Thursday, April 25, 2024
More
  હોમપેજવગેરે...મનોરંજનહમાસનું સમર્થન કરીને મિયા ખલીફાએ ગુમાવ્યો કામ-ધંધો: Playboy અને રેડિયો હોસ્ટે પોર્ન...

  હમાસનું સમર્થન કરીને મિયા ખલીફાએ ગુમાવ્યો કામ-ધંધો: Playboy અને રેડિયો હોસ્ટે પોર્ન સ્ટારને તગેડી મૂકી, આતંકીઓને કહ્યા હતા ‘સ્વતંત્રતા સેનાની’

  'પ્લેબોયે' આ વાત પર જોર આપતા લખ્યું કે, "અમે સ્વતંત્ર અભિવ્યક્તિ અને રચનાત્મક રાજકીય ચર્ચાને પ્રોત્સાહિત કરીએ છીએ પણ હેટ સ્પીચ માટે અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે.

  - Advertisement -

  ‘Playboy’ મેગેઝિને સોમવારે (9 ઓકટોબર, 2023) લેબનીઝ પોર્ન સ્ટાર મિયા ખલીફાને મૅગેઝિનમાંથી હાંકી છે. ‘પ્લેબોય’ ક્રિએટર કોમ્યુનિટીને એક મેઈલમાં કંપનીએ કહ્યું હતું કે તેણે ઇઝરાયેલ પર હમાસના હુમલા વિશે કરેલી ‘ધિક્કારપાત્ર અને નીંદનીય’ ટિપ્પણીઓના લીધે તેની સાથેના તમામ કરાર સમાપ્ત કરવામાં આવ્યા છે અને ‘Playboy’ મૅગેઝિનમાંથી હાંકી કાઢવામાં આવી છે.

  આ લેટરમાં ‘પ્લેબોયે’ કહ્યું કે, “અમે તમને આજે મિયા ખલીફા સાથેના ‘પ્લેબોય’ના સંબંધોને સમાપ્ત કરવાના અમારા નિર્ણયની જાણ કરવા માટે લખી રહ્યા છીએ, જેમાં અમારા ક્રિએટર પ્લેટફોર્મ પર મિયાની ‘પ્લેબોય’ ચેનલને બંધ કરવાનો પણ સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં મિયાએ ઇઝરાયેલ પર હમાસના હુમલાઓ અને નિર્દોષ લોકો અને બાળકોની હત્યાનો જશ્ન મનાવતાં ધૃણાસ્પદ અને નિંદનીય ટિપ્પણીઓ કરી છે.”

  ‘પ્લેબોયે’ આ વાત પર જોર આપતા લખ્યું કે, “અમે સ્વતંત્ર અભિવ્યક્તિ અને રચનાત્મક રાજકીય ચર્ચાને પ્રોત્સાહિત કરીએ છીએ પણ હેટ સ્પીચ માટે અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે. અમે આશા રાખીએ છીએ કે મિયા તેના શબ્દો અને કામોના પરિણામો સમજશે.”

  - Advertisement -
  લેટરનો સ્ક્રીનશોટ

  મેગેઝિને મિયાના કોન્ટ્રાક્ટને સમાપ્ત કરવા માટે મોકલેલો લેટર પણ શૅર કર્યો છે. તેમાં લખ્યું છે કે, “પ્લેબોય હંમેશાથી અભિવ્યક્તિની આઝાદીનું સમર્થક રહ્યું છે. અમે કોઈપણ સરકારી દખલગીરીથી મુક્તપણે બોલવાના તમામ લોકોના અધિકાર માટે અદાલતોમાં લડાઈ લડી છે. 70 વર્ષોથી અમે અમારી મૅગેઝિનનાં પાનાં પર, અમારી વેબસાઈટો પર અમારા સેમિનારોમાં નેતાઓના વિચારો, રચનાકારો અને કલાકારોના વિવિધ પરિપ્રેક્ષ્યોને ઉજાગર કર્યા છે જેને અમે અમારા મીડિયાના ઘણા પ્રારૂપો પર મંચ આપ્યો છે.”

  તેમણે વધુમાં જણાવ્યું કે, “દ્વેષપૂર્ણ અને અમાનવીય ભાષાનો માટે અમારી કંપનીમાં કે અમારા પ્લેટફોર્મ પર કોઈ સ્થાન નથી. ઇઝરાયેલમાં નિર્દોષ પુરૂષો, મહિલાઓ અને બાળકો સાથે બળાત્કાર, હત્યા અને યાતના સહિત હમાસના હુમલાનો જશ્ન મનાવતા તમારાં તાજેતરનાં નિવેદનો ધૃણાસ્પદ અને નિંદનીય છે. પરિણામસ્વરૂપ, અમે તમને ‘પ્લેબોય’ ક્રિએટર પ્લેટફોર્મ પરથી કાયમી ધોરણે હટાવી રહ્યા છીએ અને તમારી સાથેના અન્ય તમામ વ્યાવસાયિક વ્યવહારો સમાપ્ત કરી રહ્યા છીએ.”

  લેટરનો સ્ક્રીનશોટ

  તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે, “અમે એકદમ સ્પષ્ટ કરવા માંગીએ છીએ: અમે અભિવ્યક્તિની સ્વતંત્રતાના તમારા અધિકારનું સન્માન કરીએ છીએ. અમે એવી પણ અપેક્ષા રાખીએ છીએ કે તમે એ સમજો કે તમે તમારી વાણીનો ઉપયોગ કેવી રીતે કરો છો તેનું શું પરિણામ આવે છે. આજે, અમે તમારા દ્વેષપૂર્ણ વર્તન માંટે તમારી સાથેના તમામ સંબંધો તોડી રહ્યા છીએ. અમે અમારા ક્રિએટર સમુદાયને પણ અમારા નિર્ણય વિશે જાણ કરીશું.” પ્લેબોયમાંથી મિયા ખલીફાની ચેનલને હટાવી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

  ‘Playboy’ એકલું નથી મિયા ખલીફાને હાંકી કાઢવામાં

  મિયા ખલીફાને માત્ર ‘playboy’ મૅગેઝિનમાંથી જ હાંકી કાઢવામાં નથી આવી પણ આ પહેલાં કેનેડિયન બ્રોડકાસ્ટ અને રેડિયો હોસ્ટ ટોડ શાપિરોએ પણ તેને નોકરીમાંથી કાઢી મૂકી હતી. તેમણે X હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું કે, “આ ખૂબ જ ભયાનક ટ્વિટ છે મિયા ખલીફા. તમને તાત્કાલિક પ્રભાવથી કાઢી નાખવામાં આવ્યાં એવું સમજો. એકદમ ધૃણાસ્પદ, નફરતથી પરે. એ તથ્ય છે કે તમે મોત, બળાત્કાર, મારપીટ અને બંધક બનાવવાની ઘટનાઓને અવગણી રહ્યાં છો, જે હકીકત ખરેખર ધૃણાસ્પદ છે.”

  તેમણે કહ્યું કે, “માણસો તરીકે આપણે એકસાથે આવવાની જરૂર છે, ખાસ કરીને દુર્ઘટના સમયે. હું તમારા માટે પ્રાથના કરું છું. જોકે, તે સ્પષ્ટ લાગે છે કે તમારા માટે ઘણું મોડું થઈ ગયું છે.” શાપિરોએ તેમની પોસ્ટમાં મિયાની ટ્વિટનો ઉલ્લેખ કર્યો છે. તેમ મિયાએ હમાસના આતંકીઓને ‘પેલેસ્ટાઇનમાં સ્વતંત્રતા સેનાની’ તરીકે ઓળખાવ્યા છે.

  રસપ્રદ વાત એ છે કે, નોકરીમાંથી કાઢી મૂકાયા પછી કોઈનું નામ લીધા વિના મિયાએ શાપિરોના જવાબમાં ટ્વિટ કર્યું, “હું કહીશ કે પેલેસ્ટાઇનને સમર્થન આપીને મેં કમાણી કરવાની ઘણી તકો ગુમાવી છે. જોકે, હું મારી જાત પર વધુ ગુસ્સે છું કારણ કે મેં ક્યારેય ધ્યાન ન આપ્યું કે હું યહૂદીઓ સાથે કામ કરી રહી છું.”

  ટ્વિટ સ્ક્રીનશોટ

  મિયા ખલીફાએ શાપિરોની કંપનીને ‘શિ*ટ’ અને ઘટિયા કહી હતી અને સાથે જ ‘ફ્રી પેલેસ્ટાઇન’ના નારા પણ લગાવ્યા.

  મિયા ખલીફા એક લેબનીઝ-અમેરિકન પોર્ન સ્ટાર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તે હમાસને સમર્થન આપનાર દેશ લેબનોનમાં જન્મી હતી. જ્યારે લેબનોનના શિયા ઈસ્લામિક આતંકવાદી જૂથ હિજબુલ્લાએ ઇઝરાયેલ સામેના યુદ્ધમાં હમાસ સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

  હિજબુલ્લાને જવાબ આપતા ઇઝરાયેલે તે આતંકી સંગઠનને ચેતવણી આપી છે કે તે IDF સાથે ખેલ ન કરે અન્યથા ગંભીર પરિણામો ભોગવવાં પડશે. બીજી તરફ અમેરિકાએ પણ લેબનીઝ આતંકવાદી સંગઠનને ઇઝરાયેલ વિરુદ્ધ નવો મોરચો ન ખોલવાની ચેતવણી આપી છે.

  હમાસ દ્વારા ઇઝરાયેલી પ્રદેશ પર આતંકી હુમલાઓ શરૂ કરવામાં આવ્યા ત્યારથી મિયા ખલીફા ખૂબ જ સક્રિય છે. 7 ઓક્ટોબરે જ તેને X પર પોસ્ટ કરતાં દાવો કર્યો કે જે કોઈપણ પેલેસ્ટાઇનની તરફેણમાં નથી તે ઇતિહાસની ખોટી બાજુ પર છે. લોકોએ તેનો યોગ્ય જવાબ આપતાં કહ્યું કે, મિયા પોર્ન સ્ટાર છે અને તેને ઓછામાં ઓછી ‘નૈતિકતા’ વિશે જ્ઞાન આપવાની જરૂર નથી. એ પણ નોંધનીય છે કે પોર્ન ફિલ્મોમાં કામ કરવાને કારણે ખલીફા પોતાના દેશ લેબનોન પરત જઈ શકતી નથી

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં