Friday, February 7, 2025
More
    હોમપેજક્રાઈમવધુ એક હિંદુ યુવતીનો લવ જેહાદે લીધો જીવ: ફરાઝે ધર્માંતરણ કરાવ્યો હોવાનો...

    વધુ એક હિંદુ યુવતીનો લવ જેહાદે લીધો જીવ: ફરાઝે ધર્માંતરણ કરાવ્યો હોવાનો પિતાનો આરોપ, કહ્યું- ડ્રગ્સ આપી ગુજારતો બળાત્કાર; નિકાહ માટે ₹20 કરોડની સંપત્તિ પોતાના નામે કરવાની મૂકી શરત

    ફરાઝે પીડિતાનું ધર્માંતરણ કરાવવા તેના ટ્યુશન પણ લગાવડાવ્યા હતા તથા મજહબી ક્રિયાઓ કરતા એટલે કે નમાજ વગેરે વસ્તુઓ યુવતીને શીખવાડી રહ્યો હતો. તેણે પીડિતાને બળજબરી પૂર્વક અન્ય મજહબના ગ્રુપ્સમાં પણ એડ કરાવી દીધી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદમાંથી (Ghaziabad) લવ જેહાદનો (Love Jihad) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં પીડિતાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. ગાઝિયાબાદમાં રહેતા પીડિતાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે અનુસાર ફરાઝ અતર નામક વ્યક્તિએ તેમની પુત્રીને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેનું શારીરિક, (Sexual Abuse) માનસિક અને આર્થિક શોષણ કર્યું હતું. જેના પગલે યુવતીએ આત્મહત્યા (Suicide) કરી જીવન ટૂંકાવ્યું હતું.

    સમગ્ર મામલો 11 ડિસેમ્બરનો છે. ગાઝિયાબાદમાં 30 વર્ષીય હિંદુ પીડિતાએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારપછી તેના 70 વર્ષીય પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે તેમની પુત્રી લવ જેહાદનો શિકાર બની હોવાનો આરોપ મુક્યો હતો. ફરિયાદ અનુસાર તેઓ એક બિઝનેસમેન છે અને તેમણે તેમની ₹20 કરોડની સંપત્તિ તેમની પુત્રીના નામે કરેલી હતી. આ સંપત્તિ હડપી લેવા શાહરદા નિવાસી ફરાઝ અતરે તેમની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.

    તેમના જણાવ્યા અનુસાર ફરાઝ પોતે કુંવારો છે એમ કહીને તેમની પુત્રી સાથે સંબંધ બાંધતો હતો, તથા તેના પર દેવું છે એમ કહીને યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવી ચુક્યો હતો. પીડિતાના પિતાનો આરોપ છે કે ફરાઝ અતર તેમની પુત્રીને મંકી ડસ્ટ નામક ડ્રગ આપીને તેના પર બળાત્કાર ગુજારતો હતો. જેના પગલે પીડિતાએ ઘણી વાર ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો.

    - Advertisement -

    ફરાઝે પીડિતાનું ધર્માંતરણ કરાવવા તેના ટ્યુશન પણ લગાવડાવ્યા હતા તથા મજહબી ક્રિયાઓ કરતા એટલે કે નમાજ વગેરે વસ્તુઓ યુવતીને શીખવાડી રહ્યો હતો. તેણે પીડિતાને બળજબરી પૂર્વક અન્ય મજહબના ગ્રુપ્સમાં પણ એડ કરાવી દીધી હતી. જેના પગલે પીડિતાના વ્યવહારમાં ઘણો બદલાવ આવ્યો હતો.

    પુત્રીને નમાજ પઢતી જોઈ લાગ્યો આઘાત

    આ જ દરમિયાન જ્યારે 14 નવેમ્બરે તેમણે તેમની પુત્રીના નમાજ અદા કરતા જોઈ તો તેમને બ્રેન અટેક આવી ગયો હતો. જેના પગલે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા. બીજા દિવસે 15 નવેમ્બરે જ્યારે તેઓ ICUમાં હતા ત્યારે ફરાઝ તેમની પુત્રી સાથે તેમને મળવા આવ્યો હતો. તેમની ગંભીર હાલત જોઇને ફરાઝે યુવતી સાથે નિકાહ કરવાની તો હા પાડી પરંતુ તેમના અન્ય સંબંધીઓને આ અંગે જાણ કરવાની ના પાડી.

    ફરાઝ હોસ્પિટલમાં તેના ભાઈ કાસિફને સુપ્રીમ કોર્ટનો વકીલ ગણાવીને સાથે લઈને પહોંચ્યો હતો. આ જ દરમિયાન ફરાઝે પીડિતાના પિતાની એવા દસ્તાવેજ પર સહીઓ લઇ લીધી જેમાં લખેલું હતું કે તેમની પુત્રીના અન્ય મજહબમાં નિકાહ કરાવવામાં તેમને કોઈ આપત્તિ નથી. પિતાના જણાવ્યા અનુસાર 24 નવેમ્બરે ફરાઝે તેમને અને તેમની પુત્રીને કૌશાંબી સ્થિત એક હોટેલમાં બોલાવ્યા હતા.

    ‘સંપત્તિ મારા નામ પર કરો, તો જ કરીશ નિકાહ’

    આ હોટેલમાં ફરાઝે પીડિતા અને તેના પિતાની તેની અમ્મી તલત, તેનો ભાઈ કાસિફ અને બહેન સના સાથે પિતા-પુત્રીની મુલાકાત કરાવડાવી. આ હોટેલનું બિલ પણ પીડિતા પાસે અપાવડાવ્યું. પિતા અનુસાર 5 ડિસેમ્બરે જ તેમની પુત્રીએ લગ્નના બધા દસ્તાવેજ તૈયાર કરાવી લીધા હતા. જોકે, ફરાઝ તેને નિકાહની તારીખ લંબાવવા કહી રહ્યો હતો.

    10 ડિસેમ્બરે તેમની પુત્રીએ તેમને જણાવ્યું કે ફરાઝે નિકાહ કરવા માટે એવી શરત મૂકી છે કે જેટલી સંપત્તિ છે તે બધી તેના નામ પર કરવામાં આવે. આ બાબતથી આઘાત પામીને પુત્રીએ 11 ડિસેમ્બરે તેમના ચંદ્રપુરી સ્થિત મકાનમાં પોતાની જાતને આગ ચાંપીને આત્મહત્યા કરી લીધી હતી. પીડિતાના પિતાનો આરોપ છે કે આરોપી ફરાઝે તેમની પુત્રીને લવ જેહાદનો શિકાર બનાવી હતી. તથા આરોપી સાથે અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં