Wednesday, April 16, 2025
More
    હોમપેજક્રાઈમ'અમને (મુસ્લિમોને) બળાત્કાર કરવા દે, તો જ તારા પતિ-બાળકોને છોડીશું': મુર્શિદાબાદથી જીવ...

    ‘અમને (મુસ્લિમોને) બળાત્કાર કરવા દે, તો જ તારા પતિ-બાળકોને છોડીશું’: મુર્શિદાબાદથી જીવ બચાવીને ભાગેલી હિંદુ મહિલાઓની આપવીતી, ઘર-જમીન છોડીને શાળામાં લઈ રહ્યા છે આશ્રય

    હિંદુ મહિલાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મુર્શિદાબાદમાં હિંદુ મહિલાઓને આપવામાં આવેલી ધમકીઓ અંગે તેમણે જણાવ્યું હતું. મહિલાએ કહ્યું કે, તેમને એવી ધમકી આપવામાં આવી હતી કે, “અમને (મુસ્લિમોને) તમારા પર બળાત્કાર કરવા દો, અમે તમારા પતિ અને બાળકોને છોડી દઈશું."

    - Advertisement -

    પશ્ચિમ બંગાળમાં (West Bengal) વક્ફ કાયદાના વિરોધમાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ કરેલી હિંસાના (Murshidabad Violence) કારણે હિંદુઓનું સ્થળાંતર ચાલુ છે. પશ્ચિમ બંગાળથી મોટી સંખ્યામાં હિંદુઓ ભાગી રહ્યા છે અને ઝારખંડ પહોંચ્યા છે. ઇસ્લામી કટ્ટરપંથીઓથી બચવા માટે આ લોકો તેમના સંબંધીઓના ઘરે જઈ રહ્યા છે. ઘણા હિંદુ પરિવારો (Hindu Families) બચવા માટે એમ્બ્યુલન્સ વગેરેમાં છુપાઈને મુર્શિદાબાદ છોડીને નીકળી રહ્યા છે. ઝારખંડ ભાગી ગયેલા લોકોમાં હિંસા દરમિયાન માર્યા ગયેલા ચંદન દાસના પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે. ઝારખંડના સાહિબગંજ, રાજમહેલ અને પાકુડ સહિત અન્ય સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં બંગાળથી ભાગી ગયેલા હિંદુઓ આવી રહ્યા છે.

    હથિયારોના સહારે મચાવે છે લૂંટ

    હિંસાને કારણે મુર્શિદાબાદથી ભાગી ગયેલા લીલી મંડલે ETV ભારતને જણાવ્યું હતું કે, બંગાળમાં ઇસ્લામી કટ્ટરપંથીઓ ગળા પર તીક્ષ્ણ હથિયારો મૂકીને ઘરો લૂંટે છે. પીડિત કલ્પના સાહાએ કહ્યું કે, તેના ઘરે દીકરીઓ છે અને તેથી તેની સલામતી માટે તે હિંસા પછી ભાગી ગઈ અને તેના પિતાના ઘરે ઝારખંડ આવી ગઈ છે.

    કલ્પનાએ જણાવ્યું કે, કટ્ટરપંથીઓની હિંસાને કારણે તેમને પણ છુપાઈ જવાની ફરજ પડી હતી. અન્ય એક પીડિત મમિતા મંડલે જણાવ્યું કે, BSFના સૈનિકો આવ્યા પછી ઘણા લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા. બીજા એક યુવકે કહ્યું કે, કટ્ટરપંથીઓએ એટલી બધી લૂંટ ચલાવી છે કે લોકો ડરી ગયા છે.

    - Advertisement -
    मेजर पूनिया

    મોટાભાગના લોકો મુર્શિદાબાદના ધુલિયાન, સુતી અને શમશેરગંજથી ભાગી ગયા છે. ધુલિયાન અને શમશેરગંજના ઘણા લોકોએ પણ તેમના ઘરની મહિલાઓને તેમના સંબંધીઓ પાસે મોકલી દીધી છે. આ લોકોએ મહિલાઓને સુરક્ષિત રસ્તે તેમના સંબંધીઓ પાસે મોકલી દીધી છે. પાકુડ ઉપરાંત મોટી સંખ્યામાં પરિવારો પણ રાજમહેલ પહોંચ્યા છે. તેમણે પોતાના પરિચિતો પાસે આશરો લીધો છે.

    એક અહેવાલમાં સામે આવ્યું છે કે, લગભગ 170 પરિવારો મુર્શિદાબાદથી ઝારખંડના રાજમહેલ વિસ્તારમાં સ્થળાંતર કરી ગયા છે. સ્થળાંતર કરીને ઝારખંડ પહોંચેલા લોકોએ કહ્યું છે કે ઇસ્લામી કટ્ટરપંથીઓનો ઉદ્દેશ્ય ફક્ત હિંદુઓને લૂંટવાનો, મારવાનો અને મહિલાઓનું શોષણ કરવાનો છે. સ્થળાંતર કરનારાઓમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમના ઘર અને દુકાનો બળી ગઈ છે.

    અન્ય એક પીડિત મોહન મંડલે જણાવ્યું કે, તે એમ્બ્યુલન્સમાં છુપાઈને ઝારખંડના પાકુડ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, ઇસ્લામી કટ્ટરપંથીઓએ તેમની દુકાન અને બાઇક સળગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં સુરક્ષાદળો આવી ગયા હતા. તેમની પત્નીએ કહ્યું કે, તોફાનીઓએ ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવી હતી.

    એમ્બ્યુલન્સમાં છુપાઈને બચાવ્યો જીવ

    મુર્શિદાબાદમાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ વૃદ્ધ હરિગોવિંદ દાસ અને તેમના પુત્રની છરી મારી-મારીને હત્યા કરી દીધી હતી. તેમનો પરિવાર પણ આશ્રય લેવા માટે ઝારખંડ પહોંચી ગયો છે. ચંદન દાસનો પરિવાર એમ્બ્યુલન્સમાં છુપાઈને ઝારખંડ પહોંચી ગયો છે. ચંદન દાસના ભત્રીજા હૃદય દાસ અને અન્ય 12 લોકો આ એમ્બ્યુલન્સમાં છુપાઈને સાહિબગંજ પહોંચ્યા હતા.

    તેમણે ETV ભારતને જણાવ્યું, “મારી 85 વર્ષની માતાને દર્દી બનાવીને એમ્બ્યુલન્સમાં 12 સભ્યો સવાર થઈને કોઈક રીતે રાજમહેલમાં અમારા સંબંધીના ઘરે પહોંચ્યા હતા. ગયા જુમ્માની નમાજ દરમિયાન ચંદન દાસના ઘર પર હુમલો થયા પછી અચાનક હિંસા ફાટી નીકળી હતી. બીજા દિવસે સવારે 11 વાગ્યે બોમ્બ અને તીક્ષ્ણ હથિયારોથી સજ્જ 50-60 માસ્ક પહેરેલા લોકોએ તેમના ઘર પર હુમલો કર્યો અને તેમના ભાઈ હરગોવિંદ દાસ અને ભત્રીજા ચંદન દાસની હત્યા કરી દીધી હતી.”

    મુર્શિદાબાદથી ઝારખંડ પહોંચી રહેલ લોકોનું કહેવું છે કે, હવે તેમને બંગાળ પોલીસ પર વિશ્વાસ રહ્યો નથી અને તેઓ ત્યાં પોતાને સુરક્ષિત અનુભવતા નથી. લોકો પોતાનો સામાન અને ઘર છોડીને ભાગી ગયા છે. સ્થળાંતર કરનારાઓમાં ભાજપના એક નેતાનો પરિવાર પણ સામેલ છે. ભાજપ નેતાના ભાઈની દુકાન પર પણ હુમલો થયો છે.

    માલદામાં શાળાઓ ફેરવાઈ શરણાર્થી છાવણીમાં

    મુર્શિદાબાદમાં થયેલી હિંસા બાદ મોટી સંખ્યામાં હિંદુઓ બંગાળના જ માલદા પણ પહોંચ્યા છે. તેમાંથી ઘણા લોકોએ નદી પાર કરીને માલદાની શાળાઓમાં આશ્રય લીધો છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, માલદામાં આવેલ પરલાલપુર હાલમાં સૌથી મોટો શરણાર્થી શિબિર બની ગયો છે.

    હાલમાં તેમાં 400-500 લોકો રહી રહ્યા છે. ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા આચરવામાં આવેલી હિંસા બાદ આ બધા લોકો ભાગી આવ્યા છે. અહીં પહોંચેલી એક પીડિતાએ જણાવ્યું કે, હવે ફક્ત તેણે જે કપડાં પહેરેલા છે, તે જ તેની પાસે બચ્યા છે. પીડિત મહિલાએ કહ્યું કે, તેઓ પોતાની જ જમીન પર શરણાર્થી બની ગયા છે.

    પીડિતોએ કહ્યું છે કે, તેઓ હવે તેમના વિસ્તારમાં BSFનો કાયમી કેમ્પ ઇચ્છે છે. પરલાલપુર પહોંચેલા ઘણા લોકોના ઘર બાળી નાખવામાં આવ્યા હતા. હવે સ્થાનિક લોકો તેમને આ શાળામાં ખાવાનું પૂરું પાડી રહ્યા છે. તેમને શાળાની અંદરના રસોડામાં રાંધેલું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. કપડાં માટે પણ સ્થળાંતરિત હિંદુઓએ સ્થાનિક લોકો પર આધાર રાખવો પડી રહ્યો છે.

    શરણાર્થી શિબિરમાં રહેતી વધુ એક હિંદુ મહિલાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મુર્શિદાબાદમાં હિંદુ મહિલાઓને આપવામાં આવેલી ધમકીઓ અંગે તેમણે જણાવ્યું હતું. મહિલાએ કહ્યું કે, તેમને એવી ધમકી આપવામાં આવી હતી કે, “અમને (મુસ્લિમોને) તમારા પર બળાત્કાર કરવા દો, અમે તમારા પતિ અને બાળકોને છોડી દઈશું.”

    તેમણે આગળ કહ્યું, “આ આમારી પરિસ્થિતિ છે. હું તમને બીજું શું કહું? આવી પરિસ્થિતિમાં અમે ઘરે કેવી રીતે પાછા જઈએ?  અને જઈશું તો પણ અમે ક્યાં જઈશું?”

    બાંગ્લાદેશ સરહદ પરથી હિંદુઓના હત્યારાઓની ધરપકડ

    મુર્શિદાબાદમાં હિંદુ હરગોવિંદ દાસ અને ચંદન દાસની હત્યા કરનારા ઇસ્લામી કટ્ટરપંથીઓની ધરપકડ રવામાં આવી છે. તેમના નામ કાલુ નદાબ અને દિલદાર નદાબ છે. આ બંને ભાઈઓ છે. તે બંનેને મુર્શિદાબાદમાં હરગોવિંદ દાસ અને ચંદન દાસને તેમના ઘરની બહાર ખેંચીને મારી નાખ્યા હતા. બંનેની હત્યા છરીના ઘા મારીને કરવામાં આવી હતી.

    મૃતક પિતા-પુત્ર હતા અને તેઓ મૂર્તિઓ બનાવવાનું કામ કરતા હતા. તેમની હત્યા બદલ ધરપકડ કરાયેલા બે માણસો ભાઈઓ છે. આમાંથી એક બાંગ્લાદેશ સરહદ પરથી પકડાયો છે. આ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં