Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજે મુનવ્વર ફારૂકીએ કોમેડીના નામે હિંદુ દેવતાઓ અને ગોધરા કાંડના મૃતકોની ઉડાવી...

    જે મુનવ્વર ફારૂકીએ કોમેડીના નામે હિંદુ દેવતાઓ અને ગોધરા કાંડના મૃતકોની ઉડાવી હતી મજાક, તે IPL દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સ પર જોવા મળ્યો: નેટિઝન્સે વાંધો ઉઠાવ્યો

    મેચ ચાલુ થાય તે પહેલાં પણ ઘણા શૉ પ્રસારિત કરવામાં આવતા હોય છે અને જેમાં ક્રિકેટરો તો ક્યારેક વિવિધ ક્ષેત્રોમાં જાણીતા લોકોને પણ જોડવામાં આવે છે. આવા જ એક શૉમાં હિંદુફોબિક ‘કૉમેડિયન’ મુનવ્વર ફારૂકી જોવા મળતાં નેટિઝન્સે નારાજગી વ્યક્ત કરી હતી. 

    - Advertisement -

    હાલ IPL ચાલી રહી છે. લીગની તમામ મેચ સ્પોર્ટ્સ ચેનલ ‘સ્ટાર સ્પોર્ટ્સ’ પર જીવંત પ્રસારિત કરવામાં આવે છે. મેચ ચાલુ થાય તે પહેલાં પણ ઘણા શૉ પ્રસારિત કરવામાં આવતા હોય છે અને જેમાં ક્રિકેટરો તો ક્યારેક વિવિધ ક્ષેત્રોમાં જાણીતા લોકોને પણ જોડવામાં આવે છે. આવા જ એક શૉમાં હિંદુફોબિક ‘કૉમેડિયન’ મુનવ્વર ફારૂકી જોવા મળતાં નેટિઝન્સે નારાજગી વ્યક્ત કરી હતી. 

    ‘મુંબઈ ઇન્ડિયન્સ’ અને ‘ગુજરાત ટાઇટન્સ’ વચ્ચેની મેચ પહેલાં સ્ટાર સ્પોર્ટ્સ ચેનલના એક શૉમાં મુનવ્વર ફારૂકી જોવા મળતાં લોકોએ ઇન્ટરનેટ પર ગુસ્સો ઠાલવ્યો હતો અને હિંદુ દેવી-દેવતાઓ તેમજ ગોધરા કાંડના મૃતક હિંદુઓ વિશે અપમાનજનક અને અભદ્ર ટિપ્પણીઓ કરનાર ‘કૉમેડિયન’ને આ પ્રકારે સ્ટેજ આપવા બદલ ટીવી ચેનલની પણ ઝાટકણી કાઢી હતી. 

    ટ્વિટર યુઝર @coolfunnytshirtએ ફારૂકીના ફોટા પોસ્ટ કરીને કટાક્ષભરી ટિપ્પણી કરીને તેને ‘કોમ્યુનલ બાયગોટ’ (સાંપ્રદાયિક કટ્ટર) ગણાવ્યો અને કહ્યું કે, આવા લોકો પણ હવે સ્પોર્ટ્સ ચેનલના શૉ કરવા માંડ્યા. ત્યારબાદ ઘણા લોકોએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. 

    - Advertisement -

    લોકોએ સ્ટાર સ્પોર્ટ્સને ટેગ કરીને પૂછ્યું કે આવો વ્યક્તિ તેમના શૉમાં શું કરી રહ્યો છે?

    એક વ્યક્તિએ લખ્યું કે કઈ રીતે નૂપુર શર્મા સત્ય બોલીને પણ જાહેરમાં આવી શકતાં નથી જ્યારે આ પ્રકારના હિંદુઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ અને મજાક કરતા લોકોને સ્ટેજ મળી રહ્યા છે. 

    એક યુઝરે સ્ટાર સ્પોર્ટ્સ પર ફારૂકી જેવા હિંદુ દેવતાઓનું અપમાન કરનારા ‘કોમ્યુનલ બાયગોટ’ને પ્રમોટ કરવાનો આરોપ લગાવ્યો હતો અને સ્ટાર સ્પોર્ટ્સના વિકલ્પો અંગે વિચારવા માટે લખ્યું હતું.

    અન્ય યુઝરે લખ્યું કે, હવે એ સમજાય જવું જોઈએ કે શા માટે લોકો સ્ટાર સ્પોર્ટ્સ જોતા નથી. આ પ્રકારના લોકોને પ્લેટફોર્મ આપીને તેઓ વધુ એક સ્તર નીચે ગયા છે. 

    એક વ્યક્તિએ કહ્યું કે, હિંદુઓને ગાળો ભાંડીને લોકો ‘હસ્તી’ બની જાય છે.

    અહીં ઉલ્લેખનીય છે કે મુનવ્વર ફારૂકી અગાઉ પોતાના શૉમાં હિંદુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી ચૂક્યો છે. એટલું જ નહીં, તેણે 27 ફેબ્રુઆરી, 2002ના દિવસે ગોધરામાં મુસ્લિમ ટોળા દ્વારા જીવતા સળગાવાયેલા નિર્દોષ હિંદુઓને લઈને પણ અભદ્ર મજાક કરી હતી. તેણે કહ્યું હતું કે, “હું એક ફિલ્મ જોઈ રહ્યો હતો, ‘ધ બર્નિંગ ટ્રેન’..તો પપ્પા આવ્યા અને તેમણે ‘આ બકવાસ જોવાનું રહેવા દે..’ તેમ કહીને ચેનલ બંધ કરી દીધી..હું વિચારતો હતો કે આવું શા માટે? તો તેમણે કહ્યું કે, આ ગોધરા કાંડનો વિડીયો છે અને આ ન્યૂઝ ચેનલ ચાલી રહી છે…મતલબ હું 2002માં ન્યૂઝ ચેનલ કાર્ટૂન તરીકે જોઈ રહ્યો હતો. આજે ખરેખર થઇ રહ્યું છે. મને ખબર ન હતી કે આ શું હતું? કહે છે કે હિંદુઓને જીવતા સળગાવી મૂક્યા હતા, પણ મર્યા પછી સળગાવવામાં આવે છે ને?”

    આ પ્રકારની અભદ્ર ટિપ્પણીને લઈને જાન્યુઆરી, 2021માં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે, થોડા સમય બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો પરંતુ તેની આ કરતૂતોના કારણે અનેક ઠેકાણે તેનો વિરોધ થયો હતો તો શૉ પણ રદ કરવા પડ્યા હતા. હવે તે ફરી વિવાદોમાં આવ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં