Monday, April 29, 2024
More
    હોમપેજગુજરાત'સનાતન ધર્મથી અજાણ હતી, બ્રેનવોશ થઈને ઈસ્લામ તરફ ઢળી': અમદાવાદના ઉમિયાધામમાં કેરળની...

    ‘સનાતન ધર્મથી અજાણ હતી, બ્રેનવોશ થઈને ઈસ્લામ તરફ ઢળી’: અમદાવાદના ઉમિયાધામમાં કેરળની 4 ‘લવ જેહાદ’ પીડિતાઓએ વર્ણવી આપવીતી, કહ્યું- હાથી-વાંદરાને પૂજો છો એવું કહીને ઉડાવતા મજાક

    પીડિતાએ જણાવ્યું કે, "માઈન્ડ વોશ કરવાનું સૌથી મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. હું ઈસ્લામ તરફ જવા લાગી હતી. તાજેતરમાં હું એક સંસ્થા દ્વારા જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરી રહી છું."

    - Advertisement -

    દેશમાં અને રાજ્યમાં લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેહાદી માનસિકતા ધરાવતા લોકો હિંદુ યુવતીને લલચાવી, ફોસલાવી મિત્રતા કરે છે. જે બાદ ધીરે-ધીરે બ્રેનવોશ કરીને પોતાના જ ધર્મ પ્રત્યે નફરત ધરાવતી કરી દે છે. આવી રીતે તેઓ હિંદુ યુવતીઓનું ધર્માંતરણ કરે છે. તાજેતરમાં જ ‘કેરલા સ્ટોરી’ નામની એક ફિલ્મ આવી હતી, તેમાં ઈસ્લામિક ષડયંત્રનો ભોગ બનનારી યુવતીઓની આપવીતી વર્ણવવામાં આવી હતી. જ્યારે હવે રાજ્યમાં અને દેશમાં લવ જેહાદના કિસ્સા અટકાવવા માટે વિશ્વ ઉમિયાધામ સંસ્થાએ પહેલ પણ કરી છે. કેરળની લવ જેહાદથી પીડિત જે યુવતીઓ પર ‘કેરલા સ્ટોરી’ ફિલ્મ બની હતી તેમાંની 4 યુવતીઓ ઉમિયાધામ ખાતે આવી હતી. કેરળની લવ જેહાદ પીડિતાઓએ પોતાની આપવીતી અમદાવાદના ઉમિયાધામ ખાતે વર્ણવી હતી.

    મંગળવારે (30 જાન્યુઆરી) અમદાવાદના ઉમિયાધામમાં એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ લવ જેહાદ સામે જાગૃતિ લાવવા માટે હિંદુ બહેન-દીકરીઓ માટે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કેરળની 4 લવ જેહાદ પીડિતાઓની આપવીતી તેમના જ મુખેથી સાંભળવા મળી હતી. સાથે ત્યાં હજાર મહિલાઓ અને યુવતીઓને ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. ચાર પીડિતાઓએ પોતે ભોગવેલી યાતનાઓ વિશે વર્ણન કર્યું હતું.

    ‘સનાતન ધર્મ વિશે અજાણ હતી, બ્રેનવોશથી ઈસ્લામ તરફ ઢળી’- પીડિતા

    આ કાર્યક્રમ દરમિયાન એક પીડિતાએ કહ્યું હતું કે, લવ જેહાદનું સૌથી મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. તમામે ધર્માંતરણ મુદ્દે જાગૃત થવાની જરૂર છે. પીડિતાએ પોતાની આપવીતી વર્ણવતા કહ્યું કે, “7 વર્ષ પહેલાં મારી સાથે જ આવું જ થયું હતું. તેના (મુસ્લિમ મિત્રના) મઝહબની વાતોથી હું પ્રેરાઈ ગઈ હતી. હું સનાતન ધર્મ વિશે અજાણ હતી. જેથી તેની વાતોથી હું આકર્ષાઈ ગઈ હતી. મારુ બ્રેનવોશ કરવામાં આવી રહ્યું હતું. જેથી હું ઈસ્લામ તરફ જવા લાગી હતી. મારો નેચર-મારી રહેણીકરણી ઈસ્લામ જએવી થઈ ગઈ હતી. ઘણું બધુ થઈ ગયું હતું, પરંતુ આખરે મારા માતા-પિતાએ મને હિંદુ સંસ્થામાં મોકલી દીધી હતી. હિંદુ સંસ્થામાં જોડાયા પછી હું સનાતન ધર્મને જાણી શકી હતી.”

    - Advertisement -

    ‘માઈન્ડ વોશ કરવાનું સૌથી મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે’- પીડિત વૈશાલી શેટ્ટી

    કેરળની લવ જેહાદ પીડિતા વૈશાલી શેટ્ટીએ પણ પોતાની આપવીતી જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, સાત વર્ષ પહેલાં તેમની સાથે પણ એવું જ થયું હતું. સાથે કામ કરનારા કર્મચારીઓ બધા મુસ્લિમ હતા. તેમાં એક યુવક પણ હતો. તે લોકોએ તેના કોમની વાતો કરીને પીડિતાને ભોળવી દીધી હતી અને બ્રેનવોશ કરી દીધું હતું. પીડિતાએ જણાવ્યું કે, “માઈન્ડ વોશ કરવાનું સૌથી મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. હું ઈસ્લામ તરફ જવા લાગી હતી. તાજેતરમાં હું એક સંસ્થા દ્વારા જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરી રહી છું.”

    ‘હાથી-વાંદરાને પૂજો છો, એવું કહીને ઉડાવતા મજાક’- પીડિતા શ્રુતિ

    કેરળની લવ જેહાદ પીડિતા શ્રુતિએ પોતાની આપવીતી વર્ણવી હતી કે, “11 વર્ષ પહેલાં મારી સાથે ઈસ્લામિક મિત્રો હતા, જેથી હું ધર્માંતરણ તરફ વળી ગઈ હતી. મે નામ બદલી નાખ્યું હતું. હું બાળપણથી જ સનાતન ધર્મ વિશે કઈ જાણતી નહોતી. ઈસ્લામિક મિત્ર દ્વારા હું ધર્મ પરિવર્તન માટે વળી હતી. સનાતન ધર્મ વિશે અજ્ઞાનતા હોવાથી મે ધર્મ પરિવર્તન કરી નાખ્યું હતું. હિંદુ કરતાં મુસ્લિમ યુવતીઓ કોલેજમાં વધુ હતી. મને હિંદુ કહેવામાં પણ શરમ આવતી હતી, કારણ કે હું સનાતન ધર્મ વિશે ક્યારેય જાણી જ નહોતી. મુસ્લિમ મિત્ર મારી મજાક ઉડાવતો, તે કહેતો કે, તમે હાથીની પૂજા કરો છો, વાંદરાની પૂજા કરો છો. મે તેની વાતોમાં આવીને નમાઝ, રોજા શરૂ કરી દીધા હતા.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં