Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘નૂપુર શર્માએ કંઈ ખોટું કહ્યું નથી’: ઇસ્લામિક સ્કૉલર અતીકુર રહેમાનનું નૂપુરને સમર્થન,...

    ‘નૂપુર શર્માએ કંઈ ખોટું કહ્યું નથી’: ઇસ્લામિક સ્કૉલર અતીકુર રહેમાનનું નૂપુરને સમર્થન, કહ્યું- મૌલવીઓ જણાવે કે નૂપુર ક્યાં ખોટાં હતાં

    ચર્ચા દરમિયાન ઈસ્લામિક વિદ્વાને એ પણ કહ્યું કે જો તેઓ નૂપુર શર્માને આમંત્રિત કરીને તેમની ખોટી માહિતીને સાચી કરી શકે તેટલા પણ સક્ષમ ન હોય તો ઇસ્લામના અનુયાયી તરીકે તેમને ટીવી ડિબેટમાં આવવાનો કોઈ અધિકાર નથી.

    - Advertisement -

    ઇસ્લામિક સ્કોલર અતીકુર રહેમાને ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનું સમર્થન કર્યું છે. અતીકુર રહેમાને કહ્યું કે નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ પર કરેલી ટિપ્પણીમાં કશું ખોટું ન હતું. તેમણે આ વાત ‘ઇન્ડિયા ન્યૂઝ’ પર પ્રદીપ ભંડારીના ડિબેટ શો દરમિયાન કહી હતી. આ સાથે તેણે સોશિયલ મીડિયા દ્વારા ફેલાયેલી નફરત અને ધમકીઓને લઈને પણ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, જોઈ કોઈને લાગતું હોય કે નૂપુરે ખોટું કહ્યું છે તો કોઈ વરિષ્ઠ ઇસ્લામિક મૌલવીએ સામે આવીને જણાવવું જોઈએ કે તેઓ ક્યાં ખોટાં હતાં.

    ચર્ચા દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના નેતા વિનોદ બંસલે ઇસ્લામવાદીઓ દ્વારા ઇસ્લામ પર સવાલ કરવાના વિરોધમાં આપવામાં આવતી હત્યાની ધમકીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં શોના હોસ્ટ પ્રદીપ ભંડારીએ કહ્યું કે ભારત એક ઉદાર લોકશાહી ધરાવતો દેશ છે. એવો કોઈ કટ્ટર ધાર્મિક દેશ નથી કે જ્યાં ધર્મની ટીકાનો અર્થ સખત સજા હોય.

    જે બાદ વિનોદ બંસલે કહ્યું, “હું અતીકુર રહેમાનના નિવેદનને સમર્થન આપું છું કે પયગંબર મોહમ્મદના જીવનની ચર્ચા થવી જોઈએ, કારણ કે તેમના જીવનમાંથી શીખવા જેવી ઘણી બાબતો છે. ભારત એક એવો દેશ છે, જ્યાં આપણે ભગવાન રામ અને કૃષ્ણના જીવન વિશે, વસ્તુઓ શીખવા અને તેમના ઉપદેશોથી પ્રેરિત થવા વિશે ચર્ચા કરીએ છીએ. તો શા માટે આપણે પયગંબર મુહમ્મદ પાસેથી ન શીખવું જોઈએ?”

    - Advertisement -

    જે બાદ વિનોદ બંસલે અતીકુર રહેમાનને પૂછ્યું, “જ્યાં સુધી નુપુર શર્માની વાત છે, તેમણે જે પણ કહ્યું છે તે ઇસ્લામિક પુસ્તકોને ટાંકીને કહ્યું છે અને આ જ વાત ઘણા ઇસ્લામી વિદ્વાનોએ પણ કહી છે. તો મારે પૂછવું છે કે તેમના નિવેદનમાં શું ખોટું હતું? તેઓ ખોટાં હતાં? કે તેમની શૈલી અને વર્તન ખોટાં હતાં? ઈસ્લામિક ગ્રંથોમાં જે કંઈ લખ્યું છે તે ખોટું છે? આખરે ઇસ્લામવાદીઓ શા માટે તેમનું માથું કાપી નાંખવાની માંગ કરી રહ્યા છે?”

    તેના જવાબમાં રહેમાને કહ્યું કે, હું કહીશ કે નૂપુર શર્મા ખોટાં ન હતાં. જો કોઈ ઇસ્લામિક વિદ્વાન અથવા મુસ્લિમ વિચારતો હોય કે તેઓ ખોટાં હતાં, તો ઇસ્લામનો વ્યાપ એટલો વિશાળ છે કે તેમને માફ કરી શકાય છે. કોઈ વરિષ્ઠ મૌલવી જણાવે કે તેઓ ક્યાં ખોટાં હતાં?”

    અતીકુર રહેમાનના આ નિવેદનને સમર્થન આપતા પ્રદીપ ભંડારીએ કહ્યું કે ધર્મ પર આ રીતે ચર્ચા થવી જોઈએ. જ્યાં કોઈપણ ગેરસમજને સંવાદ અને વિચારોના આદાનપ્રદાન દ્વારા દૂર કરવામાં આવે છે અને ધમકીઓ દ્વારા નહીં.

    આ જ ચર્ચા દરમિયાન ઈસ્લામિક વિદ્વાને એ પણ કહ્યું કે જો તેઓ નૂપુર શર્માને આમંત્રિત કરીને તેમની ખોટી માહિતીને સાચી કરી શકે તેટલા પણ સક્ષમ ન હોય તો ઇસ્લામના અનુયાયી તરીકે તેમને ટીવી ડિબેટમાં આવવાનો કોઈ અધિકાર નથી. તેમણે કહ્યું, “હું ઇસ્લામ અને પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટીકાનું સ્વાગત કરું છું. તેનાથી દુનિયાને એ સમજવાની તક મળે છે કે તેમનો સંદેશ શું હતો. દુનિયામાં પોતાનો સંદેશ ફેલાવવા માટે તેમને (પયગંબર મોહમ્મદ) અલ્લાહે કેવી રીતે પસંદ કર્યા?”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં