Friday, June 13, 2025
More
    હોમપેજક્રાઈમમહાશિવરાત્રિ માટે ભગવા ધ્વજ અને લાઉડસ્પીકર લગાવતા રોક્યા, પછી મદરેસા પાસેથી કર્યો...

    મહાશિવરાત્રિ માટે ભગવા ધ્વજ અને લાઉડસ્પીકર લગાવતા રોક્યા, પછી મદરેસા પાસેથી કર્યો પથ્થરમારો: બાઈક-ગાડીઓને આગચંપી, ઝારખંડના હજારીબાગનો મામલો

    પથ્થરમારા અને આગચંપીની ઘટનાઓમાં ઘણા વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ત્યાં એક દુકાનને પણ આગચાંપી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટનાની માહિતી મળતા જ ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

    - Advertisement -

    પાછલા ઘણા સમયથી હિંદુ તહેવારો દરમિયાન (Attack on Hindu Festivals) હિંદુઓ પર હુમલા કર્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. ગણેશોત્સવના પંડાલ પર હુમલો, દૂર્ગા પૂજા દરમિયાન હુમલા, રથયાત્રા-રામનવમી જેવા વિવિધ તહેવારોમાં વાતાવરણ ડહોળવાનો પ્રયાસ મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા થતો હોય છે. ત્યારે આ જ ક્રમમાં ઝારખંડમાં (Jharkhand) હજારીબાગ વિસ્તારમાંથી એક મામલો સામે આવ્યો છે. જે અંતર્ગત મહાશિવરાત્રિના (Mahashivaratri) ધ્વજ લગાવવા મામલે હિંદુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો. જે પાછળથી ઝગડાનું સ્વરૂપ લેતા પથ્થમારો તથા આગચંપી જેવી ઘટનાઓ સામે આવી હતી.

    અહેવાલ અનુસાર ઝારખંડમાં હજારીબાગ ખાતે મહાશિવરાત્રિના ધ્વજ લગાવવા અને લાઉડસ્પીકર બાંધવાને લઈને બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. જાગરણના અહેવાલ અનુસાર મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ ઇચક પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ડુમૈરનમાં હિંદુસ્તાન ચોક પર શિવરાત્રી નિમિત્તે લાઉડસ્પીકર લગાવવા ગયેલા હિંદુ સમુદાયના લોકોને રોક્યા હતા.

    દરમિયાન બંને સમુદાયના લોકો એકબીજા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સંતોષ કુમારે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો. મામલો ઉકેલાઈ ગયો હતો ત્યારે ડુમૈરન સ્થિત અપગ્રેડેડ મિડલ સ્કૂલ પાસે એક મદરેસા આવેલી છે ત્યાંથી મુસ્લિમ સમુદાયના લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.  

    - Advertisement -

    આ દરમિયાન પરિસ્થિતિ વધુ ઉગ્ર બની ગઈ હતી અને વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું. કહેવાઈ રહ્યું છે કે આ દરમિયાન, પથ્થરમારા અને આગચંપીની ઘટનાઓમાં ઘણા વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ત્યાં એક દુકાનને પણ આગચાંપી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટનાની માહિતી મળતા જ ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

    નોંધનીય છે કે પોલીસ આખા ગામમાં છાવરી રહી છે. બંને બાજુ પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. ASP સહિત જિલ્લા દળ સ્થળ પર હાજર છે અને પરિસ્થિતિને શાંત કરવામાં રોકાયેલા છે. હાલમાં ત્યાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ભારે પોલીસ દળ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

    આ ઘટના બાદ પોલીસે આખા ડૂમ્રૌન ગામને પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે. તાલીમાર્થી IPS શ્રુતિ અગ્રવાલ, BDO સંતોષ કુમાર, CO રામજી પ્રસાદ ગુપ્તા અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં