Monday, April 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટએક ફેસબુક પોસ્ટ, 39 હિંદુઓના ઘરો સ્વાહા અને હવે હિંદુ યુવાનને જ...

  એક ફેસબુક પોસ્ટ, 39 હિંદુઓના ઘરો સ્વાહા અને હવે હિંદુ યુવાનને જ ઈશનિંદાના આરોપમાં પાંચ વર્ષની સજા: બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારની વધુ એક ગાથા

  આ મમલામાં પરિતોષ સરકારના વકીલ શમીમ અલ મામુને જણાવ્યું હતું કે આ ચુકાદો ન્યાયપૂર્ણ નથી. અમને આ ચુકાદાથી જરા પણ સંતોષ નથી. માટે  અમે  ન્યાય માટે હાઇકોર્ટમાં જઇશું.

  - Advertisement -

  પડોશી દેશોમાંથી રોજ ત્યાંના લધુમતીઓ પર અત્યાચારની ખબર આવતી જ રહે છે. આ તમામ અત્યાચારોમાં એક કાયદો મોટો ભાગ ભજવે છે અને તે છે ‘ઈશનિંદા’. ગઈકાલે પાકિસ્તાનમાં ‘ઈશનિંદા’ના કથિત આરોપીને ટોળાએ જેલમાંથી બહાર કાઢીને મારી નાંખ્યો હતો. આવું આ પહેલી વાર નથી થયું અને કદાચ છેલ્લીવાર પણ નહીં હોય. આવા જ ઈશનિંદાના મામલામાં બાંગ્લાદેશમાં એક હિંદુ યુવાનને પાંચ વર્ષની સજા કરવામાં આવી છે. 

  મળતી માહિતી મુજબ, બાંગ્લાદેશમાં પરિતોષ સરકાર નામના હિંદુ યુવાનને ફેસબુક પર ધર્મ વિશેષના વિરોધમાં પોસ્ટ કરવાનો આરોપ હતો. કથિત રીતે આ પોસ્ટ ઓક્ટોમ્બર 2021માં કરવામાં આવી હતી. આ પોસ્ટ થયા બાદ કટ્ટર ઇસ્લામિક ટોળું પરિતોષના ઘર સુધી પહોચી ગયું હતું. જો કે સમયસર પોલીસ આવી ગઈ હોવાથી પરિતોષને બચાવી લેવામાં આવ્યો હતો અને ત્યાંથી લઇ જઈને જેલમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ ટોળાનો ગુસ્સો શાંત ન થતા તેઓએ આખા ગામને નિશાન બનાવ્યું હતું. જેમાં કેટલાય ઘરો બળીને ખાક થઇ ગયા હતા. યાદ રહે આ આખું ગામ હિંદુઓનું હતું. 

  પરિતોષ સરકાર પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ સાથે સાથે તેના કારણે રમખાણો ભડક્યાનો આરોપ પણ લાગ્યો હતો. ધરપકડ દરમિયાન તેના પર ડિજિટલ સુરક્ષા કાનુન અંર્તગત કેસ નોધવામાં આવ્યો હતો. ગત રોજ આનો ચુકાદો આવ્યો હતો. આ મામલે ટ્રિબ્યુનલના પબ્લિક કાઉન્સેલ રૂહુલ અમીન તાલુકદરે જણાવ્યું હતું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મામલો સાબિત થયો હોવાથી કોર્ટે આરોપી પરિતોષ સરકારને અલગ અલગ સજાઓમાં પ્રથમ ચાર વર્ષની, બીજી  એક વર્ષની, ત્રીજી  બે વર્ષ, ચોથી ત્રણ વર્ષની અને પાંચ વર્ષની સજા ફટકારી છે. એમ તેને કુલ 11 વર્ષની જેલ થઇ છે. પરંતુ આ તમામ સજાઓ સાથે ગણવાની હોવાથી તેને પાંચ વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. 

  - Advertisement -

  આ મામલામાં પરિતોષ સરકારના વકીલ શમીમ અલ મામુને જણાવ્યું હતું કે આ ચુકાદો ન્યાયપૂર્ણ નથી. અમને આ ચુકાદાથી જરા પણ સંતોષ નથી. માટે અમે ન્યાય માટે હાઇકોર્ટમાં જઇશું. જો કે કોર્ટનું કહેવું છે કે જયારે પરિતોષની ધરપકડ કરી પ્રથમ વખત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે તેણે પોસ્ટ કર્યાનું કબુલ કર્યું હતું. આનો બીજો પક્ષ એ પણ છે કે પરિતોષ અને તેનો પરિવાર કહી રહ્યો છે કે જે દિવસે પોસ્ટ થઇ તે દિવસે તેનો મોબાઈલ રીપેરમાં હતો તેને ખબર પણ નથી આ પોસ્ટ બાબતે. 

  આ ઘટનાની કરુણતાએ છે કે જયારે પરિતોષ પર આ પોસ્ટ કર્યાનો આરોપ લાગ્યો હતો ત્યારે તે સગીર વયનો હતો. છતાં પણ તેના પર આ આરોપ લગાડવામાં આવ્યા હતા. તેનાથી સાવ વિપરીત જે લોકોએ હિંદુ ગામ સળગાવી માર્યું હતું, તેમાંથી મોટા ભાગના લોકો જામીન પર બહાર છે. 

  થોડા સમય પૂર્વે પણ એક હિંદુ નેતાને આવી જ રીતે ખોટી ફેસબુક પોસ્ટના મામલામાં ફસાવીને જેલમાં મોકલવામાં આવ્યા છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં