કર્યાં’: ખેડાના કઠલાલની શાળામાં 9 વર્ષીય બાળકીની...

    ‘સાફસફાઈના બહાને રૂમમાં બોલાવીને અડપલાં કર્યાં’: ખેડાના કઠલાલની શાળામાં 9 વર્ષીય બાળકીની છેડતી થયાની ફરિયાદ, શિક્ષક અખ્તરઅલી સૈયદની ધરપકડ; સ્થાનિક હિંદુઓમાં આક્રોશ

    ઘટનાને લઈને હિંદુ સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ લોકોનાં ટોળાં પોલીસ મથકે ઊમટ્યાં હતાં અને આરોપી શિક્ષક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી તેમજ શિક્ષણ વિભાગ સમક્ષ તેને ફરજમાંથી બરતરફ કરવાની પણ માંગણી કરવામાં આવી રહી છે. 

    - Advertisement -

    ખેડાના કઠલાલ ખાતેથી એક 9 વર્ષની સગીર બાળકી સાથે શાળામાં છેડતીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આરોપી શાળાનો જ શિક્ષક છે, જેની ઓળખ અખ્તરઅલી મહેમૂદમિયાં સૈયદ તરીકે થઈ છે. તેણે સફાઈ કરવાના બહાને વિદ્યાર્થિનીને રૂમમાં બોલાવીને છેડતી અને અડપલાં કર્યાં હોવાનો આરોપ છે. ઘટનામાં BNS અને પોક્સો એક્ટની કલમો હેઠળ FIR દાખલ થયા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. બીજી તરફ, સ્થાનિક હિંદુઓમાં ઘટનાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ બુલડોઝર એક્શનની માંગ કરી રહ્યા છે.

    ઘટના 31 ઑગસ્ટના રોજ બની હોવાનું કહેવાય છે. કઠલાલની એક પ્રાથમિક શાળામાં ચોથા ધોરણમાં ભણતી 9 વર્ષીય બાળકી શનિવાર હોઈ વહેલી સવારે શાળાએ ગઈ હતી. શિક્ષક અખ્તરઅલી પર આરોપ છે કે તેણે એક રૂમમાં બાળકીને સાફસફાઈ માટે બોલાવી હતી અને ત્યારબાદ ખૂણામાં લઇ જઈને કપડાં ઊંચા કરીને શારીરિક અડપલાં કરીને છેડતી કરી હતી. 

    શાળાએથી ઘરે ગયા બાદ પીડિત બાળકીએ સમગ્ર જાણકારી પરિવારને જણાવી હતી. ત્યારબાદ તેમણે તુરંત કઠલાલ પોલીસ મથકે પહોંચીને આરોપી શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અખ્તરઅલી વિરૂદ્ધ છેડતીનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ પણ કરી લીધી હતી. 

    - Advertisement -

    પ્રાપ્ત જાણકારી અનુસાર, આરોપી વિરુદ્ધ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(1) અને પોક્સો એક્ટની જુદી-જુદી કલમો હેઠળ FIR દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, DySp વી. એન સોલંકીએ કાર્યવાહીની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, છેડતી અને શારીરિક અડપલાં કર્યાં હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આરોપીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. 

    સ્થાનિક હિંદુઓની માંગ- બુલડોઝર એક્શન લેવામાં આવે

    બીજી તરફ, ઘટનાને લઈને હિંદુ સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ લોકોનાં ટોળાં પોલીસ મથકે ઊમટ્યાં હતાં અને આરોપી શિક્ષક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી તેમજ શિક્ષણ વિભાગ સમક્ષ તેને ફરજમાંથી બરતરફ કરવાની પણ માંગણી કરવામાં આવી રહી છે. 

    સ્થળ પર હાજર એક હિંદુ અગ્રણીએ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “આ ઘટનાને લઈને સમગ્ર હિંદુ સમાજમાં આક્રોશ છે. એક નવ વર્ષની દીકરી સાથે આવું કૃત્ય ક્યારેય સાંખી લેવામાં નહીં આવે. અમારી માંગ છે કે આરોપી શિક્ષકને તાત્કાલિક નોકરીમાંથી છૂટો કરવો જોઈએ. સાથે ગુજરાત સરકારને વિનંતી કરીએ છે કે તેના ઘર પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં