Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશકોલકાતા ડૉક્ટર રેપ-મર્ડર કેસ: 17 ઑગસ્ટે આખા દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ રહેશે બંધ,...

    કોલકાતા ડૉક્ટર રેપ-મર્ડર કેસ: 17 ઑગસ્ટે આખા દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ રહેશે બંધ, IMAએ કરી હડતાલની ઘોષણા; મૃતક સાથે ભણતા વિદ્યાર્થીઓની CBIએ કરી પૂછપરછ

    તાજેતરમાં જ આરજી કર મેડીકલ કૉલેજ અને હોસ્પિટલમાં તોડફોડ અને હિંસા આચરવામાં આવી હતી. તબીબની હત્યા મામલે માંડ શાંત પડેલ મેડીકલ એસોસિએશનો ઘટના બાદ ફરી હરકતમાં આવ્યા હતા અને આગામી 17 ઑગસ્ટે આખા દેશમાં તબીબોની હડતાલ ઘોષિત કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    કોલકાતામાં (Kolkata) ટ્રેની ડૉક્ટરના બળાત્કાર અને હત્યા બાદ દેશભરમાં તેના પડઘા પડી રહ્યા છે. તપાસનો ધમધમાટ અને આરોપીની ધરપકડ બાદ ‘ફેડરેશન ઓફ રેસીડેન્ટ ડૉક્ટર એસોસિએશન’ (FORDA) અને ઇન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા આંદોલનો આટોપી લેવામાં આવ્યા હતા. જોકે, તાજેતરમાં ફરી એક વખત કોલકાતાની આરજી કર મેડીકલ કૉલેજ અને હોસ્પિટલ પર ટોળાએ હિંસા કરતા આંદોલનનું વાવાઝોડું શરૂ થયું છે. ઘટનાને લઈને 17 ઑગસ્ટે આખા દેશમાં તબીબોની હડતાલ રાખવાની IMAએ ઘોષણા કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આરજી કર મેડીકલ કૉલેજ અને હોસ્પિટલ (RG Kar Medical College and Hospital)માં તાજેતરમાં જ તોડફોડ અને હિંસા આચરવામાં આવી હતી. મહિલા તબીબની હત્યા અને દુષ્કર્મ મામલે માંડ શાંત પડેલ વિવિધ મેડીકલ એસોસિએશન ઘટના બાદ ફરી હરકતમાં આવ્યા હતા અને આગામી 17 ઑગસ્ટે આખા દેશમાં તબીબોની હડતાલ ઘોષિત કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, FORDAએ તાજેતરમાં જ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ મહિલા તબીબની હત્યા અને બળાત્કાર મામલે પોતાનું આંદોલન પાછું ખેંચ્યું હતું. તેવામાં બુધવારે (14 ઓગસ્ટ 2024) કેટલાક લોકો કોલકાતાની એ જ મેડીકલ કૉલેજમાં ધસી આવ્યા હતા અને હુલ્લડ મચાવીને તોડફોડ કરી હિંસા આચરી હતી. આ મામલે 9થી વધુ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

    આ ઘટના બાદ ઇન્ડીયન મેડિકલ એસોસિએશન દ્વારા આગામી 17 ઓગસ્ટ 2024ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષના કરવામાં આવી છે. એસોસિએશન દ્વારા આ મામલે એક પ્રેસ રિલીઝ પણ આપવામાં આવી છે, તેમાં જણાવ્યા અનુસાર, 17 ઑગસ્ટના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 18 ઑગસ્ટના સવારે 6 વાગ્યા સુધી, એટલે કે આખા 24 કલાક સુધી દેશભરમાં તબીબોની હડતાલ રહેશે. એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલા આ પત્રમાં સરકાર પાસે મેડિકલ ક્ષેત્રોમાં સુરક્ષા માટે સેન્ટ્રલ પ્રોટેકશન એક્ટ લાગુ કરવાની માંગ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ FORDAએ પણ જાહેરાત કરી છે કે, તાજી ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તેઓ ફરી એક વાર હડતાલ શરૂ કરી શકે છે.

    - Advertisement -

    મૃતક ટ્રેની ડૉ.ના ત્રણ સહપાઠીની CBIએ પૂછપરછ કરી

    બીજી તરફ આ આખી ઘટનાને લઈને સમગ્ર તપાસ CBIને સોંપી દેવામાં આવી છે. તેવામાં એજન્સીએ ગુરુવારે કોલકત્તાની મેડીકલ કૉલેજ અને હોસ્પિટલમાં મૃતક પીડિતા સાથે ભણતા ત્રણ વિદ્યાર્થીઓની પૂછપરછ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, જે દિવસે ઘટના ઘટી, તે દિવસે તેના આ જ સહપાઠી નાઈટ ડ્યુટી પર હતા. અહેવાલોમાં જણાવ્યા અનુસાર, આ પૂછપરછ લાંબી ચાલી હતી. રિપોર્ટ્સ અનુસાર, એજન્સીએ ફેકલ્ટી તેમ જ અન્ય કેટલાક લોકોની પણ પૂછપરછ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં