Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઇન્ફોર્મેશન ડિસ્પ્લે પર ‘જય શ્રીરામ’ લખેલો સુરત રેલવે સ્ટેશનનો વિડીયો વાયરલ, ભડક્યા...

    ઇન્ફોર્મેશન ડિસ્પ્લે પર ‘જય શ્રીરામ’ લખેલો સુરત રેલવે સ્ટેશનનો વિડીયો વાયરલ, ભડક્યા મુસ્લિમ યુઝરો, કહ્યું- રેલવે પણ હિંદુત્વવાદી બની ગયું

    ટ્વિટર હેન્ડલ @caster_wheel ધરાવતા યુઝરે આ વિડીયો શૅર કર્યો હતો. જેમાં એક રેલવે સ્ટેશન પર ટ્રેનની વિગતો દર્શાવતા બોર્ડની ઉપરની તરફ હિન્દીમાં ‘જય શ્રીરામ’ લખેલું જોવા મળે છે.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જે સુરત રેલવે સ્ટેશનનો હોવાનું કહેવાય છે. સ્ટેશન ઉપર લાગેલા ઇલેક્ટ્રોનિક બોર્ડ ઉપર ‘જય શ્રીરામ’ અને ‘ધર્મો રક્ષતિ રક્ષિત:’નાં સૂત્રો લખેલાં જોવા મળે છે. આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી છે. ઘણા લોકો આ નિર્ણય આવકારી રહ્યા છે તો કેટલાક યુઝરો ‘સંવિધાન ખતરે મેં હૈ’ની ફરિયાદો કરી રહ્યા છે. 

    શનિવારે (4 માર્ચ, 2023) ટ્વિટર હેન્ડલ @caster_wheel ધરાવતા યુઝરે આ વિડીયો શૅર કર્યો હતો. જેમાં સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનની વિગતો દર્શાવતા બોર્ડની ઉપરની તરફ હિન્દીમાં ‘જય શ્રીરામ’ લખેલું જોવા મળે છે. થોડી ક્ષણો પછી બહુ જાણીતો સંસ્કૃત શ્લોક ‘ધર્મો રક્ષિત રક્ષિત:’ (ધર્મની રક્ષા કરનારાઓની ધર્મ રક્ષા કરે છે.) લખાયેલો જોવા મળે છે. થોડા સમય બાદ ‘એક હી નારા, એક હી નામ, જય શ્રીરામ’ પણ લખાય છે. 

    ત્યારબાદ વિડીયો શૂટ કરનાર વ્યક્તિ સ્ટેશનની બહારનું દ્રશ્ય પણ બતાવે છે, જેમાં સુરત રેલવે સ્ટેશનનું નામ જોવા મળે છે. આ વિડીયો સ્ટેશનની બહાર લાગેલા ઇન્ફોર્મેશન બોર્ડનો છે. જોકે, તે ચોક્કસ કયા સમયે શૂટ કરવામાં આવ્યો અને કોણે શૂટ કર્યો તેની જાણકારી મળી શકી નથી. તેમજ ઑપઇન્ડિયા આ વિડીયો સુરતનો જ હોવાની સ્વતંત્ર પુષ્ટિ કરી શક્યું નથી.

    - Advertisement -

    ગઈકાલથી આ વિડીયો ટ્વિટર ઉપર ભરપૂર વાયરલ થઇ રહ્યો છે. જોકે, કેટલાક મુસ્લિમ ટ્વિટર યુઝરોને આ પસંદ આવ્યું ન હતું અને તેમણે નારાજગી વ્યક્ત કરી તો કોઈકે બંધારણનો ઉલ્લેખ કરીને કહ્યું કે શું બંધારણ તેની પરવાનગી આપે છે કે કેમ?

    ‘ધ જામિયા ટાઈમ્સ’ના પત્રકાર અહમદ ખાબીરે આ વિડીયો ટ્વિટ કર્યો અને સાથે લખ્યું કે શું ભારતનું બંધારણ આની પરવાનગી આપે છે કે કેમ અને શું આ કાયદેસર છે કે નહીં? 

    એક વ્યક્તિએ આ વિડીયોને લઈને રેલ મંત્રીને ટેગ કરીને ફરિયાદ કરી દીધી હતી. 

    મોહમ્મદ મુજીબુર રહેમાન નામના વ્યક્તિએ સુરત રેલવે સ્ટેશનનો આ વિડીયો પોસ્ટ કરીને કહ્યું કે હવે રેલવે પણ હિંદુત્વવાદી બની ગયું છે. 

    એક વ્યક્તિએ રેલવે વિભાગ પર હિંદુ-મુસ્લિમ કરવાનો આરોપ લગાવ્યો અને વેદના ઠાલવતાં કહ્યું કે ભારત હવે તથાકથિત હિંદુરાષ્ટ્ર બની ગયું છે. 

    યુથ કોંગ્રેસના પ્રવક્તા શાન ખાને આ વિડીયો ટ્વિટ કરીને તપાસની માંગ કરી અને દાવો કર્યો કે રેલવે પરિસરમાં કોઈ પણ પ્રકારની ધાર્મિક કે રાજકીય વિજ્ઞાપન સામગ્રી લગાવી શકાય નહીં. 

    જોકે, મુસ્લિમ યુઝરોએ આ સૂત્રોનો વિરોધ કરતાં અમુક નેટિઝન્સે જાહેર રસ્તા પર થતી નમાજ અને રેલવે સ્ટેશનો ઉપર બનાવાયેલી દરગાહ અને મજારોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ ભરૂચ અને ગોધરા જેવાં રેલવે સ્ટેશન પર દરગાહ, મજાર કે મસ્જિદ જેવાં મઝહબી બાંધકામો જોવા મળે છે. 

    વાયરલ વિડીયો અંગે સુરત રેલવે કે રેલવે વિભાગ દ્વારા હજુ સુધી કોઈ અધિકારીક પ્રતિક્રિયા આપવામાં આવી નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં