Saturday, May 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમાત્ર ચીફ મિનિસ્ટર નહીં, કૉમન મૅન પણ છે CM ભૂપેન્દ્ર પટેલ: દીકરાની...

    માત્ર ચીફ મિનિસ્ટર નહીં, કૉમન મૅન પણ છે CM ભૂપેન્દ્ર પટેલ: દીકરાની સારવાર માટે સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ ન કર્યો, એર એમ્બ્યુલન્સનું 3 લાખનું ભાડું પણ પોતે ભર્યું

    CM ભૂપેન્દ્રભાઈએ દીકરાને મળવા માટે મુંબઈની ટ્રીપનો ખર્ચ પણ પોતે ઉપાડ્યો હતો. તેઓ સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કરી શક્યા હોત કે ઉદ્યોગપતિઓ પાસેથી ચાર્ટર્ડ પ્લેનની મદદ માગી શક્યા હોત. પરંતુ તેમણે સામાન્ય માણસની જેમ ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરી કરી.

    - Advertisement -

    મોટાભાગના લોકોને ‘સત્તા’ શબ્દ એટલા માટે પ્રિય હોય છે કારણકે તેની સાથે સુખ, સમૃદ્ધિ અને વિશેષાધિકાર જોડાયેલા છે. પરંતુ બહુ ઓછા લોકો એ વાત સમજે છે કે જીવનમાં કશું કાયમી નથી રહેતું. તમારી સત્તા કે હોદો કાયમ નહીં રહે, પણ સાદગી અને મૃદુ વ્યવહારને લોકો કાયમ યાદ રાખશે. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે પણ આ જ વાત સાર્થક કરી છે.

    CM ભૂપેન્દ્ર પટેલે ખરા અર્થમાં કૉમન મૅનનું ઉદાહરણ પૂરું પાડ્યું

    તાજેતરમાં CM ભૂપેન્દ્ર પટેલે તેમના દીકરાની સારવાર અર્થે અમદાવાદથી મુંબઈ જવા એર એમ્બ્યુલન્સનું રૂ. ત્રણ લાખ સુધીની ભાડું પોતે ચૂકવ્યું હતું. આટલું ઓછું હોય તેમ દીકરાને મળવા માટે CMએ સરકારી એરક્રાફ્ટના બદલે ડોમેસ્ટિક ફ્લાઈટનો ઉપયોગ કર્યો હતો અને ચારથી પાંચ ટ્રીપ માટે અંદાજીત રૂ.65 હજાર ખર્ચ્યા હતા. આમ CMએ ચીફ મિનિસ્ટર ઉપરાંત કૉમન મૅનનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 108ની મદદથી ફ્લાઈટ બુક કરી

    ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ પછી 1મેના રોજ તેમને વધુ સારવાર અર્થે એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં અનુજ પટેલ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફ્લાઈટ 108ની મદદથી બુક કરી હતી.

    - Advertisement -

    સરકારી સંપત્તિનો દુરુપયોગ કરનારાઓ માટે મુખ્યમંત્રીનું વલણ પ્રશંસનીય

    ભૂપેન્દ્ર પટેલ માટે હાલ કપરો સમય ચાલી રહ્યો છે. એક સીએમ ઉપરાંત પિતા તરીકેની જવાબદારી સંભાળવામાં પણ તેમણે પોતાની પ્રામાણિકતા છોડી ન હતી. દીકરાની સારવાર માટે એર એમ્બ્યુલન્સનું ત્રણ લાખ રૂપિયાનું ભાડું તેમણે પોતે ચૂકવ્યું હતું. તેઓ જે પદ પર છે, તે પદ પર તેમની પાસેથી સરકારી એમ્બ્યુલન્સનું ભાડું પણ માંગવામાં ન આવે. પરંતુ તેમણે પ્રામાણિકતા દાખવીને સરકારમાં આ ભાડું જમા કરાવી દીધું.

    સરકારી કર્મચારી કે નેતા બન્યા બાદ સરકારી સંપત્તિને ભોગવનારા લોકોની ખોટ નથી ત્યાં CM ભૂપેન્દ્ર પટેલે તેમના વલણથી આદર્શ નાગરિકનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

    સામાન્ય માણસની જેમ ડોમેસ્ટિક ફ્લાઈટમાં આવ-જાવ કરી

    CM ભૂપેન્દ્રભાઈએ દીકરાને મળવા માટે મુંબઈની ટ્રીપનો ખર્ચ પણ પોતે ઉપાડ્યો હતો. તેઓ સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કરી શક્યા હોત કે ઉદ્યોગપતિઓ પાસેથી ચાર્ટર્ડ પ્લેનની મદદ માગી શક્યા હોત. પરંતુ તેમણે સામાન્ય માણસની જેમ ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરી કરી.

    અન્ય રાજયના મુખ્યમંત્રી અને તેમનો પરિવાર પણ સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કરતા હોય છે, પણ મૃદુ અને મક્કમ સ્વભાવના CM ભૂપેન્દ્ર પટેલ હોદા પર આવ્યા ત્યારથી આજદિન સુધી તેમના પરિવારે સરકારી એરક્રાફ્ટનો એકેય વાર ઉપયોગ નથી કર્યો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં