Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેરળમાં બીચ પર રમતા સગીરની જાતીય સતામણી: નૈનૂક, નિશાદ અલી સહિત ચાર...

    કેરળમાં બીચ પર રમતા સગીરની જાતીય સતામણી: નૈનૂક, નિશાદ અલી સહિત ચાર આરોપીઓની ધરપકડ, પીડિતના મિત્રોને દરિયામાં ડૂબાડવાનો પણ કર્યો હતો પ્રયાસ

    આરોપીઓની ઓળખ પન્નિયાંકરાના રહેવાસી નૈનૂક (40) અને તેના સાથીદારો નિશાદ અલી (35), સજર (35) અને જસીમ (35) તરીકે થઈ છે.

    - Advertisement -

    કેરળના કોઝિકોડ બીચ ખાતે ફરવા ગયેલ એક 16 વર્ષીય સગીરના જાતીય શોષણનો મામલો સામે આવતાં ચકચાર મચી ગયો છે. આરોપીઓની ઓળખ નૈનૂક, નિશાદ અલી, સજર અને જસીમ તરીકે થઈ છે. કોઝિકોડ પોલીસે આ ચારેય હિસ્ટ્રીશીટરોની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ કોઝિકોડ બીચ પર સગીરનું જાતીય શોષણ કર્યું હતું અને પીડિતના મિત્રોને પણ દરિયામાં ડુબાડવાનો પ્રયાસ કર્યો હતો.

    પોલીસ અધિકારી બૈજુ કે જોસેના જણાવ્યા અનુસાર, આરોપીઓની ઓળખ પન્નિયાંકરાના રહેવાસી નૈનૂક (40) અને તેના સાથીદારો નિશાદ અલી (35), સજર (35) અને જસીમ (35) તરીકે થઈ છે.

    અહેવાલ અનુસાર, આ ઘટના બુધવારે (21 જૂન, 2023) સવારે કોઝિકોડ બીચ પર બની હતી. પીડિત અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો ત્યારે ચાર હવસખોરોએ બીચ પર સગીરનું જાતીય શોષણ કર્યું હતું. એટલું જ નહીં, જ્યારે પીડિતના મિત્રોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યારે બે આરોપીઓ નૈનૂક અને નિશાદે તેમને દરિયામાં ડુબાડવાનો પ્રયાસ કર્યો હતો.

    - Advertisement -

    આરોપીઓએ ગેસ સિલિન્ડર સાથે છેડછાડ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા

    આ ઘટના બાદ ચારેય આરોપીઓ પોલીસથી બચવા છુપાઈ ગયા હતા, પરંતુ સ્થાનિક પોલીસે તમામને ઝડપી લીધા હતા. હિસ્ટ્રીશીટરોને શોધવા માટે પોલીસને પન્નિયાંકરામાં ઓપરેશન કરવું પડ્યું હતું. આરોપીઓએ પોલીસના વાહનમાં તોડફોડ કરી હતી. તો સજર અને જસીમે પોલીસ અધિકારીઓ પર હુમલો પણ કર્યો હતો. આ દરમિયાન એક આરોપીએ ગેસ સિલિન્ડર સાથે છેડછાડ કરીને દરેકના જીવ જોખમમાં મૂક્યા હતા. જોકે, પોલીસે પરિસરમાં ઘૂસીને તેમની ધરપકડ કરી લીધી હતી.

    ઓપરેશનમાં બે પોલીસકર્મીઓને ઈજા થઈ હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ પોલીસને 40 વર્ષીય નૈનૂકના ઘરેથી ગાંજાના છોડ પણ મળી આવ્યા હતા. અહેવાલ અનુસાર, આ ચારેય આરોપીઓએ શહેરમાં અનેક ગુના આચર્યા છે. તેમને મેડિકલ તપાસ બાદ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસ તેમની કસ્ટડી માગશે.

    અંકલેશ્વરમાં સાહિલ અંસારીએ સગીરા પર દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી હતી

    ડિસેમ્બર 2022માં ભરૂચના અંકલેશ્વરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. અહીં એક સગીરા પર પરપ્રાંતીય યુવક સાહિલ અંસારીએ દુષ્કર્મ કરીને તેને ગર્ભવતી બનાવી હતી. સગીરા આરોપીના ઘરે મોબાઈલ ચાર્જ કરવા માટે જતી હતી અને તે દરમિયાન એકલતાનો લાભ લઈને શખ્સ અવારનવાર તેની સાથે બળજબરીથી શરીર સબંધ બાંધતો હતો, જેથી પીડિતાને 21 અઠવાડિયાનો ગર્ભ રહી ગયો હતો. આરોપી સામે આઇપીસીની 376 તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં