ઑપરેશન સિંદૂરની (Operation Sindoor) સફળતા બાદ ભારત (India) સતત પાકિસ્તાનને (Pakistan) વિશ્વ સામે ઉઘાડું પાડી રહ્યું છે. તે જ અનુક્રમે શુક્રવારે (30 મે) કોંગ્રેસ નેતા શશિ થરૂરના (Shashi Tharoor) નેતૃત્વમાં ભારતીય ડેલિગેશને (Indian Delegation) કોલમ્બિયામાં (Colombia) સફળતા પણ હાંસલ કરી લીધી છે. પ્રતિનિધિમંડળે કોલમ્બિયામાં પાકિસ્તાનની કરતૂતો ઉઘાડી પાડીને કોલમ્બિયાની સરકાર તથા વિપક્ષ બંનેને વિચારવા પર મજબૂર કરી દીધા હતા. ડેલિગેશનના નેતાઓએ કોલમ્બિયાની સરકાર અને વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ખાસ કોલમ્બિયાના વિપક્ષનું ભારતને પૂર્ણ સમર્થન મળ્યું છે.
ભારતીય ડેલિગેશને કોલમ્બિયાની રાજધાની બોગોટામાં મહત્વપૂર્ણ રાજકીય અને કૂટનીતિક બેઠકો કરી હતી. આ દરમિયાન ભારતે કોલમ્બિયા સરકારના પાકિસ્તાન તરફી નિવેદન પર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે ત્યાં પણ સ્પષ્ટ કર્યું હતું કે, આતંકવાદને પોષનારા અને તેનો સાથે આપનારાને પણ સમાન દ્રષ્ટિએ જોવામાં આવશે. ત્યારબાદ કોલમ્બિયાએ પોતાનું વલણ બદલ્યું હતું અને આધિકારિક રીતે પોતાનું નિવેદન પરત ખેંચી લીધું હતું.
Began today with an excellent meeting with the Vice Minister of Foreign Affairs of Colombia, Rosa Yolanda Villavicencio, and her senior colleagues dealing with the Asia-Pacific. I expressed India’s view of recent events and voiced disappointment at Colombia’s statement on 8 May… pic.twitter.com/OdRoUIguJl
— Shashi Tharoor (@ShashiTharoor) May 30, 2025
કોલમ્બિયાના નાયબ વિદેશ મંત્રી રોસા યોલાંડા વિલાવિસેનિયોએ કહ્યું છે કે, “અમને પૂર્ણ વિશ્વાસ છે કે, આજે અમને જે સ્પષ્ટીકરણ મળ્યું છે અને વાસ્તવિક સ્થિતિ, સંઘર્ષ અને કાશ્મીરમાં જે થયું, તે વિશે હવે અમારી પાસે વિસ્તૃત જાણકારી છે અને સમજ પણ છે. હવે આ આધારે વાતચીત શરૂ રાખવામાં આવશે.” આ સાથે જ કોલમ્બિયાએ પાકિસ્તાન તરફી નિવેદન પરત પણ ખેંચ્યું છે. વાસ્તવમાં, કોલમ્બિયાએ પહલગામ આતંકી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનમાં થયેલા ‘આતંકીઓના વિનાશ’ પર સંવેદના વ્યક્ત કરી હતી.
શશિ થરૂરે વ્યક્ત કરી હતી નિરાશા, કોલમ્બિયાના વિપક્ષ સાથે પણ બેઠક
કોલમ્બિયાના પાકિસ્તાન તરફથી વલણને લઈને શશિ થરૂરે નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, “અમે (ભારત) કોલમ્બિયા સરકારની પ્રતિક્રિયાથી થોડા નિરાશ છીએ.” ત્યારબાદ તેમણે એવું પણ કહ્યું હતું કે, “કોલમ્બિયાના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ નાયબ વિદેશ મંત્રી સાથે અમારી વાત થઈ છે, જે સકારાત્મક રહી છે. અમને તે જણાવતા સંતોષ થઈ રહ્યો છે કે, કોલમ્બિયાએ તે નિવેદન પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. તેઓ હવે ભારતના દ્રષ્ટિકોણને સમજે છે અને આપણાં પક્ષમાં એક મજબૂત સમર્થન સાથેનું નિવેદન પણ જારી કરશે.”
વધુમાં ભારતીય પ્રતિનિધિમંડળે કોલમ્બિયાના વિપક્ષને પણ પ્રભાવિત કર્યું છે. કોલમ્બિયાની સૌથી મોટી પાર્ટી લિબરલ પાર્ટી હવે પાકિસ્તાની આતંકવાદની ટીકા કરવા અને ભારતનું સમર્થન કરવા માટે તૈયાર છે. કોલમ્બિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સીજર ગેવિરિયા સાથે પણ બેઠકો થઈ હતી અને તેમણે ભારતના આતંકવાદ વિરોધી પ્રયાસોનું સંપૂર્ણ સમર્થન પણ કર્યું છે. સીજરે જાહેરમાં પાકિસ્તાની આતંકવાદની ટીકા કરીને ભારતને સમર્થન જાહેર કર્યું હતું.
I’m also grateful to my friend and former Colombian President @CesarGaviria_T who graciously accepted my request to unequivocally condemn Pakistan and state-sponsored terrorism—on behalf of Colombia’s opposition and the Liberal Party, the country’s largest political party. pic.twitter.com/LWhdoFtPRf
— Milind Deora | मिलिंद देवरा (@milinddeora) May 30, 2025
મીડિયામાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, કોલમ્બિયાની સૌથી મોટી પાર્ટીની આ પ્રતિબદ્ધતા બાદની તમામ બેઠકો અસરકારક રહી હતી. સીજરના જાહેર નિવેદને કોલમ્બિયાની વામપંથી, ચીન સમર્થક સરકારને પાકિસ્તાની આતંકીઓની મોતો પર વ્યક્ત કરેલી સંવેદનાઓ પરત ખેંચવાની ફરજ પડી હતી. સૂત્રોને ટાંકીને એ પણ કહેવાયું છે કે, મિલિન્દ દેવડાના સંપર્કોએ કોલમ્બિયાની ભારત પ્રત્યેની ધારણાને બદલવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી