Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅશ્લીલ ભાષા ન વાપરવા કરણી સેનાની હતી માંગ: નહીં માનતા બિગબોસ વિજેતા...

    અશ્લીલ ભાષા ન વાપરવા કરણી સેનાની હતી માંગ: નહીં માનતા બિગબોસ વિજેતા MC Stan ઉર્ફે અલ્તાફ શેખનો થયો વિરોધ, આખરે શો છોડી ભાગવું પડ્યું

    કરણી સેના દ્વારા વિરોધ કરતા સ્ટેજ છોડીને MC Stan ઉર્ફે અલ્તાફ શેખે ભાગવું પડ્યું હતું. પીછો કરતી કરણી સેના તેમની હોટલ સુધી પહોચી હતી.

    - Advertisement -

    બિગ બોસ વિજેતા અને રેપર MC Stan ઉર્ફે અલ્તાફ શેખનો ઇન્દોર સ્થિત આયોજિત કાર્યક્રમ વિરોધ બાદ કેન્સલ કરવો પડ્યો હતો. જયારે MC Stanએ ચાલુ શો છોડીને ભાગવું પડ્યું હતું. કરણી સેનાની ઇન્દોર ટીમ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો. 

    મળતી માહિતી મુજબ, MC Stan ઉર્ફે અલ્તાફ શેખનો ઇન્દોર ખાતે એક શો આયોજિત કરવામાં આવ્યો હતો. જો કે શોના આયોજન પહેલાં જ કરણી સેના દ્વારા તેનો વિરોધ કરીને કેટલીક હરકતો ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ, આ વાત ન માનતા MC Stan દ્વારા કેટલાક અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  આ વાતનો ત્યાં હાજર કરણી સેનાએ કર્યો હતો. હંગામો એટલો થયો કે અલ્તાફ શેખ છોડીને ભાગ્યો હતો.

    કરણી સેનાના લોકો સ્ટેજ પર પહોચીને માઈક પોતાના હાથમાં લીધું હતું. તેમને સ્ટેજ પરથી જાહેર કર્યું હતું કે “સ્ટેન જ્યાં પણ હોય ત્યાંથી અહીં આવે.” સાથે તેમણે તેના ફેંસને પણ સ્ટોરી મૂકીને સ્ટેનને સ્ટેજ પાસે બોલાવવા કહ્યું હતું. તેમને સ્ટેજ પરથી એમ કહ્યું હતું કે અમે પહેલાથી કેટલીક બાબતોની કાળજી રાખવા કહ્યું હતું છતાં માન્યો નહીં. તેમને વધુમાં કહ્યું હતું કે “અમે નક્કી કર્યું છે કે એ જ્યાં છે ત્યાં જઈને અમે તેની ભાષાના કારણે થપ્પડ મરીશું.” 

    - Advertisement -

    તેઓએ MC Stan કઈ હોટેલમાં રોકાયો છે બાબતે તેના ફેંસને પૂછતાં હોટલનું નામ ખબર પડતા કરણી સેના ત્યાં પહોચી ગઈ હતી. સાથે સાથે અય લોકો પણ ત્યાં પહોચી ગયા હતા. ભીડને દૂર કરવા માટે અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે ટોળું વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. 

    આ બાબતે હોટેલના ગાર્ડ દ્વારા પોલીસ કેસ પણ નોધાવામાં આવ્યો હતો. કેસ કરણી સેનાના કાર્યકર્તાઓ પર નોધવામાં આવ્યો છે. હોટેલના ગાર્ડ લક્ષ્મી નારાયણે પોતાના નિવેદનમાં પોલીસને કહ્યું છે કે સાંજના સમયે કરણી સેનાના લોકો જેમાં દિગ્વિજયસિંહ સહિતના કેટલાક લોકો હતા. જેઓ MC Stanનો વિરોધ કરવા આવ્યા હતા. પરંતુ તેઓ નીકળી ગયા હોવા છતાં કરણી સેનાના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો અને હોટલના પ્રવેશ દ્વાર પાસે હંગામો કર્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં