Saturday, October 5, 2024
More
    હોમપેજદેશકેરળના મુસ્લિમ નેતાએ કરી 'અલગ માલાબાર રાજ્ય'ની વકાલત: મુસ્લિમો વર્ષોથી કરી રહ્યા...

    કેરળના મુસ્લિમ નેતાએ કરી ‘અલગ માલાબાર રાજ્ય’ની વકાલત: મુસ્લિમો વર્ષોથી કરી રહ્યા છે માંગણી, ભાજપે કહ્યું- કેરળને વિભાજિત કરનારા દરેક પગલાંનો થશે વિરોધ

    કેરળ ભાજપ પ્રમુખ કે. સુરેન્દ્રને કહ્યું કે, "જે કોઈપણ એવું માને છે કે, પોપ્યુલર ફ્રન્ટ પર પ્રતિબંધ લગાવવાથી કેરળમાં ચરમપંથી તાકતો ખતમ થઈ ગઈ છે, તો તે વહેમ છે. કેરળના વિભાજનની માંગ કરનારા SYS નેતા મુસ્તફા મુંડુપારાનો દુઃસાહસ, સાથે પિનરાઈ વિજયન અને વીએસ થેસનનું મૌન, કઠોર વાસ્તવિકતા ઉજાગર કરે છે."

    - Advertisement -

    કેરળના સુન્ની યુવજન સંગમના (SYS) મુસ્લિમ નેતાએ ‘અલગ માલાબાર રાજ્ય’ની વકાલત કરીને એક નવા વિવાદને જન્મ આપ્યો છે. કેરળના SYS નેતા મુસ્તફા મુંડુપરાએ ‘અલગ માલાબાર રાજ્ય’ની વિચારધારાની વકાલત કરી છે. વર્ષોથી મુસ્લિમો આ અલગ મુસ્લિમ બાહુલ્ય માલાબાર રાજ્યની માંગણી કરતાં આવ્યા છે. તેમની માંગણી છે કે, કેરળ રાજ્યને વિભાજિત કરીને તેમાંથી અલગ માલાબાર રાજ્ય બનાવવામાં આવે, જે મુસ્લિમ બાહુલ્ય રાજ્ય હશે. કારણ કે, આ વિસ્તારમાં મુસ્લિમો બહુમતી ધરાવે છે. બીજી તરફ ભાજપે મુસ્તફા મુંડુપરાના આવા નિવેદનની ટીકા કરી છે.

    સોમવારે (24 જૂન, 2024) કેરળના માલાબાર વિસ્તારમાં ધોરણ 11માં સીટોની અછતના મુદ્દે આયોજિત એક વિરોધ પ્રદર્શનમાં SYS નેતા મુસ્તફા મુંડુપરાએ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, “દક્ષિણી માલાબારના લોકો સમાન ટેક્સ ચૂકવે છે તો તેમને સમાન સુવિધાઓ મળવી જોઈએ. જ્યારે અમે દક્ષિણી કેરળ અને માલાબાર જેવા અન્યાયને જોઈએ છીએ, ત્યારે કોઈપણ વિસ્તારમાંથી માંગ આવે કે, અલગ માલાબાર રાજ્ય જોઈએ છે. ત્યારે આપણે તેને દોષ આપી શકતા નથી.”

    તેમણે વધુમાં કહ્યું કે, “જો માલાબાર વિસ્તારના લોકો દક્ષિણી કેરળના લોકો જેટલો જ ટેક્સ ચૂકવે છે તો અમને અહીં પણ સુવિધાઓ આપવી જ જોઈએ. તેને અલગતાવાદ કહેવાનો કોઈ અર્થ નથી. જો માલાબાર રાજ્ય હશે તો દેશમાં શું થઈ જશે.” મુસ્લિમ નેતાની આ ટિપ્પણી અને અલગ રાજ્યની વકાલતના કારણે હવે આ વિવાદે તૂત પકડયું છે. કેરળ ભાજપે પણ આ મુદ્દે આકરા પ્રહાર કર્યા છે.

    - Advertisement -

    ભાજપે કર્યો પલટવાર

    ભાજપે મુસ્તફા મુંડુપારાની આ વિવાદિત ટિપ્પણી પર પલટવાર કરતાં કહ્યું છે કે, પાર્ટી કેરળને વિભાજિત કરનારા દરેક પગલાંનો વિરોધ કરશે. કેરળ ભાજપ પ્રમુખ કે. સુરેન્દ્રને કહ્યું કે, “જે કોઈપણ એવું માને છે કે, પોપ્યુલર ફ્રન્ટ પર પ્રતિબંધ લગાવવાથી કેરળમાં ચરમપંથી તાકતો ખતમ થઈ ગઈ છે, તો તે વહેમ છે. કેરળના વિભાજનની માંગ કરનારા SYS નેતા મુસ્તફા મુંડુપારાનું દુઃસાહસ, સાથે પિનરાઈ વિજયન અને વીએસ થેસનનું મૌન, કઠોર વાસ્તવિકતા ઉજાગર કરે છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “કેરળમાં કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટીઓ ઘૂંટણીએ પડી ગઈ છે, વોટ માટે નિર્લજ્જતાથી રાષ્ટ્રીય અખંડિતતા સાથે સોદો કરી રહી છે. આ રાજકીય સંસ્થાઓ આપણાં દેશમાંથી અલગતવાદી તાકતોને ખતમ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતૂટ મિશન માટેના સૌથી મોટા અવરોધો છે. ભાજપ કેરળને વિભાજિત કરનારા દરેક પગલાં વિરુદ્ધ મક્કમતાથી લડશે.”

    નોંધનીય છે કે, કોંગ્રેસ પાર્ટી, KSU અને મુસ્લિમ લીગના વિદ્યાર્થી સંગઠનો માલાબાર ક્ષેત્રમાં ધોરણ 11 માટે વધુ બેઠકોની માંગ કરી રહ્યા છે. માલાબાર પ્રદેશમાં પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

    મુસ્લિમો વર્ષોથી કરી રહ્યા છે માંગણી

    ઉલ્લેખનીય છે કે, કેરળને વિભાજિત કરીને માલાબાર રાજ્યની માંગણી આજકાલની નથી, પરંતુ વર્ષોથી મુસ્લિમો દ્વારા આવી માંગણીઓ કરવામાં આવી રહી છે. માલાબાર વિસ્તારમાં મુસ્લિમ સમુદાય મોટી સંખ્યામાં રહે છે, તેથી તેને અલગ રાજ્ય આપવાની માંગણી વારંવાર મુસ્લિમોએ કરી છે. આ પહેલાં કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન ‘ધ સમસ્તા કેરલા સુન્ની સ્ટુડન્ટ ફેડરેશન’ (SKSSF) દ્વારા આવી જ માંગણી કરવામાં આવી હતી.

    તેમણે માંગ કરી હતી કે, કેરળથી અલગ કરીને એક નવું મુસ્લિમ બાહુલ્ય ‘માલાબાર રાજ્ય’ હોવું જોઈએ. SKSSFના મુખપત્ર સત્યધારાના સંપાદક અનવર સાદીક ફૈસીએ આ માંગણીની શરૂઆત કરી હતી. ત્યારબાદ કટ્ટરપંથી ઇસ્લામી સંગઠનોએ ભારે હોબાળો કર્યો હતો અને તેમની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો ‘તેલંગાણાની જેમ’ આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં