Saturday, December 28, 2024
More
    હોમપેજદેશપાકિસ્તાની સેનાથી બચવા 10 દિવસ સુધી છૂપાતા ફર્યા... 20 દિવસ કેમ્પમાં ગુજાર્યા...:...

    પાકિસ્તાની સેનાથી બચવા 10 દિવસ સુધી છૂપાતા ફર્યા… 20 દિવસ કેમ્પમાં ગુજાર્યા…: 53 વર્ષ પછી મોદી સરકારના રાજમાં મળી નાગરિકતા, માન્યો CAAનો આભાર

    પીલીભીતમાંથી મોટી સંખ્યામાં અરજીઓ આવવા પાછળનું કારણ નેપાળ તેની સરહદ જોડાયેલી છે. અહીંથી અલગ-અલગ સમયે મોટી સંખ્યામાં ઘણા શરણાર્થીઓ આવ્યા છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પીલીભીતમાં (Pilibhit) એક હિંદુ વ્યક્તિને પૂર્વ પાકિસ્તાનમાંથી (હાલ બાંગ્લાદેશ) આવ્યાના 53 વર્ષ થઇ ચુક્યા બાદ ભારતીય નાગરિકતા (Indian Citizenship) મળી છે. 1971માં તે પાકિસ્તાની સેનાના અત્યાચારોને કારણે પોતાની માતા સાથે ભાગીને ભારત આવી ગયા હતા. તેમણે 1971થી 2024 સુધી શરણાર્થી તરીકે જીવન જીવવું પડ્યું. આ દરમિયાન, તેમણે નાગરિકતા માટે ઘણી વખત પ્રયાસ કર્યો પરંતુ તેઓ સફળ થતા નહોતા. હવે મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા CAA કાયદાને કારણે તેમને ભારતના નાગરિક ગણવામાં આવ્યા છે અને નાગરિકતા આપવામાં આવી છે.

    અહેવાલ અનુસાર પીલીભીત જિલ્લાના ન્યુરિયા હુસૈનપુર ગામમાં રહેતા નિરંજન મંડલને હવે ભારતીય નાગરિકતા મળી છે. તેઓ 74 વર્ષના છે. નિરંજન મંડલ 1971 સુધી બાંગ્લાદેશના ફરીદપુરમાં રહેતા હતા. પરંતુ 1971 દરમિયાન જ્યારે પાકિસ્તાની સેનાએ હિંદુઓ અને બંગાળીઓ પર અત્યાચાર શરૂ કર્યા. ત્યારે તેમને બધું છોડીને ભાગી જવું પડ્યું હતું. તે 21 વર્ષની ઉંમરે તેમની માતા સાથે ત્યાંથી ભાગી આવ્યા હતા. તે તેમના ભાઈને પણ એવી જાણ નહોતી કરી શક્યા કે તેઓ ભારત ભાગી રહ્યા છે.

    53 વર્ષથી કહેવાતાં હતા ઘૂસણખોર

    નિરંજન મંડલે જણાવ્યું કે પાકિસ્તાની સેનાના અત્યાચારોને કારણે તે 10 દિવસ સુધી રખડ્યા હતા તથા છુપાઈ છુપાઈને કોઈક રીતે ભારતની સરહદ સુધી પહોંચી શક્યા. ત્યાંથી તે કોલકાતામાં બનેલા શરણાર્થી શિબિરમાં 20 દિવસ સુધી રહ્યા હતા. ત્યાંથી તેઓ કોઈક રીતે નેપાળ થઈને પીલીભીત પહોંચ્યા હતા. ત્યારપછી તેઓ ન્યુરિયા હુસૈનપુરમાં સ્થાયી થયા હતા. પીલીભીતમાં મોટી સંખ્યામાં બંગાળી સમુદાય રહે છે. જોકે, ભારત આવ્યા પછી તેમનું જીવન ઓછું મુશ્કેલ ન હતું. તેમને ભાષાકીય મુશ્કેલીની સાથે સાથે રોજગાર અંગેની મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો.

    - Advertisement -

    તેઓ ભારત આવ્યા અને અહીં શરણાર્થી તરીકે રહેવા લાગ્યા. અત્યાર સુધી તેઓ કાયદાકીય અડચણોના કારણે 53 વર્ષ સુધી ઘૂસણખોર કહેવાતાં રહ્યા અને ભારતીય નાગરિકતા ન મળેવી શક્યા. જોકે, જ્યારે CAA કાયદો અમલમાં આવ્યો, ત્યારે તેમણે ફરીથી નાગરિકતા મેળવવા અરજી કરી. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને ડિસેમ્બર 2024માં નાગરિકતા મળી. આ દરમિયાન તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે બાળકોને ટ્યુશન કરાવતા હતા. તેમનો સમગ્ર પરિવાર ભારતમાં જ રહે છે.

    પરિવારને નથી મળ્યા 53 વર્ષથી

    ઘણા વર્ષો સુધી, નિરંજન મંડલને વર્ષો સુધી ખબર નહોતી કે તેઓ ભારત આવ્યા પછી બાંગ્લાદેશમાં છૂટી ગયેલ તેમનો બાકીનો પરિવાર શું કરતો હતો. ત્રણ દાયકા પછી, તેમને એ અંગે જાણ મળી કે તેમના ભાઈઓ પણ બચી ગયા છે અને બાંગ્લાદેશમાં જ સુરક્ષિત રીતે રહી રહ્યા છે. જોકે આ 53 વર્ષોમાં તે પોતાના ભાઈને ફરીથી મળી શક્યા નથી. નિરંજન મંડલની ત્રણ દીકરીઓ છે જે પરણેલી છે. તેમને એક પુત્ર પણ છે. તેમનો પરિવાર હવે અહીં સુખેથી રહે છે. તેમનું કહેવું છે કે હવે તેમને 53 વર્ષ સુધી ઘૂસણખોર હોવાના દાગ સાથે જીવવું પડ્યું અને હવે તેમને CAA પોર્ટલ પરથી નાગરિકતાની માહિતી મળી છે.

    ન્યુરિયા હુસૈનપુરના અન્ય એક વ્યક્તિ ગોપાલને પણ ભારતીય નાગરિકતા મળી છે. ગોપાલના પિતા બાંગ્લાદેશથી ભારત આવ્યા હતા. ગોપાલનો જન્મ ભારતમાં થયો હતો. ભારતમાં, જન્મના આધારે નાગરિકતા આપવામાં આવતી નથી, તેથી અત્યાર સુધી તેમને પણ નાગરિકતા મળી નહોતી. જોકે, CAAના કારણે તે પણ નાગરિકતા મેળવી શક્યા છે. તેમની ઉંમર 24 વર્ષની છે. આ વિસ્તારની મુખ્ય વસ્તી બંગાળી જે લોકો બાંગ્લાદેશથી ભાગીને આવેલ છે. ઘણા લોકો હજુ પણ એવા છે જે માન્ય નાગરિકતા વિના સંઘર્ષ કરી રહ્યા છે.

    પીલીભીતમાંથી 7500+ અરજીઓ

    CAAના અમલ પછી પીલીભીત જિલ્લામાંથી નાગરિકતા માટે 7990 અરજીઓ કરવામાં આવી છે. જેમાંથી 9ને નાગરિકતા મળી ગઈ છે. અધૂરા પેપર્સ કે વેરિફિકેશનમાં સમસ્યાના કારણે હજારો અરજીઓ પણ રદ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે પીલીભીતમાંથી મોટી સંખ્યામાં અરજીઓ આવવા પાછળનું કારણ નેપાળ તેની સરહદ જોડાયેલી છે. અહીંથી અલગ-અલગ સમયે મોટી સંખ્યામાં ઘણા શરણાર્થીઓ આવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં