Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમમતા બેનર્જીના રાજમાં ગરીબ વ્યક્તિની માતાની લાશ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની મદદ કરવી...

    મમતા બેનર્જીના રાજમાં ગરીબ વ્યક્તિની માતાની લાશ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની મદદ કરવી ભારે પડી, જલપાઈગુડીના NGOના સંચાલક અંકુર દાસની ધરપકડ

    જલપાઈગુડી પોલીસે મળેલી ફરિયાદના આધાર પર 10 જાન્યુઆરી, 2023ના રોજ, જલપાઈગુડી કોતવાલી પોલીસે અંકુર દાસને ઝડપી લીધા અને તેની 8 કલાક સુધી પૂછપરછ કરી. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    બંગાળની પોલીસે જલપાઈગુડીના NGOના સંચાલક અંકુર દાસની ધરપકડ કરી છે. ધરપકડ થવા પાછળનું કારણ જાણીને કોઇપણ વ્યક્તિ ચોંકી જશે. વાસ્તવમાં અંકુર દાસ દ્વારા સંચાલિત એનજીઓએ એક વ્યક્તિને તેની માતાના મૃતદેહને તેના નિવાસ સ્થાને પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની મદદ કરી હતી. આ ઘટના ઘણી ચર્ચા અને વિવાદનો વિષય બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિની મદદ કરવામાં આવી હતી તેની પાસે પોતાની માતાનો મૃતદેહને હોસ્પિટલથી ઘરે પહોંચાડવા માટે એમ્બ્યુલન્સના પૈસા ન હતા.

    પૈસા ન હોવાને કરણે તે વ્યક્તિ માતાનો મૃતદેહ પોતાના ખભે લઈને જવા મજબુર થવું પડ્યું હતું. જે બાદ એનજીઓ સંચાલક દ્વારા તેમની મદદ કરવામાં આવી હતી. જે પછી જલપાઈગુડીના NGOના સંચાલક અંકુર દાસની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલામાં સ્થાનિક એમ્બ્યુલન્સ સંસ્થાના વડા દિલીપ દત્તાએ જલપાઈગુડીના NGOના સંચાલક અંકુર દાસની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં રાજ્ય સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરવાનો ષડયંત્રનો આરોપ લગાવવામાં આવ્યો છે.

    શું હતો સમગ્ર મામલો?

    વાસ્તવમાં રામ પ્રસાદ દીવાનની માતા લક્ષ્મીરાણી દીવાનને શ્વાસ લેવામાં તકલીફ હતી. જે બાદ તેમને જલપાઈગુડી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતા. રામ પ્રસાદ દીવાનની માતાનું મૃત્યું થયું હતું, જે બાદ તેઓ જલપાઈગુડી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સની મદદ માંગી હતી. પણ સંચાલકોએ સેવાનો લાભ લેવા માટે ₹3000 આપવા માટે કહેવામાં આવ્યું હતું. ખર્ચ કરવામાં અસમર્થ રામ અને તેમના પિતા જોય કૃષ્ણ દીવાન પાસે 72 વર્ષીય લક્ષ્મીરાણી દીવાનના મૃતદેહને તેમના ખભા પર લઈ જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. નાગરદંગી વિસ્તારમાં તેમના ઘરથી હોસ્પિટલ 50 કિલોમીટર દૂર હોવા છતાં આ ગરીબ પરિવાર આવું આકરું પગલું ભરવા મજબુર થયો હતો.

    - Advertisement -

    જલપાઈગુડીમાં સ્થાનિક એનજીઓ ચલાવતા અંકુર દાસ ગરીબ પિતા-પુત્રને મૃતદેહ લઈ જવા માટે સંઘર્ષ કરતા જોઈને ચોંકી ગયા હતા. તેમણે તરત જ દરમિયાનગીરી કરી અને તેમને એક શબવાહિની મેળવવા માટે મદદ કરી હતી. દરમિયાન આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ તરત જ, સ્થાનિક એમ્બ્યુલન્સ સંસ્થાના વડા દિલીપ દત્તા દ્વારા અંકુર દાસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    પોલીસે અંકુરને કસ્ટડીમાં મોકલી આપ્યા

    જલપાઈગુડી પોલીસે મળેલી ફરિયાદના આધાર પર 10 જાન્યુઆરી, 2023ના રોજ, જલપાઈગુડી કોતવાલી પોલીસે અંકુર દાસને ઝડપી લીધા અને તેની 8 કલાક સુધી પૂછપરછ કરી. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહી વિચારવા જેવી બાબત તે છે કે કોર્ટે કેસ ફ્ગવવાના બદલે સંચાલક અંકુર દાસને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. અંકુર દાસ સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 120b (ગુનાહિત કાવતરું) અને 34 (સામાન્ય હેતુ) અને 500 (બદનક્ષી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

    આ મામલે એસપી (જલપાઈગુડી બંગાળ) બિસ્વજિત મહતોએ જણાવ્યું હતું કે, “અંકુર દાસની ખાનગી એમ્બ્યુલન્સ ઓનર્સ એસોસિયેશનના સેક્રેટરી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીનો આરોપ છે કે તેણે કરેલી હરકતથી રાજ્યની સરકારની બદનામી થઈ છે.” રવિવારે (15 જાન્યુઆરી) અંકુર દાસને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને આ વખતે પોલીસે વધુ 5 દિવસની કસ્ટડી માંગી હતી. જો કે, અદાલતે રાહત આપી અને NGO હેડને વચગાળાના જામીન આપ્યા , જેનો એકમાત્ર ગુનો સંઘર્ષ કરી રહેલા પિતા-પુત્રને મદદ કરવાનો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં