Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરૂપાલીમાંથી ઝારા બનેલી યુવતીનો દર્દનાક અંત, બુરખો પહેરવાની ના પાડતા શોહર ઇકબાલ...

    રૂપાલીમાંથી ઝારા બનેલી યુવતીનો દર્દનાક અંત, બુરખો પહેરવાની ના પાડતા શોહર ઇકબાલ શેખે છરાના ઘા ઝીંક્યા: પોલીસે આરોપીને ઝડપ્યો

    મુંબઈથી લવ જીહાદનો વરવો કિસ્સો સામે આવ્યો છે. રૂપાલી જેણે લગ્ન કરીને પોતાનું નામ ઝારા કરી દીધું હતું તેને તેના જ પતિએ બુરખો ન પહેરવાના કારણે મારી નાખી છે.

    - Advertisement -

    મુંબઈમાં એક ચોંકાવનારી ઘટનામાં મુસ્લિમ પતિએ કથિત રીતે બુરખો પહેરવાની ના પાડતા રૂપાલીને શોહર ઇકબાલ શેખે છરાના ઘા ઝીંક્યા અને હિંદુ પત્નીની નિર્દયતાથી હત્યા કરી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બાળકની કસ્ટડીને લઈને આરોપી અને તેની પત્ની વચ્ચે ઝઘડો પણ થયો હતો. બંને વચ્ચે બાળકની કસ્ટડીને લઈને બોલાચાલી થઈ રહી હતી, જેનો આવો દર્દનાક અંત સામે આવ્યો. જાણીએ આ ચોંકાવનારી ઘટના વિશે.

    હિંદુ યુવતી રૂપાલીમાંને ઝારા બનાવવામાં આવી

    પોલીસના જણાવ્યા અનુસાર હિંદુ મહિલા રૂપાલીએ 2019માં મુસ્લિમ યુવક ઈકબાલ શેખ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી રૂપાલીએ તેનું નામ બદલીને ઝારા કરી દીધું. વિસ્તારના પોલીસ ઈન્ચાર્જ વિલાસ રાઠોડે જણાવ્યું હતું કે મૃતક હિંદુ યુવતી છેલ્લા કેટલાક મહિનાઓથી તેના પુત્ર સાથે અલગ રહેતી હતી કારણ કે ઈકબાલ શેખના પરિવારે તેના પર બુરખો પહેરવાનું દબાણ કર્યું હતું.

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર રૂપાલી ઈકબાલની બીજી પત્ની હતી. ઈકબાલે તેની પ્રથમ પત્નીને કોઈ સંતાન ન થતું હોવાથી તલાક આપી દીધા હતા. આ પછી ઇકબાલે રૂપાલી સાથે લવ મેરેજ કર્યા હતા. તિલક નગરના ઈન્સ્પેક્ટર વિલાસ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે સોમવારે આરોપી ઈકબાલ શેખે તેની પત્નીનું ગળું કાપીને છરી વડે હત્યા કરી હતી. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    લાંબા સમય સુધી બાળકની કસ્ટડીને લઈને બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. સોમવારે રાત્રે 10 વાગ્યે રૂપાલી અને ઈકબાલ શેખ બાળકની કસ્ટડી અને છૂટાછેડા અંગે વાતચિત કરવાના હતા. આ દરમિયાન બુરખો ન પહેરવા બદલ ઇકબાલે બાળકની કસ્ટડી માટે તેની પત્ની સાથે જાનવરો કરતા પણ ખરાબ વર્તન કર્યું હતું. લાંબા ઝઘડા બાદ બાદ તેણે તેની રુપાલીના ગળા પર પર છરી વડે અનેક ઘા જીક્યાં હતા જેના કારને પીડિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

    ઘટના બાદ રૂપાલીના પરિચિતોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મહિલાનું શરીર લોહીથી ખરડાયેલું હતું. પોલીસે જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં