Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોરબંદર: હિંદુ મહિલાએ પ્રેમી રહીમ સાથે મળીને પતિનું કાસળ કાઢી નાંખ્યું, બંનેની...

    પોરબંદર: હિંદુ મહિલાએ પ્રેમી રહીમ સાથે મળીને પતિનું કાસળ કાઢી નાંખ્યું, બંનેની ધરપકડ; હત્યામાં સામેલ તૌફીક, મેરાજ પણ પકડાયા

    આડા સબંધોમાં અડચણરૂપ બનેલા કાયાભાઈને રસ્તામાંથી હટાવવા રહીમે નીતા સાથે મળીને હત્યાનું આ આખું કાવતરું ઘડ્યું હતું.

    - Advertisement -

    પોરબંદરમાં એક હિંદુ મહિલાએ પ્રેમી રહીમ સાથે મળીને પતિની હત્યા કરાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત 24 મે 2023ના રોજ શહેરના એમજી રોડ પર એક 35 વર્ષીય યુવાનની હત્યા થઈ હતી. જે મામલે પોલીસે તપાસ કરતાં મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમી રહીમ અને તેના મિત્રો તૌફીક અને મેરાજ સાથે મળીને આડાસબંધોમાં કાંટો બનેલા કાયાભાઈ નામના યુવકને છરીથી રહેંસી નાંખ્યો હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે તમામને ઝડપી લીધાં છે.

    મળતી માહિતી અનુસાર મૃતક કાયાભાઈ ગઢવી પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારના રહેવાસી હતા. ઘટનાની રાત્રે મૃતક તેમની પત્ની અને બાળકો સાથે ખીજડી પ્લોટ વિસ્તાર પાસેથી પસાર થઈ રહ્યાં હતા તે સમયે બાઈક પર આવેલા ત્રણ લોકોએ આંતરીને આડેધડ છરીના ઘા મારી ભાગી છૂટ્યા હતા. લોહીના ખાબોચિયા વચ્ચે કાયા ગઢવી ત્યાં જ ઢળી પડ્યા હતા. તાત્કાલિક તેમણે દવાખાને લઇ જતા ફરજ પર હાજર તબીબોએ તેમણે મૃત ઘોષિત કર્યા હતા.

    ઘટના સમયે મૃતકની પત્ની નીતા પણ તેમની સાથે જ હતી અને તેને પણ હાથમાં છરી વાગી હતી. પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ કરતાં હત્યા કરનાર રહીમ હુસૈન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ધરપકડ બાદ રહીમે કબૂલ કર્યું હતું કે તેને મૃતકની પત્ની નીતા સાથે આડા સબંધો હતા, જેની જાણ થઇ જતાં દંપતી વચ્ચે ઝઘડો પણ થયો હતો. જે બાદ આડા સબંધોમાં અડચણરૂપ બનેલા કાયાભાઈને રસ્તામાંથી હટાવવા રહીમે નીતા સાથે મળીને હત્યાનું આ આખું કાવતરું ઘડ્યું હતું.

    - Advertisement -

    પોરબંદરમાં હિંદુ મહિલાએ પ્રેમી રહીમ સાથે મળીને પતિની હત્યા કરવાની આ ઘટનામાં તેવો પણ ખુલાસો થયો હતો કે રહીમને કાયાભાઈના બહાર હોવાની જાણકારી તેની પત્ની નીતાએ જ આપી હતી. પોલીસે કડકાઈથી પૂછપરછ આદરતા આ હત્યા મામલે મૃતકની પત્ની તથા રહીમના અંગત મિત્રો તૌફિક અને મેરાજનું નામ પણ આવતાં પોરબંદર પોલીસે તેમને પણ ઝડપી લીધા હતા.

    પોરબંદર પોલીસે કરાવ્યું હત્યાનું રીકન્ટ્રકશન

    ઉલ્લેખનીય છે કે તમામ આરોપીઓની ધરપકડ બાદ પોરબંદર પોલીસે ખીજડી પ્લોટ રોડ પર કેવી રીતે કાયા ભાઈ ગઢવીની હત્યા કરવામાં આવી તેનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, આ આખી કામગીરી દરમિયાન ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે મૃતકની પત્ની નીતા ઘટના પહેલાં 2 વાર નાનીના ઘરે જવાનું બહાનું કાઢીને પ્રેમી રહીમના ઘરે ચાલી ગઈ હતી. જેને લઈને તેમને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. હવે કાયાભાઈ ગઢવીની હત્યા થતાં 7 અને 4 વર્ષના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં