Sunday, March 23, 2025
More
    હોમપેજદેશએક તરફ હિંદુવિહીન થઈ રહ્યા છે મેવાતના ગામ, બીજી તરફ છોકરાઓના કપડાં...

    એક તરફ હિંદુવિહીન થઈ રહ્યા છે મેવાતના ગામ, બીજી તરફ છોકરાઓના કપડાં પહેરીને ઓળખ છુપાવી રહી છે યુવતીઓ: કારણ માત્ર એક જ – ડેમોગ્રાફી ચેન્જ

    ગુનાઓ માટે કુખ્યાત મેવાતમાં નાની બાળકીઓને ઘરની બહાર જવા માટે ફેસ માસ્ક પહેરવું પડે છે અથવા તો તેમને છોકરાઓના કપડાં પહેરીને બહાર જવું પડે છે. આમ કરવા પાછળનું કારણ માત્ર એટલું જ છે કે, તેમને કોઈ ઓળખી ન શકે કે તે 'સ્ત્રી' છે અને તેઓ કોઈ દુર્ઘટનાનો શિકાર ન બને.

    - Advertisement -

    હત્યા, અપહરણ, લવ જેહાદ, ધર્માંતરણ, ગૌતસ્કરી, ગૌહત્યા… આવા ગુનાઓ માટે કુખ્યાત મેવાત (Mewat) (જે મુખ્યત્વે હરિયાણાના નૂંહ, રાજસ્થાનના અલવર, ભરતપુર અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ફેલાયેલો છે) ફરી એકવાર ચર્ચામાં છે.

    તેનું કારણ દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત એક અહેવાલ છે. આ રિપોર્ટમાં બે મહિલા પત્રકારોએ જમીની સ્તર પર ઉતરીને આ વિસ્તારમાં રહેતી બાળકીઓ-મહિલાઓના જીવનની એ વાસ્તવિકતા વર્ણવી છે, જેની કલ્પના મેવાત ક્ષેત્રની બહાર રહેતા લોકો સપનામાં પણ ન કરી શકે. આ અહેવાલ મુખ્યત્વે અલવરના મેવાત વિસ્તાર સાથે સંબંધિત છે.

    જરા વિચાર કરો કે, ગુનાઓ માટે કુખ્યાત મેવાતમાં નાની બાળકીઓને ઘરની બહાર જવા માટે નકાબ પહેરવું પડે છે અથવા તો તેમને છોકરાઓના કપડાં પહેરીને બહાર જવું પડે છે. આમ કરવા પાછળનું કારણ માત્ર એટલું જ છે કે, તેમને કોઈ ઓળખી ન શકે કે તે ‘સ્ત્રી’ છે અને તેઓ કોઈ દુર્ઘટનાનો શિકાર ન બને. સાંજ કે રાતનું અંધારું તો દૂર, અહીં દિવસના અજવાળામાં પણ બાળકીઓએ મો ઢાંકીને ફરવું પડે છે, જો તેમની ઓળખ જાહેર થઈ તો કઈ પણ થઈ શકે છે.

    - Advertisement -

    અંધારું નહીં, અજવાળામાં પણ ભયનો માહોલ, કપડાં બહાર સૂકવવા અઘરા

    પ્રેરણા સાહની અને પૂજા શર્માના આ રિપોર્ટમાં એ જ જણાવવામાં આવ્યું છે કે, દિવસના અજવાળામાં પ્રસરેલો અહીંનો સન્નાટો જ અહીની વાસ્તવિક તસ્વીર છે. ડર અને બેચેનીભર્યા વાતાવરણમાં દૂર સુધી ચાલતાં, જ્યારે બંને પત્રકારોને એક વૃદ્ધ મહિલા મળી તો તેમણે જણાવ્યું કે, તેમના ઘરમાં 4 પૌત્રીઓ છે, પરંતુ તેઓ ચારેયને છોકરાના કપડાં પહેરાવે છે, જેથી કોઈને ખબર ન પડે કે તે બાળકીઓ છે. આ બાળકીઓ આ પ્રકારના જ કપડાં પહેરીને આવ-જા કરે છે.

    આ ઉપરાંત આ પત્રકારોએ જે ઘરોમાં મુલાકાત લીધી હતી, ત્યાં કપડાં તડકામાં સૂકવવાને બદલે અંદર ઘરમાં લટકતા જોવા મળ્યા હતા. જ્યારે આ વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, આવું એટલા માટે કરવામાં આવે છે કે, કોઈને ખબર ન પડે કે આ ઘરમાં છોકરીઓ છે. કોઈ કલ્પના પણ ન કરી શકે કે, આ વિસ્તારમાં રહેતા લોકો છોકરીઓને બહારના માહોલથી બચાવવા માટે કેટલા પ્રયત્નો કરે છે.

    એવું નથી કે, મેવાત વિસ્તારોમાં છોકરીઓ બહાર નથી નીકળતી … તેઓ બહાર જાય છે પરંતુ ઝુંડ બનાવીને અને બીજું તેમના મોંને સંપૂર્ણપણે ઢાંકીને. ક્યાય બહાર જવું હોય તો આ યુવતીઓ પેસેન્જર ભરેલા ટેમ્પાની રાહ જુએ છે, કારણ કે ખાલી ટેમ્પોમાં બેસીને યુવતીઓને ડર લાગે છે કે, તેમને એકલા જોઈને તેમની સાથે કોઈ અઘટિત ઘટના ન બની જાય.

    ડરના માર્યા નાની ઉમરમાં લગ્ન

    અહીં સ્થિતિ એવી કપરી છે કે, ઘરની ચાર દીવાલોમાં પણ દીકરીઓ હોય ત્યારે પરિવારના સભ્યોએ બહાર રહીને તેમનું રક્ષણ કરવું પડે છે. કદાચ તેમને લાગે છે કે, જો તેઓ દરવાજાની બહાર નીકળશે તો કોઈ બળજબરીથી ઘરમાં ઘૂસી જશે અને તેમની બહેન-દીકરીઓને શિકાર બનાવી દેશે. પરિવારના મનમાં છોકરીઓની સુરક્ષાનો ડર એવો હોય છે કે, તેમના લગ્ન 14 વર્ષની ઉંમર પહેલાં જ થઈ જાય છે.

    મેવાત ક્ષેત્રમાં છોકરીઓની સલામતી અંગેનો આ ભય સાવ પાયાવિહોણો નથી. મેવાતના ગામોના રિપોર્ટમાં સ્થાનિક લોકો ઉપરાંત પૂર્વ વરિષ્ઠ મેડિકલ ઓફિસર ડો.રવિ માથુરનું પણ નિવેદન છે. ડૉ. માથુરનું કહેવું છે કે, તેમની પાસે એક વર્ષમાં બળાત્કારના 250થી વધુ કેસ આવતા હતા. હેવાનિયતના કિસ્સા એવા હતા કે, અપરાધીઓ જાનવરોને પણ નહોતા બક્ષતા.

    મેવાતની સ્થિતિ વાસ્તવમાં ભયાવહ

    ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ ફોર ક્રાઇમ અગેઇન્સ્ટ વુમન ઇન્ચાર્જ) ડૉ. પૂનમ ચૌહાણે આ મામલે જણાવ્યું હતું કે, તેમણે થોડા મહિનામાં જ પોક્સોના 70થી વધુ કેસ જોયા છે. ડેપ્યુટી એસપીનું માનવું છે કે, જ્યાં સુધી છોકરાઓને સમજવામાં નહીં આવે, ભણાવવામાં નહીં આવે અને સંવેદનશીલ બનાવવામાં નહીં આવે, ત્યાં સુધી આ સ્થિતિ બદલાશે નહીં.

    આ વિસ્તારની પરિસ્થિતિની તપાસ કર્યા પછી, બંને મહિલા પત્રકારો એ વિસ્તારોમાં ગઈ હતી, જ્યાંથી બળાત્કારના સૌથી વધુ કેસ નોંધાયા હતા – જેમ કે રામદઢ્, નૌગાંવ વગેરે, ત્યારે તેમને પણ રાતના અંધારામાં તે બાજુ ન જવાની સલાહ આપવામાં આવી હતી, કારણ કે જોખમ ખૂબ વધારે હતું.

    વિચારી શકાય છે કે, અજાણી મહિલાઓને લઈને આટલી ચિંતામાં રહેલા ગ્રામીણ પોતાના ઘરની મહિલાઓ-બાળકીઓને કેવી રીતે રાખતા હશે. તેમની ચિંતા કેટલી હદની હશે અને તેમના દિવસરાત આ ચિંતામાં કેવી રીતે વિતતા હશે. મેવાતની બહાર રહેતા લોકોને આ બાબતો કદાચ અતિશયોક્તિ ભરી લાગતી હશે, અથવા વિચાર આવતો હશે કે, આ હદે થોડું કશું હોઈ શકે. … પરંતુ વાસ્તવિકતા એ લોકો જ જાણે છે, જેઓ સ્થાનિક છે.

    મેવાતની સ્થિતિ અને વધતી મુસ્લિમ આબાદી

    મેવાતની પરિસ્થિતિ સમજવા માટે જૂના સમાચારો પર નજર કરવી જ રહી. આ પહેલી વખત નથી જ્યારે આ વિસ્તાર ચર્ચામાં આવ્યો હોય. આ વિસ્તાર આખો આ પ્રકારના ક્રાઇમ માટે પંકાયેલો છે. ઈન્ટરનેટ પર આ વિસ્તારનું નામ નાખીને જ ઘણી એવી ઘટનાઓ નજર સામે આવી જાય, જે આપણને વિચારવા મજબૂર કરે કે અહીં એવું તે શું છે કે, અપરાધ ઘટવાને બદલે વધી રહ્યો છે… પછી અહીંની ડેમોગ્રાફી અને એક જ પેટર્નમાં બનતી ઘટનાઓ પર નજર પડે એટલે તરત સમજાય જાય કે સમસ્યા ક્યાં છે.

    નોંધવું જોઈએ કે, વર્ષ 2020માં પણ મેવાત એવા સમાચારોથી ચર્ચામાં હતું કે, જેનાથી બધાને આશ્ચર્ય થયું હતું. સાથે જ આ વિસ્તારની વસ્તીને લઈને પણ ભારે ચર્ચા થઈ હતી. આ વિસ્તારોમાંથી હિંદુઓની વસ્તી કેવી રીતે ઓછી થઈ રહી છે અને મુસ્લિમો વધી રહ્યા છે તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી … ત્યારબાદ ધર્માંતરણ, લવ જેહાદ, મારામારી, સ્થળાંતરની ઘટનાઓ એક બાદ એક સામે આવવા લાગી હતી.

    હરિયાણાના મેવાતમાં હિંદુ વિહીન ગામો પર રિપોર્ટ

    જસ્ટિસ પવન કુમારની અધ્યક્ષતાવાળી તપાસ સમિતિએ મુસ્લિમ બહુમતીવાળું મેવાત કેવી રીતે હિંદુઓ અને ખાસ કરીને દલિતો માટે કબ્રસ્તાનમાં ફેરવાઈ રહ્યું છે, તેનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, એક ચોક્કસ સમુદાય (બહુસંખ્યક વસ્તી) દ્વારા લઘુમતીઓ (હિંદુ સહિતના) પર થતા અત્યાચાર એટલા ગંભીર છે કે, જિલ્લાના લગભગ 500 ગામોમાંથી 103 ગામો એવા છે કે, તેઓ હિંદુઓથી વંચિત થઈ ગયા છે. 84 ગામો એવા છે, જ્યાં હવે માત્ર 4 કે 5 હિંદુ પરિવારો જ બચ્યા છે.

    આ જ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, મેવાતમાં મહિલાઓના અપહરણ, બળાત્કાર અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. આ એવા જ સમાચાર હતા જેવા અવારનવાર પાકિસ્તાનથી પણ આવતા રહે છે. આ ઘટનાઓના કારણે મેવાત તે સમયે મીની પાકિસ્તાન તરીકે ઓળખવા લાગ્યું હતું.

    મેવાતની જનસંખ્યા

    આજે પણ આંકડા દર્શાવે છે કે, મેવાત જિલ્લાની વસ્તી એટલી જ છે. 2011ની સત્તાવાર જનગણના અને 2025ની જનસંખ્યાના સત્તાવાર આંકડા દર્શાવે છે કે, મુસ્લિમોની વસ્તી આ ક્ષેત્રમાં સૌથી વધુ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ મેવાતની વસતીમાં મુસ્લિમોની સંખ્યા 79.20 ટકા છે અને હિંદુઓની વસતી માત્ર 20.37% છે.

    મેવાતથી સામે આવેલી કેટલીક ઘટનાઓ

    2024ના નવેમ્બર મહિનામાં જ અહીંની પોલીસે 100+ ગાયોને તસ્કરોના ચંગુલમાંથી બચાવી લીધી હતી. 2024ના જ એક સમાચાર છે, જે જણાવે છે કે, કેવી રીતે મુસ્લિમ મહિલાઓએ મેવાતમાં સરકારી ટ્યુબવેલમાંથી પાણી ભરવા માટે દલિતોને માર માર્યો હતો. મેવાતમાં હિંદુઓની જલાભિષેક યાત્રા પર હુમલો હોય કે પછી પોલીસ પર ઇસ્લામી ટોળાનો હુમલો હોય… આ તમામ ઘટનાઓ આ વિસ્તારોમાંથી જ સામે આવી છે. આ ઉપરાંત દલિતોની હેરાનગતિના અનેક કિસ્સાઓ સરળતાથી ગૂગલ સર્ચ કરીને મળી આવશે.

    છેવટે તો એ વાત બિલકુલ સાચી છે કે, જો લોકોની વિચારસરણીમાં પરિવર્તન આવે તો જ સમાજમાં બળાત્કારના કિસ્સાઓ ઘટશે, પરંતુ ડેમોગ્રાફી ચેન્જ સાથે ગુનાઓ માટે કુખ્યાત બનતા જતા મેવાત જેવા ક્ષેત્રોમાં આ વિચારસરણી કેવી રીતે બદલાશે તે વધુ વિચારવા લાયક વિષય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં