જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એટલે કે JNUમાં ‘બિરસા આંબેડકર ફુલે સ્ટુડન્ટ એસોસિયેશન’ (BAPSA) નામના એક ‘વિદ્યાર્થી’ સંગઠને જાહેરમાં વિરોધ પ્રદર્શન કરીને હિંદુવિરોધી (Anti Hindu) નારા (Slogans) લગાવ્યા છે. હિંદુ સમાજના વિવિધ વર્ગો માટે અપમાનજનક અને ઘૃણાસ્પદ નારાઓ લગાવ્યા હોવાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં સાંભળી શકાય છે કે, ટોળે વળેલા ‘વિદ્યાર્થીઓ’ હિંદુવિરોધી હિંસાની વકાલત કરી રહ્યા છે અને હિંદુઓમાં કથિત સવર્ણ ગણાતા બ્રાહ્મણો, વૈશ્ય અને ક્ષત્રિયોનું અપમાન કરી રહ્યા છે.
વિરોધ પ્રદર્શનના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં JNU મહાસચિવ પ્રિયાંશી આર્યા સહિતના અનેક પ્રદર્શનકારીઓ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરે જેવા હિંદુ સમાજના મુખ્ય સમુદાયો વિરુદ્ધ નારા લગાવતા જોવા મળ્યા છે. નારામાં ન માત્ર આ સમુદાયો વિરુદ્ધ હિંસાની વકાલત કરવામાં આવી રહી છે, પરંતુ આ સમુદાયોને અમાનવીય અને ‘આતંકવાદી’ પણ ગણાવવામાં આવી રહ્યા છે. આ વિડીયો વાયરલ થયા બાદ હિંદુ સમાજમાં વ્યાપક રોષ ફેલાયો છે.
‘તિલક, તરાજુ ઔર તલવાર, ઇનકો મારો જૂતે ચાર’ જેવા લગાવ્યા નારા
વિરોધ પ્રદર્શન દરમિયાન લાગી રહેલા નારાઓમાંથી એક નારો હતો ‘તિલક, તરાજુ ઔર તલવાર, ઇનકો મારો જૂતે ચાર. બ્રાહ્મણ આતંકવાદી હૈ.” આ નારાઓમાં હિંદુ સમાજના મુખ્ય સમુદાયો વિશે અપમાનજનક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અન્ય એક વિડીયોમાં પ્રદર્શનકારીઓ કહેતા સંભળાય છે કે, “બ્રાહ્મણ, બનિયા, ઠાકુર ચોર, બાકી સારે DS4 (દલિત શોષિત સમાજ સંઘર્ષ સમિતિ).” આ ઘટનાને લઈને દલીલ આપવામાં આવી રહી છે કે, શું દેશની એક મોટી વસ્તીના મહત્વપૂર્ણ સમુદાયો વિરુદ્ધ હિંસા ભડકાવનારા આવા નારા અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ આવે છે કે કેમ.
She's the JNU Student Union General Secretary, raising anti-Hindu/Brahmin slogans like "Tilak, Tarazu aur Talwar, inko maro jute chaar. Brahmine are terr*rists".
— Mr Sinha (@MrSinha_) March 15, 2025
This is clearly a call for violence against Brahmins, Kshatriyas, Baniyas etc Hindu community.
How long will we… pic.twitter.com/LboPRivXcK
કથિત રીતે આ વિરોધ પ્રદર્શન BAPSA અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વામપંથી વિદ્યાર્થી સંગઠન ‘ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિયેશન’ (AISA) વચ્ચેના આંતરિક મતભેદના કારણે આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં કારણ વગર દેશના મહત્વપૂર્ણ સમુદાયો પર અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી છે.
આર્યાએ વિરોધ પ્રદર્શન બાદ આપેલા એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું છે કે, AISA અને BAPSA વચ્ચેના મતભેદો બાદ તેણે એક બેઠક બોલાવી હતી. મતભેદોને ઉકેલવામાં અસમર્થ આર્યાએ દાવો કર્યો કે, AISAના એક સભ્ય, જે ઠાકુર છે, તેણે તેમના સંગઠન વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. જે બાદ તેમણે પણ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
JNU छात्र नेता Priyanshi Arya ने बताया BAPSA के आंदोलन का कारण !! पूरा वीडियो नेशनल चौपाल Youtube पर @priyanshiaryaaa @BAPSA_JNU pic.twitter.com/pVsPgZnl6Y
— National Chaupal (@NationalChaupal) March 13, 2025
જોકે, મતભેદ બે વામપંથી સંગઠનો વચ્ચે હતો, તેમ છતાં BAPSAએ AISAના મૂળમાં માઓવાદી વિચારધારાને ઉજાગર કરવાના બદલે હિંદુઓને રાક્ષસ ગણવવાની તક શોધી લીધી છે.
JNU- હિંદુફોબિયાનો ગઢ, જ્યાં હિંદુવિરોધી નારા સામાન્ય બાબત છે
નોંધવા જેવું છે કે, આ કોઈ પહેલી ઘટના નથી, જેના કારણે વામપંથી ગઢ JNU હિંદુફોબિયાના કારણે ચર્ચામાં આવી હોય. વર્ષોથી JNUમાં હિંદુઓના વિરોધમાં આવી ઘટનાઓ બનતી રહી છે. આ પહેલાં 2024માં JNUના વિદ્યાર્થીઓ દ્વારા ‘મિલે ફુલે-કાંશીરામ, હવા મે ઉડ ગયે જય શ્રીરામ’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા, જેના વિડીયો પણ વાયરલ થયા હતા. તે સિવાય તૂરહી અને ઢોલના અવાજ વચ્ચે ‘બ્રાહ્મણવાદ સે આઝાદી’ અને ‘ફ્રી પેલેસ્ટાઇન’ જેવા નારા પણ લાગ્યા હોવાની ઘટનાઓ સામે આવી હતી.
સાથે એ પણ નોંધવા જેવું છે કે, 1990ના દાયકામાં (1993) જ્યારે સપા -બસપાએ ભાજપ વિરુદ્ધ ગઠબંધન કર્યું હતું, ત્યારે બંને પક્ષોના સમર્થકોએ નારા લગાવ્યા હતા કે, ‘મિલે મુલાયમ-કાંશીરામ, હવા મે ઉડ ગયે જય શ્રીરામ’. તે સિવાય એવા વિડીયો પણ વાયરલ થયા હતા, જેમાં JNUની અંદર ‘આઝાદી, આઝાદી’ના નારા લગાવવામાં આવી રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ અપમાનજનક શબ્દો બોલવામાં આવી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ એ જ JNU છે, જ્યાં સંસદ પર હુમલો કરનારા આતંકવાદીના સમર્થનમાં ‘અફઝલ, હમ શર્મિંદા હૈ, તેરે કાતિલ જિંદા હૈ’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. તે સિવાય યુનિવર્સિટીમાં ભારતના સર્વભૌમત્વ અને અખંડિતતા સામે પણ પડકાર ફેંકવામાં આવ્યો હતો અને ‘ભારત તેરે ટુકડે હોંગે, ઇનશાલ્લાહ.. ઇનશાલ્લાહ’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા.