Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીની DTC બસમાં ઝાકીરે ગુપ્તાંગ દેખાડી યુવતી સામે અશ્લીલ હરકતો કરતા માર્શલે...

    દિલ્હીની DTC બસમાં ઝાકીરે ગુપ્તાંગ દેખાડી યુવતી સામે અશ્લીલ હરકતો કરતા માર્શલે ઝડપ્યો: દયાની ભીખ માંગતો વિડીયો વાયરલ

    સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સાંભળી શકાય છે કે એક મુસાફર યુવતી ઝાકીર પર ગુપ્તાંગ દેખાડી અશ્લીલ હરકતો કરતો હોવાનો આરોપ લગાવી રહી છે. યુવતીનો આરોપ છે કે DTC બસમાં તેની સાથે મુસાફરી કરી રહેલા વ્યક્તિએ તેને જોઈને ગુપ્તાંગ દેખાડીને ગંદી હરકતો કરવા લાગ્યો હતો.

    - Advertisement -

    દેશની રાજધાની દિલ્હી મહિલાઓ અને યુવતીઓ માટે હવે જાણે સુરક્ષિત ન રહ્યું હોય તેમ અનેક શરમજનક ઘટનાઓ સામે આવી રહી છે, ક્યાંક યુવતીઓ પર બળાત્કાર થઇ રહ્યા છે તો ક્યાંક ગાડી નીચે કચડી નાંખવાની ઘટનાએ દેશને હચમચાવી મુક્યો છે. અધૂરામાં પૂરું હવે દિલ્હીના જાહેર સ્થળો પણ જાણે હવે મહિલાઓ માટે અસુરક્ષિત હોય તેવી એક ઘટના સામે આવી છે, દિલ્હીમાં સ્થાનિક પરિવહન માટે ચાલતી DTC બસમાં ઝાકીરે મુસાફર યુવતીને ગુપ્તાંગ દેખાડી અશ્લીલ હરકતો કરતા બસના માર્શલે તેને ઝડપી લીધો હતો, આ દરમિયાન બનાવવામાં આવેલો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

    મળતી માહિતી મુજબ હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહો છે. બસના માર્શલ દ્વારા બનાવવામાં આવેલા આ વિડીયોમાં DTC બસમાં ઝાકીરે મુસાફર યુવતીને ગુપ્તાંગ દેખાડી અશ્લીલ હરકતો કરી હોવાનું સ્વીકારી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સાંભળી શકાય છે કે એક મુસાફર યુવતી ઝાકીર પર ગુપ્તાંગ દેખાડીએ અશ્લીલ હરકતો કરતો હોવાનો આરોપ લગાવી રહી છે. યુવતીનો આરોપ છે કે DTC બસમાં તેની સાથે મુસાફરી કરી રહેલા વ્યક્તિએ તેને જોઈને ગુપ્તાંગ દેખાડીને ગંદી હરકતો કરવા લાગ્યો હતો. યુવતીની ફરિયાદ બાદ બસમાં હાજર માર્શલ એક્શનમાં આવી ગયા હતા. તેમણે આરોપીને પકડી લીધો અને તેની પૂછપરછ કરી હતી. વાયરલ વીડિયોમાં આરોપી પોતાનું નામ ઝાકિર જણાવી રહ્યો છે. ઝાકિરે જણાવ્યું કે તે બિહારનો રહેવાસી છે અને દિલ્હીના ખજુરીમાં રહે છે.

    સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આવીડિયોમાં બસમાં હાજર અન્ય લોકો પણ ઝાકીરનો ઉધડો લેતા હોવાનું સાંભળી શકાય છે. આ પછી બસના માર્શલ સંદીપ સેકારા વિડીયોમાં સામે આવીને પોતાનો પરિચય આપે છે અને ઘટના વિશે માહિતી આપે છે.

    - Advertisement -

    વિડીયોમાં સંદીપે કહ્યું હતું કે યુવતીની ફરિયાદના આધારે તેમના દ્વારા આરોપી ઝાકીરને પકડી લેવામાં આવ્યો છે અને તેની માહિતી પોલીસને પણ આપવામાં આવી છે. હવે આરોપીઓને પોલીસને હવાલે કરવામાં આવશે. સમગ્ર વીડિયોમાં આરોપી ઝાકિર રોકકળ કરીને માફીની ભીખ માંગતો જોવા મળી રહ્યો છે.

    જો કે હજુ સુધી આ ઘટનામાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. કેટલાક મીડિયા રિપોર્ટોમાં પોલીસને ટાંકીને આ માહિતી આપી હતી. મીડિયામાં જણાવ્યા અનુસાર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બુધવારે ઘટનાની જાણકારી મળ્યા બાદ ઉત્તર રોહિણી પોલીસ સ્ટેશનના એસઆઈ સુમનના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ પીડિતાને તેનું નિવેદન નોંધવા અથવા આ સંદર્ભમાં કોઈ ફરિયાદ આપવા માટે સંપર્ક કરવામાં આવતા તેણે ફરિયાદ લખાવવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભવિષ્યમાં જો આવી અશ્લીલ ઘટના અંગે કોઈ ફરિયાદ મળશે તો કાયદાની યોગ્ય કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં