Friday, December 6, 2024
More
    હોમપેજગુજરાત‘મારા પિતા પર એસિડ ફેંકાયું હતું, મૃતદેહો ઓળખાય નહીં એવા થઈ ગયા...

    ‘મારા પિતા પર એસિડ ફેંકાયું હતું, મૃતદેહો ઓળખાય નહીં એવા થઈ ગયા હતા’: ગોધરા હિંદુ હત્યાકાંડના પીડિત પરિવારોની આપવીતી, કહ્યું- મસ્જિદોમાંથી થયું હતું ‘મારો..કાપો’નું એલાન

    એક વકીલ ‘સ્વરાજ્ય’ સાથે વાત કરતાં કહે છે કે, મુસ્લિમ ટોળાનો મૂળ ઉદ્દેશ્ય એ જ હતો કે આખી ટ્રેન સળગાવી દેવામાં આવે. પરંતુ સદભાગ્યે ટ્રેન મોડી પડી હતી. જો ટ્રેન સમય પર પહોંચી હોત, તો કદાચ આખી ટ્રેન સળગાવી દેવામાં આવી હોત અને મોટી જાનહાનિ થઈ હોત. 

    - Advertisement -

    27 ફેબ્રુઆરી, 2002ની ગોધરા કાંડની ઘટના આમ તો ભૂલવા જેવી ઘટના જ નથી અને સમયે-સમયે તેનું સ્મરણ હિંદુ સમાજને થતું રહે એ આવશ્યક છે. હમણાં એક ફિલ્મના કારણે ઘટના ચર્ચામાં છે. બીજી તરફ, મેગેઝિન  ‘સ્વરાજ્ય’ દ્વારા એક ડોક્યુમેન્ટ્રી પ્રકાશિત કરવામાં આવી છે, આ જ વિષય પર, જેમાં એ હિંદુઓની આપવીતી છે, જેમનાં સ્વજનો માત્ર એટલા માટે મુસ્લિમ ભીડની હિંસાનો ભોગ બની ગયાં હતાં, કારણ કે તેઓ હિંદુ હતા અને અયોધ્યા પોતાના આરાધ્યના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. 

    ‘સ્વરાજ્ય’ની ડોક્યુમેન્ટ્રીમાં અમુક એવા વ્યક્તિઓની પણ વાત છે, જેમણે નજરે સમગ્ર ઘટના જોઈ હતી. તેઓ આગળ-પાછળના ડબ્બામાં હતા, જેને ઓછું નુકસાન થયું હતું, એટલે સદભાગ્યે તેઓ આ કથા કહેવા માટે જીવિત રહી શક્યા. બાકી S-6 અને S-7 ડબ્બાઓને સળગાવી દેવામાં આવ્યા હતા અને તેમાં સવાર કુલ 59 હિંદુઓ જીવતા ભૂંજાયા હતા. 

    ડોક્યુમેન્ટ્રીમાં પીડિતોએ જણાવ્યું કે, કઈ રીતે ગોધરા સ્ટેશન પર સવારે ગાડી આવીને ઊભી રહી એટલે તરત તેમની ઉપર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ ટ્રેન આગળ વધી અને પાંચસો મીટર જેટલે ગઈ હશે ને તરત બાજુમાંથી દોઢ-બે હજાર મુસ્લિમોનું ટોળું ત્યાં ધસી આવ્યું અને ડબ્બાને બહારથી બંધ કરીને પથ્થરો ફેંકીને, હથિયારો વડે માર મારીને આખરે ડબ્બાને આગ લગાવી દીધી હતી. 

    - Advertisement -

    વિશ્વ હિંદુ પરિષદમાં કામ કરી ચૂકેલાં અને તે સમયે ટ્રેનના એક ડબ્બામાં હાજર મંદાકિનીબેન ભાટિયા જણાવે છે કે, ત્યાં નજીકમાં એક મસ્જિદ હતી, ત્યાંથી એલાન થતું હતું કે, ‘માર ડાલો..કાટ ડાલો…કિસી કો જિંદા મત જાને દો…લડકિયોં કો ખીંચ લો…’ તેમણે કહ્યું કે, તેઓ જેમ-તેમ કરીને મહામહેનતે ડબ્બાની બહાર નીકળી શક્યાં હતાં અને પછી તો પેટ્રોલ છાંટીને ડબ્બો સળગાવી દેવામાં આવ્યો હતો. તેઓ કહે છે કે, તેમની સાથે જે મહિલાઓ હતી, તેમાંથી 11 જેટલી મહિલાઓ ગૂંગળામણના કારણે મૃત્યુ પામી હતી. 

    એક વકીલ ‘સ્વરાજ્ય’ સાથે વાત કરતાં કહે છે કે, મુસ્લિમ ટોળાનો મૂળ ઉદ્દેશ્ય એ જ હતો કે આખી ટ્રેન સળગાવી દેવામાં આવે. પરંતુ સદભાગ્યે ટ્રેન મોડી પડી હતી. જો ટ્રેન સમય પર પહોંચી હોત, તો કદાચ આખી ટ્રેન સળગાવી દેવામાં આવી હોત અને મોટી જાનહાનિ થઈ હોત. 

    જે વ્યક્તિએ 59 હુતાત્માઓના સળગેલા મૃતદેહ જોયા હતા અને જેમણે આ ઘટનામાં પોતાના પિતા ખોયા હતા એવા અશોક પ્રજાપતિ કહે છે કે, કોઈના મૃતદેહમાં કશું જ બચ્યું ન હતું અને કોઈને દાંતથી તો કોઈને ઘરેણાંથી ઓળખવામાં આવ્યા હતા. અમુકની DNA રિપોર્ટથી ઓળખ કરવામાં આવી હતી. 

    પિતા સાથે શું બન્યું હતું તે જણાવતાં અશોક કહે છે કે, “એવું ન હતું કે તેમણે (મુસ્લિમ ટોળું) પેટ્રોલ અને ઓઇલ નાખ્યાં હતાં, મારા પિતાજીના માથા પર એસિડ પડ્યું હતું, જેના કારણે ખોપરીનો હિસ્સો નીકળી ગયો હતો.” 

    તેઓ આગળ કહે છે કે, “હોસ્પિટલમાં તો મારી હિંમત થઈ ન હતી, પછી સ્મશાન જઈને મેં મૃતદેહ ખોલીને જોયો તો જોવા મળ્યું કે મગજનો હિસ્સો બહાર આવી ગયો હતો.”

    અશોક પ્રજાપતિએ તેમનાં માતાનો પણ પરિચય કરાવ્યો હતો, જેઓ એક હાથ ગુમાવી ચૂક્યાં છે. તેમણે કહ્યું, “મારી માતાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અમે આમ તેમને ક્યારેય એકલાં છોડતા નથી, પણ તેમનો પણ જીવનસાથી ચાલ્યો ગયો હતો. એકલવાયું અનુભવાય એ સ્વાભાવિક છે.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં