Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસાહિલ અન્સારીએ સગીરાની એકલતાનો લાભ લઇ બળજબરીથી બળાત્કાર કર્યો, ગર્ભવતી બનાવી: ફરિયાદ...

    સાહિલ અન્સારીએ સગીરાની એકલતાનો લાભ લઇ બળજબરીથી બળાત્કાર કર્યો, ગર્ભવતી બનાવી: ફરિયાદ દાખલ- અંકલેશ્વરની ઘટના

    અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તેની સામે આઇપીસીની 376 તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી.

    - Advertisement -

    ભરૂચના અંકલેશ્વરમાં એક સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. કેસમાં સાહિલ ફિરોજ અન્સારી નામના એક પરપ્રાંતીય ઈસમની ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે સગીરાની એકલતાનો લાભ ઉઠાવીને બળજબરીપૂર્વક અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. 

    સગીરા બાજુમાં રહેતા સાહિલના ઘરે મોબાઈલ ચાર્જ કરવા માટે જતી હતી અને તે સમય દરમિયાન એકલતાનો લાભ લઈને તે અવારનવાર તેની સાથે બળજબરીથી શરીર સબંધ બાંધતો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અંકલેશ્વર શહેર પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. 

    કેસ અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો હતો. ફરિયાદ અનુસાર, 15 વર્ષીય સગીરા બાજુના ઘરે રહેતા સાહિલ અન્સારીના ઘરે મોબાઈલ ચાર્જ કરવા માટે જતી હતી. દરમિયાન ગત જુલાઈ મહિનાથી સાહિલ એકલતાનો લાભ લઇ તેની સાથે બળાત્કાર કરતો હતો. નવેમ્બર સુધીમાં તેણે છથી સાત વખત બળજબરીથી શારીરિક સબંધ બાંધ્યા હતા. જેના કારણે સગીરાને 21 અઠવાડિયાનો ગર્ભ રહી ગયો હતો. 

    - Advertisement -

    આ બાબતની જાણ તેના પરિવારને થતાં પરિજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જઈને આરોપી સાહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તેની સામે આઇપીસીની 376 તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. 

    આ મામલે અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, અંકલેશ્વરમાં રહેતા સાહિલ ફિરોજ અન્સારી, (રહે. મૂળ બિહાર) દ્વારા સગીરા સાથે અવારનવાર બળજબરથી શારીરિક સબંધ બાંધતાં 21 અઠવાડિયાનો ગર્ભ રહી ગયો હતો. જે મામલે અંકલેશ્વર પોલીસે યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસની કાર્યવાહી શરૂ કરી છે. 

    આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં હજુ આરોપીની ધરપકડ થઇ નથી અને પોલીસ તેને પકડવા માટે શોધખોળ કરી રહી છે. 

    સપ્ટેમ્બરમાં પણ સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો

    આ પહેલાં ગત સપ્ટેમ્બર મહિનામાં પણ અંકલેશ્વરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો હતો. અહીં એક રિયાઝ શેખ નામના 55 વર્ષીય આધેડે પાડોશમાં રહેતી એક 12 વર્ષીય સગીરાને પીંખી હતી. તે છેલ્લા એક વર્ષથી સગીરા સાથે દુષ્કર્મ આચરતો હોવાનું જાણવા મળતાં પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને ત્યારબાદ તેમણે પોલીસને ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી રિયાઝની ધરપકડ કરી લીધી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં