Thursday, February 27, 2025
More
    હોમપેજરાજકારણમહાકુંભના સમાપન પર પ્રયાગરાજ પહોંચ્યા CM યોગી: સફાઈ અભિયાનનું નેતૃત્વ કર્યા બાદ...

    મહાકુંભના સમાપન પર પ્રયાગરાજ પહોંચ્યા CM યોગી: સફાઈ અભિયાનનું નેતૃત્વ કર્યા બાદ ગંગા પૂજનમાં લીધો ભાગ, ડેપ્યુટી મુખ્યમંત્રી સહિતના મંત્રી-ધારાસભ્યો રહ્યા હાજર

    મેળા પ્રશાસને જાહેર કરેલ આંકડા મુજબ, મહાશિવરાત્રીના રોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં, 1.53 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી હતી. ઉપરાંત 13 જાન્યુઆરીથી મહાશિવરાત્રીની રાત્રે 8 વાગ્યા સુધી ડૂબકી લગાવનારા લોકોની સંખ્યા 66.30 કરોડ સુધી પહોંચી ગઈ હતી. આ સંખ્યા વિશ્વના ઘણા દેશોની જનસંખ્યા કરતા પણ વધુ છે.

    - Advertisement -

    45 દિવસ સુધી ચાલેલો મહાકુંભ (Prayagraj Mahakumbh- 2025) 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના રોજ પૂર્ણ થયો હતો. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) મહાકુંભના સમાપન પર પ્રયાગરાજ પહોંચ્યા હતા. તથા સફાઈ અભિયાનનું (Cleanliness Drive) નેતૃત્વ કરી રહ્યા છે. CM યોગી સંગમ ઘાટ સહિત બધા ઘાટોનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, કેપી મૌર્ય અને અન્ય કેબિનેટ મંત્રીઓએ પ્રયાગરાજના અરૈલ ઘાટ પર ગંગાની પૂજા પણ કરી હતી.

    CM યોગી 27 ફેબ્રુઆરીની સવારે 11.30એ વાગ્યે લખનૌથી હેલિકોપ્ટર દ્વારા પ્રયાગરાજ પહોંચ્યા હતા. CM યોગીએ અરૈલ ઘાટ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તે ઘાટ પર જમા થયેલો કચરો સાફ કરતા જોવા મળ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથે ગંગા-યમુના ઘાટની સફાઈ પણ શરૂ કરાવી હતી તથા અધિકારીઓને ગંગા ઘાટને સંપૂર્ણપણે સાફ કરવાનો નિર્દેશ આપ્યો.

    મહાકુંભ મેળાના સમાપન સમારોહ પ્રસંગે, બંને નાયબ મુખ્યમંત્રી પણ CM યોગી આદિત્યનાથ સાથે પ્રયાગરાજ પહોંચ્યા છે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક પણ CM યોગી સાથે સફાઈ કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત યોગી સરકારના વરિષ્ઠ મંત્રીઓ સુરેશ કુમાર ખન્ના અને નંદ ગોપાલ ગુપ્તા નંદી પણ હાજર રહ્યા હતા.

    - Advertisement -

    નોંધનીય છે કે તેમણે સમાપનમાં સંબોધન પ્રયાગરાજના લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, “તેઓ એ લોકોના આભારી છે જેઓ છેલ્લા બે મહિનાથી પ્રયાગરાજમાં કુંભને પોતાના ઘરનો કાર્યક્રમ માનતા આવ્યા છે. હું સમજી શકું છું કે પ્રયાગરાજની વસ્તી 20-25 લાખ છે, જો 5-8 કરોડ લોકો અહીં એકસાથે આવ્યા હોત તો શું પરિસ્થિતિ હોત.”

    CM યોગી પ્રયાગરાજમાં ખલાસીઓ અને UPRTS ડ્રાઇવરો સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત હનુમાન મંદિરમાં પૂજા સાથે ડિજિટલ મીડિયા સેન્ટર ખાતે મીડિયાકર્મીઓ સાથે સંવાદ કાર્યક્રમ પણ કરવાના છે. આ ઉપરાંત મહાકુંભને સફળ બનાવનારા તૈનાત પોલીસકર્મીઓ સાથે સંવાદ તથા વહીવટી અને પોલીસ અધિકારીઓ સાથે વાતચીત પણ કરવાના છે. તેઓ સાંજે 7 વાગ્યે પ્રયાગરાજથી લખનૌ રવાના થશે.

    વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને આધ્યાત્મિક મેળા મહાકુંભમાં, 45 દિવસમાં 66.30 કરોડ ભક્તોએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી. મેળા પ્રશાસને જાહેર કરેલ આંકડા મુજબ, મહાશિવરાત્રીના રોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં, 1.53 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી હતી. ઉપરાંત 13 જાન્યુઆરીથી મહાશિવરાત્રીની રાત્રે 8 વાગ્યા સુધી ડૂબકી લગાવનારા લોકોની સંખ્યા 66.30 કરોડ સુધી પહોંચી ગઈ હતી. આ સંખ્યા વિશ્વના ઘણા દેશોની જનસંખ્યા કરતા પણ વધુ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં