Sunday, April 28, 2024
More
    હોમપેજદેશ'પહેલાં જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદના સમાચારો આવતા, હવે વિકાસની વાતો થાય છે': PM મોદીએ...

    ‘પહેલાં જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદના સમાચારો આવતા, હવે વિકાસની વાતો થાય છે’: PM મોદીએ જમ્મુમાં AIIMS-IIMનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- મે રાજ્યને આપેલું વચન પૂર્ણ કર્યું

    પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "જમ્મુ-કાશ્મીરમાં એક સમયે સ્કૂલો સળગાવવામાં આવતી હતી અને હવે સજાવવામાં આવી રહી છે, આ તફાવત હોય છે પરિવારવાદી સરકાર અને દ્રઢ ઇચ્છાશક્તિ ધરાવતી સરકારમાં."

    - Advertisement -

    વડાપ્રધાન મોદી મંગળવારે (20 ફેબ્રુઆરી) જમ્મુ-કાશ્મીરની મુલાકાત પર છે. જમ્મુ અને કાશ્મીરમાં PM મોદીએ ₹32000 કરોડના વિકાસ કાર્યોની ભેટ કરી છે. સાથે PM મોદીએ જમ્મુ એરપોર્ટના નવા ટર્મિનલ ભવનની આધારશિલા પણ રાખી છે. એ ઉપરાંત તેમણે ‘કોમન યુઝર ફેસીલીટી’ પેટ્રોલિયમ ડેપોની આધારશિલા પણ રાખી છે. સાથે જ PM મોદીએ જમ્મુમાં AIIMS અને IIMનું ઉદ્ઘાટન પણ કર્યું છે. ખાસ વાત તો એ છે કે, વર્ષ 2019માં વડાપ્રધાન મોદીએ જ AIIMS હોસ્પિટલની આધારશિલા રાખી રહી હતી. જે બાદ હવે તેમણે જ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે.

    મંગળવારે (20 ફેબ્રુઆરી) વડાપ્રધાન મોદી જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પર છે. જમ્મુમાં PM મોદીએ AIIMS-IIMનું ઉદ્ઘાટન પણ કર્યું છે. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતો પણ કરી હતી. સાથે તેમણે મૌલાના આઝાદ મેદાનમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે સભાને સંબોધિત કરતી વખતે કહ્યું કે, “70-70 વર્ષથી અધૂરા તમારા તમામ સપનાઓ થોડા જ વર્ષોમાં મોદી પૂર્ણ કરીને બતાવશે.” વડાપ્રધાને કાશ્મીરના જૂના દિવસો પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, “પહેલાં જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદના સમાચારો સામે આવતા હતા, હવે વિકાસના સમાચારો આવે છે.”

    ‘કાશ્મીરમાં હવે વિકાસ થઈ રહ્યો છે’

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “જમ્મુ-કાશ્મીરમાંથી માત્ર આતંકવાદ-અલગાવવાદનો અવાજ ઊઠતો હતો. હવે અહિયાં તમામ ક્ષેત્રોમાં વિકાસ થઈ રહ્યો છે. રાજ્યમાં 12 મેડિકલ કોલેજ છે. કાશ્મીર ઘાટી ટ્રેનથી જોડાયેલી છે. જમ્મુ-કાશ્મીર દેશનું એવું રાજ્ય છે, જ્યાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. 2 AIIMS રાજ્યમાં બની રહી છે. મે રાજ્યને આપેલું વચન પૂર્ણ કર્યું છે.” તેમણે વધુમાં કહ્યું કે, “મે વિકસિત જમ્મુ-કાશ્મીરનો સંકલ્પ લીધો છે અને તેને વિકસિત બનાવીને જ છોડીશ. 70 વર્ષોથી લટકેલા કાર્યો જલ્દીથી પુરા કરીશ.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “કાશ્મીરમાં દશકો સુધી પરિવારવાદની રાજનીતિ રહી છે. પરિવારવાદની રાજનીતિ કરનારાઓએ માત્ર પોતાનો સ્વાર્થ જ જોયો છે. તમારા હિતોની ચિંતા કરી નથી.” તેમણે કહ્યું, “જમ્મુ કાશ્મીરને હવે પરિવારવાદની રાજનીતિથી મુક્તિ મળી રહી છે. પહેલાં યુવાનોએ શિક્ષણ મેળવવા માટે બહાર જવું પડતું હતું. પરંતુ આજે કાશ્મીર કૌશલ વિકાસનું કેન્દ્ર છે.”

    ‘સૌથી મોટી સમસ્યા હતી આર્ટીકલ 370’

    PM મોદીએ કહ્યું કે, “કાશ્મીરમાં સૌથી મોટી સમસ્યા આર્ટીકલ 370 હતી. તેને હટાવીને ભાજપ સરકારે નવો ઇતિહાસ લખ્યો છે. હવે ટૂંક સમયમાં જ આર્ટીકલ 370 પર ફિલ્મ આવી રહી છે. સારી વાત છે, લોકોને સાચી માહિતી મળે તો ઉપયોગી થશે. 370ની શક્તિ જુઓ, તેની વિદાયને કારણે આજે મેં હિંમતભેર કહ્યું છે કે, ચૂંટણીમાં ભાજપને 370 આપો અને NDAને 400થી આગળ લઈ જાઓ.”

    વડાપ્રધાને આગળ કહ્યું કે, દાયકાઓથી ગરીબીમાં જીવતા લોકોને આજે સરકારના અસ્તિત્વનો અહેસાસ થયો છે. નવી રાજકીય લહેર શરૂ થઈ છે. યુવાનોએ પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણ સામે બ્યૂગલો ફૂંકી છે. તેમણે કહ્યું, “જમ્મુ-કાશ્મીરમાં એક સમયે સ્કૂલો સળગાવવામાં આવતી હતી અને હવે સજાવવામાં આવી રહી છે, આ તફાવત હોય છે પરિવારવાદી સરકાર અને દ્રઢ ઇચ્છાશક્તિ ધરાવતી સરકારમાં.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં