Saturday, October 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજિમ કોર્બેટમાં પણ ‘ઘૂસણખોરી’: જંગલમાં બંધાઈ ગઈ અનેક મઝાર, ટૂર ઓપરેટરે કહ્યું-...

    જિમ કોર્બેટમાં પણ ‘ઘૂસણખોરી’: જંગલમાં બંધાઈ ગઈ અનેક મઝાર, ટૂર ઓપરેટરે કહ્યું- મુસ્લિમોનો અહીં દબદબો

    જિમ કોર્બેટના એક ટૂર ઓપરેટરે આ વિસ્તારમાં મુસ્લિમોએ સારો એવો કારોબાર જમાવી લીધો હોવાનું જણાવ્યું હતું.

    - Advertisement -

    ઉત્તરાખંડના દહેરાદૂન ક્ષેત્રમાં ગેરકાયદેસર મઝારો મામલે થોડા સમય પહેલાં રિપોર્ટ પ્રકાશિત કર્યા બાદ અમે આ જ પ્રદેશના અન્ય એક વિસ્તાર રામનગરની મુલાકાત લીધી હતી. અહીં વન્ય જીવો માટેનો જિમ કોર્બેટ નેશનલ પાર્ક સૌથી પ્રખ્યાત સ્થળ છે, જ્યાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ જગ્યા પણ ગેરકાયદેસર મઝારોથી મુક્ત થઇ શકી નથી. 

    રામનગર-રાનીખેત રસ્તા પર પાકી મઝાર 

    અમે આ મુલાકાત જૂન 2022માં લીધી હતી. ખાનગી વાહન મારફતે અમે દિલ્હીથી મોરાદાબાદના રસ્તે રામનગર પહોંચ્યા હતા. રામનગર બજારથી રાનીખેત રોડ પર આગળ જતાં વચ્ચે વચ્ચે જંગલી જાનવરોથી સાવધાનીના બોર્ડ દેખાવા માંડ્યાં. જંગલ વચ્ચેથી પસાર થતા રસ્તા પર લગભગ પાંચ કિલોમીટર આગળ ગયા બાદ એક જગ્યાએ રસ્તા પર વળાંક દેખાયો. જ્યાં એક મોટી મઝાર બની હતી અને જેને એક ઘર જેવા આકારથી કવર કરવામાં આવી હતી. અમે મઝારના કોઈ સંરક્ષક સાથે વાત કરવાના પ્રયત્નો કર્યા પરંતુ ત્યાં સ્થળ પર કોઈ હાજર ન હતું. 

    - Advertisement -

    આ મઝાર પર એક મોટું પોસ્ટર લાગ્યું હતું જેની સૌથી ઉપર ‘786’ લખવામાં આવ્યું હતું. જેની નીચે લખવામાં આવ્યું હતું, ‘ભૂરે શાહ હેર અલી જુલ્ફકાર દાદમિયાં કા ઉર્સ.’ પોસ્ટરમાં ઉર્સમાં વધુમાં વધુ લોકોને સામેલ કરવાની અપીલ કરવામાં આવી હતી. 

    મુખ્ય રસ્તાની બાજુમાં જ મઝાર

    ઝીરના વિસ્તારમાં પ્રતિબંધિત ક્ષેત્રમાં મઝાર 

    ઑપઇન્ડિયાની ટીમે બીજા દિવસે જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં પ્રવેશ કર્યો. અહીં વાઘ, દીપડા, હાથી, હરણ જેવાં વન્ય પ્રાણીઓ સારી એવી સંખ્યામાં જોવા મળે છે. પાર્કમાં એન્ટ્રી ગેટની અંદર કોઈને પણ રહેવાની પરવાનગી આપવામાં આવતી નથી. અંદર માત્ર વિનવિભાગના લોકો જ આવનજાવન કરી શકે છે. અમે નેશનલ પાર્કના ઝિરના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. લગભગ 1 કિલોમીટરના અંતરે અમને વધુ એક મઝાર દેખાઈ. આ મઝાર રસ્તાની બરાબર બાજુમાં બનાવવામાં આવી છે. જેની ઉપર રંગરોગાન પણ કરવામાં આવ્યું હતું અને ચાદર પણ ચડાવવામાં આવી હતી. આ જગ્યાએ અમારા ગાઈડે વાહનમાંથી નીચે ઉતરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી કારણ કે, તે વિસ્તાર વાઘનું ક્ષેત્ર માનવામાં આવે છે. આ સમયે મનમાં એ પણ પ્રશ્ન થયો કે તો પછી આ મઝારનું રંગરોગાન કોણ કરતું હશે? 

    નો મેન્સ લેન્ડમાં પણ બની મઝાર

    આ મઝાર વિશે અમે અમારા ગાઈડ અને ડ્રાઈવરને પૂછ્યું તો તેઓ પણ તેના ઇતિહાસ વિશે જણાવી ન શક્યા. સૌથી આશ્ચર્યની વાત એ હતી કે મઝારની નીચે વ્યવસ્થિત પથ્થરોને સેટ કરવામાં આવ્યા હતા અને તેની ઉપર કોઈએ ચાદર પણ ચડાવી હતી. 

    ગીચ જંગલમાં પણ વચ્ચે જોવા મળી મઝાર 

    જંગલમાં લગભગ 45 મિનિટ અંદર જતાં જ્યારે દૂર-દૂર માત્ર વનવિભાગની ચોકીઓના ટાવરો જ દેખાઈ રહ્યા હતા ત્યારે વધુ એક મઝાર જોવા મળી. અમારા ગાઈડ જણાવ્યું કે આ સ્થળ વાઘનો સૌથી સઘન વિસ્તાર માનવામાં આવે છે. ત્યાં કેટલાંક હરણ પણ દેખાયાં. કેટલાક અંતરે એક દીપડો પણ રસ્તો પસાર કરતો જોવા મળ્યો. આવામાં આવા સ્થળે કોઈ મઝારનું હોવું મારી સાથે સફારી કરવા આવેલા અન્ય લોકોને પણ અજુગતું લાગ્યું હતું. 

    ગીચ જંગલમાં મઝાર

    અમે જિમ કોર્બેટ પાર્કના બાકીના જીપ ચાલકો પાસેથી પણ આ મઝારો વિશે જાણવાના પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ પણ જણાવી શક્યા ન હતા. જોકે, સ્થિતિ જોતાં આ મઝાર પર લોકોનું આવનજાવન ઓછું થતું હશે તેમ લાગ્યું. તેની દેખરેખ પણ કેટલાક દિવસોથી રાખવામાં નહીં આવી હોય તેમ લાગ્યું. જોકે, મઝાર પાકી સિમેન્ટથી બની હતી અને આસપાસનો એક મોટો વિસ્તાર પણ સિમેન્ટથી બનાવવામાં આવ્યો હતો. 

    મઝાર નજીક દોડતાં હરણ

    2011ની વસ્તીગણતરીના આંકડાઓ અનુસાર, નેનીતાલ જિલ્લામાં મુસ્લિમોની વસ્તી 12.65 ટકા છે. જ્યારે જિમ કોર્બેટ ક્ષેત્રના ટૂર ઓપરેટર રમેશે અમને જણાવ્યું કે અહીં મુસ્લિમ સમુદાયના લોકોએ સારો એવો કારોબાર જમાવી લીધો છે. જંગલ સફારી કરવા માટેના મોટાભાગનાં વાહનો મુસ્લિમ સમુદાયના લોકો પાસે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં