Saturday, January 18, 2025
More
    હોમપેજરાજકારણ‘કેજરીવાલ પરનો કોર્ટનો આદેશ આ કાર્યકાળ પૂરતો જ, ચૂંટણી પછી સીએમ બની...

    ‘કેજરીવાલ પરનો કોર્ટનો આદેશ આ કાર્યકાળ પૂરતો જ, ચૂંટણી પછી સીએમ બની શકે’: ગોપાલ ઈટાલિયાનું જબરું લૉજિક, રૂબિકા લિયાકતે કહ્યું- IQ સાબરમતી મેં ફેંક કે આયે હૈ!

    ઇટાલિયાએ એવો જવાબ આપ્યો કે સુપ્રીમ કોર્ટનો આદેશ સરકારના વર્તમાન કાર્યકાળ પૂરતો જ લાગુ છે અને સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ જાય તો તેનું કોઈ ઔચિત્ય નહીં રહે. આ સાંભળીને એન્કર રુબિકા લિયાકત, અન્ય પેનલિસ્ટ અને સાંભળનારાઓએ માથું પકડી લીધું હતું. 

    - Advertisement -

    સુરતમાં ચાલી રહેલા ત્રણ દિવસીય સુરત લિટરેચર ફેસ્ટિવલના બીજા દિવસે રાજકારણ વિષય પરના એક સેશનમાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પણ હાજરી આપી હતી. દરમ્યાન, તેમણે અરવિંદ કેજરીવાલના કેસ અને મુખ્યમંત્રી પદને લઈને એવો તર્ક આપ્યો, જેની ચર્ચા થઈ રહી છે. 

    ડિબેટ દરમિયાન જ્યારે ઈટાલિયાને પૂછવામાં આવ્યું કે, જો આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવે તો શું અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ મુખ્યમંત્રી બની જશે? નોંધવું જોઈએ કે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપતી વખતે શરત મૂકી હતી કે તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં જઈ શકશે નહીં કે ફાઈલો પર હસ્તાક્ષર કરી શકશે નહીં. 

    આ પ્રશ્નના જવાબમાં ઇટાલિયાએ એવો જવાબ આપ્યો કે સુપ્રીમ કોર્ટનો આદેશ સરકારના વર્તમાન કાર્યકાળ પૂરતો જ લાગુ છે અને સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ જાય તો તેનું કોઈ ઔચિત્ય નહીં રહે. આ સાંભળીને એન્કર રુબિકા લિયાકત, અન્ય પેનલિસ્ટ અને સાંભળનારાઓએ માથું પકડી લીધું હતું. 

    - Advertisement -

    ચર્ચા દરમિયાન રૂબિકાએ ગોપાલ ઈટાલિયાને સુપ્રીમ કોર્ટનો આદેશ યાદ કરાવીને પૂછ્યું કે, “કેજરીવાલ કહી રહ્યા છે કે તેઓ ફરી સીએમ બનશે? આમ જ કઈ રીતે બની જશે? સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ બનશે?” જેના જવાબમાં ગોપાલ કહે છે, “ચૂંટણી ચાલી રહી છે. તેઓ ઉમેદવાર છે. લોકો મત આપશે. ધારાસભ્ય બનશે, સીએમ બની જશે. શું સમસ્યા છે?” આવો જવાબ સાંભળીને રૂબિકા લિયાકત પણ અચંબામાં મૂકાયાં અને એવી પણ ટિપ્પણી કરી કે તમે શું IQ સાબરમતીમાં ફેંકી આવ્યા છો? 

    ત્યારબાદ તેમણે ઈટાલિયાને યાદ કરાવ્યું કે, કોર્ટે કેજરીવાલના સીએમ કાર્યાલય જવા પર કે ફાઈલો પર હસ્તાક્ષર કરવા પર રોક લગાવી છે. તો એવો કયો મુખ્યમંત્રી છે જે ઑફિસ ન જઈ શકે કે ફાઈલો પર હસ્તાક્ષર કરી ન શકે, પણ છતાં મુખ્યમંત્રી બનશે? 

    અહીં ગોપાલ ઈટાલિયા પોતે વ્યવસાયે વકીલ હોવાની અને કાયદાનો અભ્યાસ કર્યો હોવાની વાત કહીને જે જ્ઞાન આપે છે એ લોકોના ગળે ઉતરી રહ્યું નથી. તેઓ કહે છે, “કોર્ટે જે આદેશ પસાર કર્યો…જેમકે પક્ષપલટો થાય છે…આ પાર્ટીના લોકો આ પાર્ટીમાં જાય છે, સરકારો પડી જાય છે..ત્યારે સરકારનો જે કાર્યકાળ હોય તે કાર્યકાળ પર આ આદેશ લાગુ થતો હોય છે. જે કાર્યકાળમાં તમે જે કામ કર્યાં છે, કોર્ટનો આદેશ એ કાર્યકાળનો છે. જ્યારે કાર્યકાળ જ ખતમ થઈ જાય તો એ વાતનું ઔચિત્ય (અંગ્રેજી શબ્દ infructuous વાપરે છે) રહેતું નથી. તેઓ આગળ કહે છે કે, આ કાયદાની ભાષા છે. 

    ત્યારબાદ રૂબિકા પૂછે છે કે, કાર્યકાળ પૂર્ણ થઈ જશે તેનાથી આરોપ થોડા ખતમ થઈ જશે? જેના જવાબમાં ઈટાલિયા કહે છે કે, આરોપ તો લાગતા રહેશે, 2047 સુધી લાગતા રહેશે. ત્યારબાદ ભાજપ પ્રવક્તા તુહિન સિન્હાએ પણ સ્પષ્ટ કર્યું કે, કાર્યકાળ ખતમ થઈ શકે, પણ કૌભાંડની તપાસ ખતમ નથી થવાની. આ જ કેસમાં જો તેમને કહેવામાં આવ્યું હોય તો કાર્યકાળ પૂર્ણ થાય કે ન થાય, જીતે કે હારે પણ નિયમો લાગુ જ રહેશે. પરંતુ તેમ છતાં ગોપાલ ઈટાલિયા પોતે કાયદાના જાણકાર હોવાની અને બીજા પેનલિસ્ટોએ કાયદો વાંચ્યો છે કે નહીં તેની વાતો કરતા રહે છે. 

    અહીં સ્પષ્ટ છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસીનો જે કેસ ચાલી રહ્યો છે તેને સરકારોના કાર્યકાળ સાથે કશું જ લેવાદેવા નથી. કાલે ઉઠીને દિલ્હીની સરકાર બદલાય જાય કે કેન્દ્રની પણ સરકાર બદલાય જાય તો એ કેસ ચાલુ રહેશે. જેમ બિહારના મુખ્યમંત્રી રહેતા લાલુ યાદવે જે ગોટાળા કર્યા હતા તેની તપાસ વર્ષો સુધી ચાલી અને હમણાં સુધી ચુકાદા આવતા રહ્યા છે. કોર્ટની કાર્યવાહીને સરકારના કાર્યકાળ સાથે કશું જ લાગતું-વળગતું નથી. જો કેસનો વિષય જ કાર્યકાળ સંબંધિત હોય તો કોર્ટ આદેશોમાં તે બાબત સ્પષ્ટ કરે છે. કેજરીવાલને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે ક્યાંય એવું કહ્યું ન હતું કે કેજરીવાલ પર આ નિયમો વર્તમાન કાર્યકાળ સુધી જ લાગુ રહેશે. પરંતુ ગોપાલ ઈટાલિયાએ અલગ જ તર્ક લગાવ્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં