PDP નેતા મહેબૂબા મુફ્તીની પુત્રીએ હિંદુ ધર્મને લઈને વિવાદિત નિવેદન કર્યું હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, તેણે હિંદુત્વને નફરતની ફિલસૂફી ગણાવી છે અને ભગવાન રામનું પણ અપમાન કર્યું છે. તેના આ નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે. ભાજપના કેટલાક નેતાઓએ તેના આ નેવાદનનો વિરોધ કર્યો છે. આ સાથે જ હિંદુ સંગઠનોએ પણ તેનો વિરોધ કર્યો હોવાનું સામે આવ્યું છે. મહેબૂબા મુફ્તીની પુત્રી ઈલ્તિઝા મુફ્તીએ હિંદુત્વ પર ટિપ્પણી કરતા હવે કાર્યવાહીની માંગણી પર કરવામાં આવી રહી છે.
PDP નેતા મહેબૂબા મુફ્તીની પુત્રીએ હિંદુત્વ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “હિંદુત્વ અને હિંદુ ધર્મમાં ખૂબ મોટું અંતર છે. હિંદુત્વ નફરતની ફિલસૂફી છે. જેને વીર સાવરકરે 1940ના દાયકામાં ભારતમાં ફેલાવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય હિંદુઓનું આધિપત્ય સ્થાપિત કરવાનો હતો અને દર્શન એ હતું કે, આ હિંદુઓને દેશને અને માત્ર હિંદુઓ જ અહીં રહેશે.”
#WATCH जम्मू: PDP नेता इल्तिजा मुफ़्ती ने कहा, "हिंदुत्व और हिंदू धर्म में बहुत अंतर है। हिंदुत्व नफरत का दर्शन है जिसे वीर सावरकर ने 1940 के दशक में भारत में फैलाया था जिसका उद्देश्य हिंदुओं का आधिपत्य स्थापित करना था और दर्शन यह था कि भारत हिंदुओं का है और हिंदुओं के लिए है।… pic.twitter.com/y9uGpyfGEJ
— ANI_HindiNews (@AHindinews) December 8, 2024
આ ઉપરાંત તેણે હિંદુ ધર્મની સરખામણી ઇસ્લામ સાથે પણ કરી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે, “જય શ્રીરામનો નારો રાજરાજ્ય માટે નહીં, પરંતુ લિંચિંગ સાથે જોડવામાં આવે છે. આ ખૂબ જ શરમજનક છે કે, હિંદુ ધર્મને વિકૃત કરવામાં આવ્યો છે. હું હિંદુત્વની ટીકા કરું છું, કારણ કે તે એક બીમારી છે.” તેણે વધુમાં કહ્યું હતું કે, ‘જય શ્રીરામ’ના નારા લગાવીને કોઈપણ વ્યક્તિ મુસ્લિમ બાળકને માર મારી શકે છે.
બીજી તરફ મહેબૂબા મુફ્તીની પુત્રીએ આપેલા નિવેદનથી રાજકારણ પણ ગરમાયું છે. જમ્મુ ભાજપે મુફ્તીના આ નિવેદનની ટીકા કરી છે અને તેનો વિરોધ પણ કર્યો છે. જમ્મુ ભાજપના નેતા રવિંદર રૈનાએ કહ્યું છે કે, PDP નેતાએ ખૂબ જ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. આ પ્રકારની ભાષાનો ઉપયોગ ના કરવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, “રાજકારણમાં મતભેદ હોય શકે છે, પરંતુ અપમાનજનક ભાષાનો ઉપયોગ ન થવો જોઈએ. PDP નેતા ઈલ્તિઝા મુફ્તીએ પોતાની આ ટિપ્પણી માટે માફી માંગવી જોઈએ.”