Wednesday, October 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્રને આવ્યો બ્રેઈન સ્ટ્રોક: અમદાવાદની KD હોસ્પિટલમાં ઓપરેશન...

    ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્રને આવ્યો બ્રેઈન સ્ટ્રોક: અમદાવાદની KD હોસ્પિટલમાં ઓપરેશન બાદ હાલ હાલત સ્થિર, હોસ્પિટલે બહાર પાડ્યું હેલ્થ બુલેટિન

    જેવા આ સમાચાર બહાર આવ્યા એવા તરત જ પક્ષ વિપક્ષના નેતાઓએ સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને શુભકામનાઓ આપી હતી તથા અનુજ પટેલની તબિયત જલ્દી સારી થાય એ માટે પ્રાર્થના કરી હતી.

    - Advertisement -

    રવિવાર, 30 એપ્રિલના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને બ્રેઇન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બપોરના સમયે તબિયત ખરાબ થતા સારવાર માટે કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પણ કેડી હોસ્પિટલ પહોંચ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અનુજ પટેલની તબિયત હાલ સુધારા પર છે.

    અહેવાલો મુજબ બ્રેઇન સ્ટોક આવતા અનુજ પટેલને કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા વૈષ્ણવદેવી સર્કલ પાસેની કેડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પાપ્ત વિગતો મુજબ અનુજ પટેલનું 2 કલાક ઓપરેશન કરવામાં આવ્યું છે.

    KD હોસ્પિટલે બહાર પાડેલા હેલ્થ બુલેટિન અનુસાર ઓપરેશન બાદ હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની સ્થિતિ સુધારા પર છે. અનુજ પટેલ બ્રેઈન સ્ટોક થતાં તાત્કાલીક સારવાર માટે 2.45 વાગે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની સર્જરી કરવામાં આવી છે તેમજ હાલ તેમની તબિયત સ્થિર છે અને તજજ્ઞ ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ છે તેમ કેડી હોસ્પિટલે જણાવ્યું છે.

    - Advertisement -

    મળતી માહિતી પ્રમાણે અનુજ પટેલને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે બાદ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કે.ડી. હોસ્પિટલે પહોંચ્યા છે. શક્યતા છે કે તેમને 2 દિવસ સુધી ડોક્ટરોના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે.

    અનુજ પટેલ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેઓ એન્જિનિયર છે. અનુજ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. અનુજે પણ ભુપેન્દ્રભાઈની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે.

    ઈસુદાન ગઢવી, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓએ આપી શુભકામનાઓ

    જેવા આ સમાચાર બહાર આવ્યા એવા તરત જ પક્ષ વિપક્ષના નેતાઓએ સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને શુભકામનાઓ આપી હતી તથા અનુજ પટેલની તબિયત જલ્દી સારી થાય એ માટે પ્રાર્થના કરી હતી.

    આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને ગત વિધાનસભા ચૂંટણીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ પણ પાઠવી હતી શુભકામનાઓ.

    કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે પણ મુખ્યમંત્રીના પુત્ર માટે શુભકામનાઓ પાઠવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં