Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પંજાબની સંગરુર કોર્ટનું સમન્સ: PFI સાથે બજરંગ દળની...

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પંજાબની સંગરુર કોર્ટનું સમન્સ: PFI સાથે બજરંગ દળની સરખામણી કરવા બદલ ₹100 કરોડનો માનહાનિનો કેસ

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં બજરંગ દળની સરખામણી પીએફઆઈ સાથે કરી હતી. સત્તા મેળવવા પર બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું પણ વચન આપ્યું હતું. જો કે આ મુદ્દે થયેલા વિવાદને કારણે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ હતી.

    - Advertisement -

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પંજાબની સંગરુર કોર્ટે સમન્સ પાઠવ્યું છે. આ મામલો 100 કરોડના માનહાનિના કેસ સાથે જોડાયેલો છે. આ કેસ હિન્દુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિંદના સંસ્થાપક હિતેશ ભારદ્વાજે કર્યો છે. તેણે કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રતિબંધિત ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા- PFI સાથે બજરંગ દળની સરખામણી કરવા માટે અરજી દાખલ કરી છે.

    સંગરુરની સિનિયર ડિવિઝન કોર્ટના સિવિલ જજ રમનદીપ કૌરે ખડગેને 10 જુલાઈ, 2023ના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. હિતેશ ભારદ્વાજે કહ્યું, “મેં જોયું કે મેનિફેસ્ટોના 10મા પેજ પર કોંગ્રેસે બજરંગ દળની તુલના રાષ્ટ્ર વિરોધી સંગઠનો સાથે કરી છે અને જો તેઓ ચૂંટણી જીતશે તો તેમના પર પ્રતિબંધ લગાવવાનું વચન આપ્યું છે. આ પછી મેં કોર્ટમાં અરજી કરી.”

    કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં PFI સાથે બજરંગ દળની સરખામણી કરી હતી. સત્તા મેળવવા પર બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું પણ વચન આપ્યું હતું. જો કે આ મુદ્દે થયેલા વિવાદને કારણે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ હતી.

    - Advertisement -

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઈલીએ કહ્યું હતું કે કોંગ્રેસનો બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનો કોઈ ઈરાદો નથી. ન તો પાર્ટી પાસે આવી કોઈ દરખાસ્ત છે કે ન તો રાજ્ય સરકાર પ્રતિબંધ લાદી શકે છે. આ પછી કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે સરકાર બનાવ્યા બાદ દરેક જિલ્લામાં બજરંગ બલીનું મંદિર બનાવવાનું વચન આપ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં