Monday, March 24, 2025
More
    હોમપેજદુનિયાઅમેરિકન જજ સામે 'ખાલિસ્તાની શીખો જોખમમાં'ના રડ્યા રોદણાં, ભારતના ખાલિસ્તાની નેતાએ પણ...

    અમેરિકન જજ સામે ‘ખાલિસ્તાની શીખો જોખમમાં’ના રડ્યા રોદણાં, ભારતના ખાલિસ્તાની નેતાએ પણ મદદના નામે મારી ‘લાત’: આખરે અપમાનિત કરીને USથી કાઢી મૂકાયા

    વિદેશ જવા માંગતા શીખ યુવાનોની મોટી સંખ્યા ઘણા મોટા નેતાઓ અથવા આવી કોઈ માન્ય સંસ્થા પાસેથી જુલમનું ખોટું પ્રમાણપત્ર બનાવે છે. મોટાભાગના કિસ્સાઓમાં પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે કે વ્યક્તિનો ભોગ બનવાની સંભાવના છે કારણ કે તે કથિત રીતે ખાલિસ્તાનને ટેકો આપે છે.

    - Advertisement -

    ખાલિસ્તાની (Khalistani) હોવાના બહાને અમેરિકામાં આશ્રય માંગનારા લોકોના કેસની સુનાવણી કરવાનો ન્યાયાધીશોએ (American Judges) ઇનકાર કર્યો હતો. અમેરિકા ગયેલા આ ઘુસણખોરોને (intruders) બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. જે લોકો ખાલિસ્તાનના નામે આશ્રય લેવાની વાત કરી રહ્યા હતા, તેમને ભારતમાં પીડિત હોવાના પ્રમાણપત્રો આપનારા નેતાઓએ તેમને ટેકો પણ ના આપ્યો. અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવેલા એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આવી જ આપવીતી લખી છે અને લોકોને છેતરપિંડી દ્વારા અમેરિકા ન જવાની ચેતવણી આપી છે.

    ખાલિસ્તાન પર સતત બોલતા પુનિત સાહનીએ આ પોસ્ટ શેર કરી છે. આ શીખે લખ્યું, “ભાઈઓ, મને ડિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગઈકાલે કોર્ટમાં મારી સુનાવણી હતી. ન્યાયાધીશે મને કહ્યું કે તમને આગામી બે ફ્લાઇટમાં પાછા મોકલી દેવામાં આવશે. આ મારી છેલ્લી પોસ્ટ છે, હું આ એકાઉન્ટ બંધ કરીશ જેથી મને ભારતમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.”

    આ પછી તેમણે ખાલિસ્તાન વિશે વાત કરી. તેમણે લખ્યું, “જજે પૂછ્યું, ભારતમાં તમને કયા ખતરાનો સામનો કરવો પડે છે? અમે કહ્યું કે અમે ખાલિસ્તાનને ટેકો આપીએ છીએ અને ભારત અમારા પર જુલમ કરે છે. પણ ન્યાયાધીશે કહ્યું, તમારા ખાલિસ્તાની નેતાઓ ત્યાં ચૂંટણી જીતી રહ્યા છે અને સાંસદ બની રહ્યા છે – તેમણે સિમરનજીત માન અને ભાઈ અમૃતપાલનો ઉલ્લેખ કર્યો.”

    - Advertisement -

    જે ખાલિસ્તાની નેતાએ આપ્યો હતો પત્ર, તેમણે જે હાથ પાછા હટાવ્યા

    તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે અમેરિકન સરકારે સાંસદ સિમરનજીત સિંહને પણ ફોન કર્યો હતો. સિમરનજીત સિંહે જ તેમને પત્ર લખી આપ્યો હતો કે અમેરિકામાં આશ્રય માંગનારા યુવાનોને ખાલિસ્તાનને ટેકો આપવા બદલ ભારતમાં ત્રાસ આપવામાં આવે છે. સિમરનજીત સિંહે ન્યાયાધીશના કોલમાં સંપૂર્ણપણે ઇનકાર કર્યો અને કહ્યું કે તેમના લોકો ભારતમાં કોઈ ખતરોનો સામનો કરી રહ્યા નથી.

    અમેરિકાથી દેશનિકાલ કરાયેલા વ્યક્તિએ કહ્યું, “મને મારા વકીલે ખાલિસ્તાન વિશે વાત કરવાનું કહ્યું હતું. જ્યારે મને ખાલિસ્તાન સાથે કોઈ લેવાદેવા નહોતી. ન્યાયાધીશે મને કહ્યું, તમારો કેસ બનાવટી છે. તમે કોર્ટને ખોટી માહિતી આપી. તમારા વકીલની સલાહ પર, તમે ખાલિસ્તાન પ્રદર્શનોમાં ફોટોગ્રાફી કરાવવા ગયા હતા, ભલે ભારતમાં હવે આવી કોઈ ચળવળ નથી.”

    ‘ખાલિસ્તાનનું નામ આપીને ના આવો’- અન્ય લોકોને આપી ચેતવણી

    અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા માણસે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાની યોજના બનાવી રહેલા લોકોને ચેતવણી આપી, “ભાઈઓ, હવે કોર્ટ અને ન્યાયાધીશો ખૂબ કડક થઈ ગયા છે અને જેમણે તમને આ આશ્રય પત્રો વેચ્યા હતા તેઓ પણ હવે તમારું સાંભળતા નથી. આ ખરીદેલો પત્ર હવે ઉપયોગી નથી.”

    ઉલ્લેખનીય છે કે વિદેશ જવા માંગતા શીખ યુવાનોની મોટી સંખ્યા ઘણા મોટા નેતાઓ અથવા આવી કોઈ માન્ય સંસ્થા પાસેથી જુલમનું ખોટું પ્રમાણપત્ર બનાવે છે. મોટાભાગના કિસ્સાઓમાં પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે કે વ્યક્તિનો ભોગ બનવાની સંભાવના છે કારણ કે તે કથિત રીતે ખાલિસ્તાનને ટેકો આપે છે.

    આ લોકો, મોટાભાગના કિસ્સાઓમાં, આ પત્રના આધારે યુરોપ, અમેરિકા અથવા કેનેડા વગેરેમાં આશ્રય માંગે છે. તેઓ આ દેશોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે છે. ખાલિસ્તાન સમર્થક અને ભૂતપૂર્વ સાંસદ સિમરનજીત સિંઘ માને પોતે સ્વીકાર્યું છે કે તેઓ પૈસા લઈને આવા પત્રો આપતા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં