Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત કોંગ્રેસની પરિવર્તન યાત્રાનો ફિયાસ્કો, હોદ્દેદારો તો ઠીક કાર્યકર્તાઓ પણ ન આવ્યા:...

    ગુજરાત કોંગ્રેસની પરિવર્તન યાત્રાનો ફિયાસ્કો, હોદ્દેદારો તો ઠીક કાર્યકર્તાઓ પણ ન આવ્યા: પરિવર્તન ઈચ્છતી પાર્ટીની વિચારધારામાંજ પરિવર્તન આવ્યું કે શું?

    ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં પ્રચારના શ્રીગણેશ કરવાનો પહેલો જ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો જ્યારે તેની પરિવર્તન યાત્રા શરુ કરવા પૂરતા લોકો પણ હાજર રહી શક્યાં ન હતાં.

    - Advertisement -

    અમદાવાદમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા નીકળી તો ખરી પરંતુ ન નીકળવા બરાબર. રાજ્યમાં અગામી ચૂંટણીઓને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તમામ પાર્ટીઓ પોતપોતાની તૈયારીઓમાં લાગી પડી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ અગામી ચૂંટણીઓ માટે એડીથી ચોટીનું જોર લાવતી નજરે પડી રહી છે. જેના અંતર્ગત ગઈ કાલે કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા કાઢવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ કોંગ્રેસની પરિવર્તન યાત્રા પર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

    ગુજરાતમાં કૉંગ્રેસની હાલત દિનપ્રતિદિન કફોડી જોવા મળી રહી છે. ત્યારે પ્રજા વચ્ચે પોતાનું વજૂદ બચાવવા મરણીયો પ્રયાસ કરી રહેલી ગુજરાત કોંગ્રેસે કેટલાક મુદ્દાઓને લઇને પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું. જે અંતર્ગત સવારે વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠકમાં પદયાત્રા યોજાઇ હતી. અને સાંજે એલિસબ્રિજ, દાણીલીમડા, જમાલપુર-ખાડિયા અને દરિયાપુર વિધાનસભામાં પદયાત્રા યોજાઈ હતી. જેમાં ભાજપ સરકાર વિરુદ્ધ મોંઘવારી બેરોજગારી જેવા મુદ્દે અમદાવાદ શહેરના 16 વિધાનસભા ક્ષેત્રોમાં કૉંગ્રેસની પરિવર્તન સંકલ્પ પદયાત્રા 2022 કાઢવામાં આવી હતી.

    મીડિયા અહેવાલો અનુસાર આ યાત્રા નારણપુરાથી સવારે 9 વાગ્યે શરુ થવાની હતી, પરંતુ 10 વાગ્યા સુધી પણ યાત્રા શરુ થઇ શકી ન હતી, કારણકે યાત્રામાં ગણ્યા ગાંઠ્યા કાર્યકર્તાઓ સિવાય કોઈ હાજર નહોતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ કે અન્ય હોદ્દેદારો જ ગેરહાજર રહ્યા હતા, અને પરિવર્તન યાત્રા પર પાણી ફરીવળ્યાંના દ્રશ્યો શરૂઆતના તબક્કામાંજ દેખાઈ આવ્યા હતા.

    - Advertisement -

    આ વિષય પર એક મીડિયા એજન્સીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડૉ. જીતું પટેલને પહેલા કોળીયે આવેલી માંખ જેવી પરિસ્થિતિ પર સવાલ પૂછતાં તેમણે, મોંઘવારી ઉપર ઓળીયો-ઘોળીયો ઢોળતા કહ્યું હતું કે “લોકો કામધંધે ન જાય તો ગુજરાન ચલાવવું મુશ્કેલ બને, પાર્ટીના લોકો નોકરી ધંધે ગયા હોવાથી હાજરી ઓછી છે” તેમ કહીને લાજ રાખવાની કોશિશ કરી હતી

    અન્ય એક મીડિયા સાથે વાત કરતા ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ ડૉ. જીતું પટેલ મહાન કવિ રવીન્દ્રનાથ ટાગોરજી ની કવિતા “એકલો જાને રે” નુ આડું દેતા પરિવર્તન યાત્રાની અસફળતા અને ઓછી હાજરીને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટેનો સંનિષ્ઠ પ્રયત્ન ગણીને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના પ્રયત્નના ભાગ રૂપ ગણાવ્યો હતો.

    મળતી માહિતી આનુસાર 33માંથી 16 વિધાનસભામાં પદયાત્રાનું આયોજન અત્યાર પુરતુ કોંગ્રેસે કર્યું છે. આગમી બે દિવસમાં 16 વિધાનસભાની બેઠકો માંથી 5 થી 7 કિમી તમામ વિધાનસભાના કાર્યકરો ચાલીને પરિવર્તન યાત્રા કરશે. આ સમયગાળા દરમિયાન કોંગ્રેસ પાર્ટી પોતના અસ્તિત્વને ટકાવી રાખવા માટેનો ખુબ મહત્વનો પ્રયાસ કરી રહી છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં