Saturday, November 2, 2024
More
    હોમપેજરાજકારણ‘દિવાળી પર 2 જ કલાક ફોડી શકાશે ફટાકડા, તેમાં પણ નિયંત્રણો’: કર્ણાટકની...

    ‘દિવાળી પર 2 જ કલાક ફોડી શકાશે ફટાકડા, તેમાં પણ નિયંત્રણો’: કર્ણાટકની કોંગ્રેસ સરકારનો આદેશ: ભાજપે કહ્યું- માત્ર હિંદુ તહેવારો જ કેમ દેખાય છે?

    ભાજપે કર્ણાટક સરકારના આ પગલાંની ટીકા કરી છે. આ ઉપરાંત ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવારોમાં જ આવા પ્રતિબંધો અને નિયંત્રણો લગાવવાનો આરોપ પણ લગાવ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કર્ણાટક સરકારની ટીકા કરી છે.

    - Advertisement -

    કર્ણાટકની કોંગ્રેસ સરકારે (Karnataka Government) શનિવારે દિવાળી પહેલાં ફટાકડાના (Firecrackers) ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિવાળી પર ફટાકડા ફોડવા માટેનો સમય રાત્રે 8થી 10 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. એટલે માત્ર બે કલાક ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવશે અને આ સમય દરમિયાન પણ ઇકો ફ્રેન્ડલી ફટાકડા (Eco friendly crackers) જ ફોડી શકાશે. કર્ણાટક સરકારના આ નિર્ણયનો ભાજપે (BJP) વિરોધ કર્યો છે. ભાજપે કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર પર માત્ર હિંદુ તહેવારોને જ ટાર્ગેટ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

    સરકારી આદેશ મુજબ, કર્ણાટકમાં દિવાળીના તહેવારને લઈને માત્ર બે કલાક ઇકો ફ્રેન્ડલી ફટાકડા જ ફોડી શકાશે અને તે પણ માત્ર 125 ડેસિબલની ધ્વનિ સીમા સાથે. 125 ડેસિબલથી વધુ અવાજ કરતા ફટાકડા રાજ્યમાં ફોડી શકાશે નહીં. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તમામ જિલ્લાના ડેપ્યુટી કમિશનરો સાથે બેઠક કર્યા બાદ મીડિયાને આ અંગેની માહિતી આપી હતી. સાથે જણાવવામાં આવ્યું છે કે પ્રશાસનને આ નિયમનો કડક અમલ કરાવવા માટે સૂચના પણ આપવામાં આવી છે.

    ભાજપે કરી ટીકા, હિંદુ તહેવારોને જ ટાર્ગેટ કરતાં હોવાનો આરોપ

    ભાજપે કર્ણાટક સરકારના આ પગલાંની ટીકા કરી છે. આ ઉપરાંત ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવારોમાં જ આવા પ્રતિબંધો અને નિયંત્રણો લગાવવાનો આરોપ પણ લગાવ્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કર્ણાટક સરકારની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, જે લોકો ફટાકડા ફોડવા માંગે જ છે, તેઓ પ્રતિબંધો અને નિયંત્રણો હોવા છતાં પણ ફોડશે જ. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસને માત્ર હિંદુ ધર્મના તહેવારો જ દેખાય છે.

    - Advertisement -

    જોશીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું છે કે, “જ્યારે ડીજે વગાડવા, ગણેશ પંડાલોમાં પ્રસાદ માટે FSSAI સર્ટિફિકેટ મેળવવા અથવા તો ગણેશ વિસર્જનના સમય પર નિયંત્રણ મૂકવાની વાત આવે તો તેના પર તરત જ પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. તે દરમિયાન જ મસ્જિદોમાં 5 વાગ્યાથી નમાજ શરૂ કરી દેવામાં આવે છે, તેમ છતાં ત્યાં આવા પ્રતિબંધો લાગુ નથી થતા. આ નિયમો માત્ર હિંદુ તહેવારોને ટાર્ગેટ કરે છે. આદેશ માત્ર કાગળ પર લખવામાં આવેલા શબ્દ છે. જે લોકો ફટાકડા ફોડવા માટે દ્રઢ છે, તે ફોડશે જ.”

    બીજી તરફ, કર્ણાટક સરકારના એક મંત્રીએ એમ કહીને બચાવ કર્યો હતો કે સરકારનો આદેશ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનને અનુરૂપ જ છે અને ઇકોફ્રેન્ડલી ફટડકાના કારણે પ્રદૂષણ ઓછું થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કર્ણાટક સરકાર પર ઘણી વખત હિંદુ તહેવારો પર નિયંત્રણો લાદવાના આરોપ લાગી ચૂક્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં