આસામના (Assam) મુખ્યમંત્રી (CM) હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma) ભારતના ઉદ્યોગપતિઓને સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, ઉદ્યોગપતિઓ સસ્તી મજૂરીના (Cheap labour) ચક્કરમાં બાંગ્લાદેશી મજૂરોને (Bangladeshi Laborers) કામ આપવાનું બંધ કરે. તેમણે એવું પણ કહ્યું છે કે, પાડોશી દેશના ગેરકાયદેસર ઘુસણખોરોના મૂળમાં ઘા કરવાનો છે. આસામના મુખ્યમંત્રીએ આ નિવેદન દેશની આર્થિક રાજધાની મુંબઈમાં (Mumbai) આપ્યું હતું. તેમણે ટાટા, અદાણી અને મહિન્દ્રા સહિતની અનેક કોર્પોરેટ કંપનીઓના મુખ્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને તે બાદ બાંગ્લાદેશીઓને કામ ન આપવાની સલાહ આપી હતી.
સોમવારે (6 જાન્યુઆરી) એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ગેરકાયદેસર બાંગ્લાદેશી મજૂરોને કામ ન આપવાની સલાહ આપી હતી. તેમણે ઉદ્યોગપતિઓને કહ્યું કે, સસ્તી મજૂરી મેળવવા માટે ઉદ્યોગ તરફથી નિયુક્ત કરાયેલા મધ્યસ્થી બાંગ્લાદેશી મજૂરોને કામ પર રાખે છે. તેમણે વધુમાં કહ્યું કે, આસામ આવા મુદ્દાઓ સાથે 1979થી લડી રહ્યું છે.
’30 વર્ષ પછી ભારત બાંગ્લાદેશીઓથી ભરાઈ જશે’- CM સરમા
CM હિમંતાએ વધુમાં કહ્યું કે, “વર્ષ 1979થી આસામના લોકો કહી રહ્યા છે. આજે અમારા આંદોલનનું સમર્થન કરો. જો તમે આજે તેનું સમર્થન નહીં કરો તો આવનારા 30 વર્ષમાં ભારત બાંગ્લાદેશીઓથી ભરાઈ જશે. આજે શું થઈ રહ્યું છે? કોણ સસ્તા મજદૂરો લાવી રહ્યું છે? આપણાં પોતાના કેટલાક ઉદ્યોગો જ લાવી રહ્યા છે. એક રાષ્ટ્રીય ફરજના ભાગરૂપે આપણે સૌએ આ કરવું જોઈશે. જો બાંગ્લાદેશીઓને નોકરી મળશે તો તેઓ આવતા જ રહેશે. પરંતુ, જો આપણાં ઉદ્યોગો નક્કી કરશે કે, તેઓ બાંગ્લાદેશીઓને નોકરી નહીં આપે તો તેઓ કેવી રીતે આવી શકશે?”
#WATCH | Mumbai: Assam CM Himanta Biswa Sarma says, "In 1979, people of Assam said – support our agitation today; if you do not support this today, 30 years from now India will be full of Bangladeshis. So, what is happening today?…Who brings cheap labour? Some of our own… pic.twitter.com/npLftxkjoU
— ANI (@ANI) January 6, 2025
નોંધવા જેવું છે કે, આ પહેલાં પણ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અનેક વખત બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ બોલતા રહ્યા છે. તાજેતરમાં જ 1 જાન્યુઆરીએ તેમણે કહ્યું હતું કે, આસામમાં દરેક દિવસે 20થી 30 ઘૂસણખોરોની ઓળખ કરવામાં આવે છે. તેમણે આ સમગ્ર ઘટના અને હાલની સ્થિતિને ‘ચિંતાજનક’ ગણાવી હતી. આ ઉપરાંત તેમણે વિવિધ પૂર્વોત્તર રાજ્યો અને બંગાળના પોતાના સમકક્ષ સાથે આ મુદ્દે અનેક વખત ચર્ચા પણ કરી છે. આ ઉપરાંત આસામના દિનપ્રતિદિન અનેક બાંગ્લાદેશીઓને પકડીને કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.