Wednesday, January 15, 2025
More
    હોમપેજદુનિયામહાકુંભ વિશે ગૂગલ સર્ચ કરવામાં પાકિસ્તાન ટોપ પર, લાઇનમાં કતાર, અફઘાનિસ્તાન, UAE...

    મહાકુંભ વિશે ગૂગલ સર્ચ કરવામાં પાકિસ્તાન ટોપ પર, લાઇનમાં કતાર, અફઘાનિસ્તાન, UAE વગેરે ઇસ્લામી દેશો પણ

    પાકિસ્તાન ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયર્લેન્ડ, બ્રિટન, નેપાળ, સિંગાપોર, થાઇલેન્ડ અને અમેરિકા જેવા દેશોના લોકો પણ મહાકુંભ વિશે માહિતી સર્ચ કરી રહ્યા છે. તેઓ કુંભમાં કેવી રીતે જોડાવું અને તેના મહત્વ વિશે પણ માહિતી મેળવી રહ્યા છે.

    - Advertisement -

    ભારતીય સંસ્કૃતિ અને ઓળખનું પ્રતીક કુંભ મેળો એક વૈશ્વિક ઉત્સવ બની રહ્યો છે. મહાકુંભમાં (Mahakumbh 2025) અમેરિકા, જાપાન, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, જર્મની, આર્જેન્ટિના, સ્પેન જેવા વિવિધ દેશોમાંથી સેંકડો વિદેશી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ફક્ત પશ્ચિમી દેશો જ નહીં, પરંતુ મુસ્લિમ દેશો (Muslim countries) પણ વિશ્વના આ સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભ અંગે ખૂબ જ રસ અને ઉત્સુકતાથી માહિતી મેળવી રહ્યા છે. જેમાં પાકિસ્તાન (Pakistan) પણ સામેલ છે. ગૂગલ સર્ચ (Google Search) કરીને તેઓ મહાકુંભ વિશેની માહિતી મેળવી રહ્યા છે.

    નોંધનીય છે કે, ગૂગલ સર્ચ ડેટા અનુસાર, કતર, યુએઈ, બહેરીન, સાઉદી અરેબિયા, ઓમાન, કુવૈત, ઈરાન, જોર્ડન, બાંગ્લાદેશ, માલદીવ, અફઘાનિસ્તાન સહિતના મુસ્લિમ દેશોના લોકો પણ મહાકુંભ વિશે માહિતી મેળવી રહ્યા છે. જોકે, ગૂગલ પર મહાકુંભ અંગે સર્ચ કરનારા મુસ્લિમ દેશોની આ યાદીમાં ટોચ પર રહેલું નામ આપણો પાડોશી દેશ પાકિસ્તાન છે. બધા જ મુસ્લિમ દેશોમાંથી સૌથી વધુ વખત મહાકુંભ માટે પાકિસ્તાનમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે.

    પાકિસ્તાન ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયર્લેન્ડ, બ્રિટન, નેપાળ, સિંગાપોર, થાઇલેન્ડ અને અમેરિકા જેવા દેશોના લોકો પણ મહાકુંભ વિશે માહિતી સર્ચ કરી રહ્યા છે. તેઓ કુંભમાં કેવી રીતે જોડાવું અને તેના મહત્વ વિશે પણ માહિતી મેળવી રહ્યા છે. આ ગુગલ સર્ચ રિપોર્ટ દર્શાવે છે કે, વિશ્વભરમાં ભૌતિકવાદથી કંટાળેલા લોકો ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને પરંપરાઓ તરફ વધુને વધુ આકર્ષિત થઈ રહ્યા છે.

    - Advertisement -

    મહાકુંભમાં મોટાપાયે આવી રહેલ વિદેશી યાત્રાળુઓ એ બાબતનું પ્રમાણ આપે છે કે, ભારતીય પરંપરાઓ આંતરરાષ્ટ્રીય આકર્ષણ ધરાવે છે. વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિના ભક્તો મહાકુંભના આધ્યાત્મિક વાતાવરણમાં ડૂબકી લગાવી રહ્યા છે. મહાકુંભ 2025એ વૈશ્વિક મંચ પર ભારતની વધતી જતી સાંસ્કૃતિક શક્તિની સ્મૃતિ છે. આ કાર્યક્રમમાં પ્રાચીન પરંપરા પણ આધુનિક વ્યવસ્થાપન સાથે હાથ મિલાવીને ચાલી રહી છે. જે ભારતીય વારસાની સમૃદ્ધિનો પુરાવો છે અને સનાતનને વિશ્વભરના લાખો લોકો માટે પ્રેરણારૂપ બનાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં