Friday, January 10, 2025
More
    હોમપેજગુજરાતઅમદાવાદના GST ફ્રોડ કેસમાં ‘પત્રકાર’ મહેશ લાંગાને હાઇકોર્ટમાંથી જામીન, પણ હજુ રહેશે...

    અમદાવાદના GST ફ્રોડ કેસમાં ‘પત્રકાર’ મહેશ લાંગાને હાઇકોર્ટમાંથી જામીન, પણ હજુ રહેશે જેલમાં જ…રાજકોટમાં પણ નોંધાયો છે એક કેસ

    કોર્ટે જામીન આપતી વખતે એ પણ સ્પષ્ટતા કરી કે મહેશ લાંગાની કસ્ટડીની જો અન્ય કોઈ કેસમાં જરૂર ન હોય તો તેને મુક્ત કરી શકાય તેમ છે. પણ રાજકોટમાં તેની વિરુદ્ધ એક કેસ ચાલતો હોવાથી તે જેલમાં જ રહેશે. 

    - Advertisement -

    GST ફ્રોડ કેસમાં પકડાયેલા ‘ધ હિન્દુ’ના પત્રકાર મહેશ લાંગાને (Mahesh Langa) ગુજરાત હાઇકોર્ટે જામીન (Bail) આપ્યા છે. ટ્રાયલ કોર્ટમાંથી જામીન નામંજૂર થયા બાદ તેણે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જ્યાં કોર્ટે મંજૂરી આપી છે. જોકે, રાજકોટમાં GST ફ્રોડના અન્ય એક કેસમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હોઈ હાલ તે જેલમાં જ રહેશે. 

    ગુજરાત હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચે ગુરુવારે (9 જાન્યુઆરી) લાંગાના જામીન અમુક શરતો સાથે મંજૂર કર્યા હતા. જે અનુસાર, તેણે મહિનામાં એક વખત પોલીસ મથકે હાજરી આપવી પડશે. ઉપરાંત, પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે અને કોર્ટની પરવાનગી વગર ગુજરાતની સરહદ છોડી શકશે નહીં. પોલીસ તપાસમાં સહયોગ આપવાનો રહેશે અને પુરાવાઓ સાથે ચેડાં કરી શકશે નહીં. 

    કોર્ટે જામીન આપતી વખતે એ પણ સ્પષ્ટતા કરી કે મહેશ લાંગાની કસ્ટડીની જો અન્ય કોઈ કેસમાં જરૂર ન હોય તો તેને મુક્ત કરી શકાય તેમ છે. પણ રાજકોટમાં તેની વિરુદ્ધ એક કેસ ચાલતો હોવાથી તે જેલમાં જ રહેશે. 

    - Advertisement -

    રાજકોટ પોલીસે GST ફ્રોડ મામલે એક અલગ કેસ નોંધ્યો હતો, જેમાં લાંગાની ફર્મનું પણ નામ ખુલતાં અમદાવાદ જઈને તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને સાબરમતી જેલમાંથી રાજકોટ લાવવામાં આવ્યો હતો. જ્યાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે જામીન અરજી મૂકી હતી. 

    તાજેતરમાં જ રાજકોટ સેશન્સ કોર્ટે આરોપીઓની આ જામીન અરજી ફગાવી દીધી હતી. જેથી હવે મહેશ લાંગા આ કેસમાં પણ હાઇકોર્ટ જઈ શકે તેવી શક્યતા છે. ત્યાં જ્યાં સુધી જામીન મંજૂર ન થાય ત્યાં સુધી તે બહાર આવી શકશે નહીં. નોંધવું જોઈએ કે આ સિવાય પણ લાંગા સામે બે વધુ કેસ છે, પરંતુ તેમાંથી એક વેપારી સાથે છેતરપિંડી કરવાના કેસમાં તેને પહેલેથી જ આગોતરા જામીન મળી ગયા છે. જ્યારે ગાંધીનગરમાં મેરીટાઇમ બોર્ડના દસ્તાવેજો લીક કરવા મામલે નોંધવામાં આવેલા કેસમાં હજુ પોલીસે તેની કસ્ટડી મેળવી નથી. 

    બીજી તરફ, તાજેતરમાં જ અમદાવાદના GST ફ્રોડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે મહેશ લાંગા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કઈ રીતે કાવતરું રચીને ખોટા ટેક્સ ઇનપુટ મેળવ્યા અને ટેક્સચોરી કરી તે વિગતવાર જણાવવામાં આવ્યું છે. આ કેસમાં લાંગાના પિતરાઈ ભાઈઓ, CA અને પત્નીને સાક્ષી બનાવવામાં આવ્યાં છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં