Sunday, April 28, 2024
More
    હોમપેજદેશભારત વિશ્વની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા, ચીનને પણ પછાડ્યું: પ્રથમ ત્રિમાસિક...

    ભારત વિશ્વની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા, ચીનને પણ પછાડ્યું: પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ રેટ 7.8 ટકા

    આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ભારત છે. તમામ ક્ષેત્રોમાં એકસાથે વિકાસ થઇ રહ્યો છે અને તેની અસર આંકડાઓ પર પણ જોવા મળી રહી છે. 

    - Advertisement -

    ભારત દેશ વિશ્વની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બન્યો છે. ગુરૂવારે (31 ઓગસ્ટ, 2032) સરકારના સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાનો GDP ગ્રોથ રેટ જાહેર કરવામાં આવ્યો. જે અનુસાર, એપ્રિલથી જૂનનો ગ્રોથ રેટ 7.8 ટકા રહ્યો છે. 

    આ વૃદ્ધિ ગત ત્રિમાસિક ગાળાથી 1.7 ટકા વધુ છે. ભારતના સ્પર્ધક ચીનની વાત કરવામાં આવે તો ચીને આ સમયગાળામાં GDPમાં 6.3 ટકા વૃદ્ધિ કરી છે, જે ભારત કરતાં ઓછી છે. જેની સાથે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અને આગળ વધતી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો છે. 

    જાહેર કરવામાં આવેલ અધિકારીક આંકડાઓ અનુસાર, કોલસા, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ ઉત્પાદનમાં વિસ્તારના કારણે જુલાઈ, 2023ના આઠ મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોની વૃદ્ધિ વધીને 8 ટકા જેટલી થઇ છે. જે ગયા વર્ષે આ જ સમયગાળામાં 4.8 ટકા જેટલી હતી. આંકડાઓ પરથી જાણી શકાય કે સ્ટીલ, સિમેન્ટ અને વીજળી ક્ષેત્રમાં જુલાઈ મહિનામાં ઉત્પાદન વધ્યું છે. 

    - Advertisement -

    ડેટા અનુસાર, કૃષિ ક્ષેત્રે 3.5 ટકા જેટલી વૃદ્ધિ થઇ છે, જે ગયા વર્ષે આ જ ત્રિમાસિક ગાળામાં 2.4 ટકા જેટલી રહી છે. જેથી આ ક્ષેત્રમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જોકે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં થોડો ઘટાડો નોંધાયો છે. આ ત્રિમાસિક ગાળામાં આ રેટ 4.7 ટકા હોવાનું જાણવા મળ્યું છે, જે ગયા વર્ષે 6.1 ટકા જેટલો હતો. 

    નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન) નોમિનલ GDP 70.67 લાખ કરોડ નોંધાયો છે, જે ગયા વર્ષના આ જ સમયગાળામાં 65.42 લાખ કરોડ હતો. જેથી તેમાં પણ 8 ટકા જેટલો વધારો નોંધાયો હોવાનું મંત્રાલયે ઉમેર્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંકે પણ આ એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ 7.8 ટકા હોવાનું અનુમાન લગાવ્યું હતું. જ્યારે ભારતીય સ્ટેટ બેન્કના અર્થશાસ્ત્રીઓએ વિકાસ દર 8.3 ટકા રહેશે તેવું અનુમાન લગાવ્યું હતું. રિઝર્વ બેન્કનું અનુમાન એકદમ સાચું પડ્યું છે. 

    આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ભારત છે. તમામ ક્ષેત્રોમાં એકસાથે વિકાસ થઇ રહ્યો છે અને તેની અસર આંકડાઓ પર પણ જોવા મળી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં