Saturday, March 22, 2025
More
    હોમપેજદુનિયાજે હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથને કર્યું હતું ટાર્ગેટ, તેની દુકાનને લાગી ગયાં...

    જે હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથને કર્યું હતું ટાર્ગેટ, તેની દુકાનને લાગી ગયાં તાળાં: ટ્રમ્પના શપથગ્રહણના 4 દિવસ પહેલાં પડ્યું શટર

    નિવેદનમાં એન્ડરસને જણાવ્યું કે, તેમણે હિંડનબર્ગ રિસર્ચને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કારણ એવું જાણવામાં આવી રહ્યું છે કે પાઇપલાઇનમાં હતાં એ તમામ કામો પૂર્ણ થયા બાદ હવે ફર્મ ઑપરેશન બંધ કરી રહી છે. 

    - Advertisement -

    અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલાં મોટાં પરિવર્તનો જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં USની શોર્ટસેલિંગ ફર્મ અને ભારતમાં પણ જેનું નામ જાણીતું છે એ હિંડનબર્ગ રિસર્ચે (Hindenburg Research) પોતાની દુકાન બંધ કરવાનું એલાન કર્યું. તેના સ્થાપક નેટ એન્ડરસને 15 જાન્યુઆરીએ આ ઘોષણા કરી. 

    નિવેદનમાં એન્ડરસને જણાવ્યું કે, તેમણે હિંડનબર્ગ રિસર્ચને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કારણ એવું જાણવામાં આવી રહ્યું છે કે પાઇપલાઇનમાં હતાં એ તમામ કામો પૂર્ણ થયા બાદ હવે ફર્મ ઑપરેશન બંધ કરી રહી છે. 

    વર્ષ 2017માં સ્થપાયેલી આ શોર્ટ સેલિંગ ફર્મ કોર્પોરેટ ફ્રોડ અને ગેરરીતિને ખુલ્લાં પાડવાનું કામ કરતી હોવાનો દાવો કરતી હતી. અનેક કંપનીઓ સામે તેણે પ્રકાશિત કરેલા રિપોર્ટ્સના કારણે માર્કેટમાં ઘણી ઉથલપાથલ જોવા મળી હતી. 

    - Advertisement -

    હિંડનબર્ગ રિસર્ચે ગત 2022માં ભારતીય ઉદ્યોગસમૂહ અદાણી જૂથને પણ ટાર્ગેટ બનાવ્યું હતું અને તેની ઉપર સ્ટોક મેનીપ્યુલેશન અને અન્ય આરોપો મૂક્યા હતા. જોકે અદાણીએ આ તમામ આરોપો નકારી દીધા હતા. પછીથી મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો અને એક પેનલ નીમ્યા બાદ તપાસ પણ કરવામાં આવી હતી. પરંતુ હિંડનબર્ગે જે હોબાળો મચાવ્યો હતો તેવું કશું જ મળ્યું નહીં.

    ત્યારબાદ વર્ષ 2024માં ફરી એક વખત હિંડનબર્ગે ભારતના મામલમાં હસ્તક્ષેપ કરતાં માર્કેટ રેગ્યુલેટર SEBIનાં ચીફ માધવી બૂચ પર આરોપો લગાવ્યા હતા. પરંતુ તેમાં પણ આરોપો વધારે અને તથ્યો ઓછાં હતાં. આ બંને સમયગાળા દરમિયાન અદાણીના શેર ગગડ્યા હતા અને નુકસાન પણ ખાસ્સું થયું હતું, પરંતુ પછીથી તરત સ્થિતિ સામાન્ય પણ થઈ ગઈ હતી. 

    આ સિવાય પણ હિંડનબર્ગે અન્ય અનેક કંપનીઓ સામે લમણાં લીધાં હતાં અને અમુકને ઘણુંખરું નુકસાન પણ થયું હતું. પરંતુ ભારત કે અદાણીના કિસ્સામાં જગતજમાદારની આ કંપની ન ફાવી. હવે તેનાં શટર જ કાયમી ધોરણે પડી ગયાં છે. 

    અમેરિકાની વાત કરવામાં આવે તો ચૂંટણી બાદ 20 જાન્યુઆરીના રોજ ત્યાં નવા રાષ્ટ્રપતિ શપથગ્રહણ કરે છે. આ વખતે પણ 20 જાન્યુઆરીએ જ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે. તેઓ પહેલી ટર્મ કરતાં બીજી ટર્મ માટે વધુ ગંભીર જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને ડીપ સ્ટેટ નામના રાક્ષસને નાથવા માટેની તૈયારીઓ તેમણે પહેલેથી કરી લીધી છે. બીજી તરફ, બાયડન પ્રશાસનમાં જેમણે મલાઇ ખાધી હતી તેમણે હવે દુકાનો બંધ કરવા માંડી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં