એક તરફ દિલ્હીમાં ચૂંટણીના (Delhi Assembly Election) રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના (AAP) મુખ્યમંત્રી આતિશી (Atishi) પર FIR દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે સીએમ આતિશી પોતાના ચૂંટણી કાર્યાલય પર ચૂંટણીના કામ માટે સરકારી ગાડીનો ઉપયોગ કરી રહ્યા હતા. ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડી વાપરવા અને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ સીએમ આતિશી વિરુદ્ધ FIR થઈ છે.
પ્રપાત માહિતી અનુસાર આતિશીએ પોતાના ચૂંટણી પ્રચારમાં PWDની ગાડી વાપરી હતી. ચૂંટણી પંચને આ મામલે જાણ થતા ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતા વાત સાચી હોવાનું સામે આવ્યું હતું. આ ગાડી લઈ જવા બદલ PWDના એન્જીનીયર સંજય કુમારને જવાબદાર ગણવામાં આવ્યા છે. પુષ્ટિ થયા બાદ દિલ્હી પોલીસે બંનેના નામના ઉલ્લેખ સાથે FIR નોંધી દીધી છે. નોંધવું જોઈએ કે આતિશી મંગળવારે (14 જાન્યુઆરી 2025) જ નામાંકન ભરવાના હતા અને એ જ દિવસે તેમના પર FIR થઈ છે.
અરવિંદ કેજરીવાલે કરી FIRની પુષ્ટિ
આ સમગ્ર ઘટનાક્રમને લઈને એક તરફ આમ આદમી પાર્ટી તે વાત નકારી રહી છે કે તપાસમાં આતિશી દ્વારા સરકારી ગાડી વાપરવામાં આવી હતી. જોકે આમ આદમી પાર્ટીએ તે પણ વાત નકારી દીધી છે કે તેમના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કરતા-ધરતા અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે પોતે X પોસ્ટ કરીને તે વાતની પુષ્ટિ કરી છે કે મુખ્યમંત્રી આતિશી પર FIR દાખલ કરવામાં આવી છે. તેમણે લખ્યું છે કે, “તેમના નેતાઓ જાહેરમાં ધાબળા, સાડી, ચેન વગેરે વેચીને બનાવટી વોટ ઉભા કરે છે તેમ છતાં FIR નથી થતી, પણ મુખ્યમંત્રી આતિશી વિરુદ્ધ તરત જ FIR દાખલ થઈ જાય છે.”
इनके नेता खुलेआम पैसा बाँटते हैं, साड़ी, कंबल, सोने की चैन आदि बाँटते हैं, फ़र्ज़ी वोट बनवाते हैं, फिर भी एक FIR तक दर्ज नहीं होती। लेकिन मुख्यमंत्री आतिशी जी के ख़िलाफ़ तुरंत FIR हो जाती है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 14, 2025
आम आदमी पार्टी पूरे सिस्टम के ख़िलाफ़ लड़ रही है। इस सड़े गले सिस्टम को जनता के साथ… https://t.co/r9HEib4wQO
આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, તેમની આમ આદમી પાર્ટી આખા સીસ્ટમ વિરુદ્ધ લડી રહી છે. તેમણે સીસ્ટમને સડેલી કહીને તેને બદલવાની વાત પણ કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પણ પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પણ આ સડેલી સીસ્ટમનો ભાગ છે. જોકે એ વાત અલગ છે કે અરવિંદ કેજરીવાલ પોતે દિલ્હી લીકર પોલીસી થકી હજારો કરોડનું કરપ્શન કરવાના આરોપમાં જેલ કાપી આવ્યા છે.
પોલીસે શરૂ કરી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે જે વાહન ને લઈને FIR દાખલ કરવામાં આવી છે, તે સરકારી વાહન છે અને તેનો નંબર DL-IL-AL1469 છે. આરોપ છે કે આતિશીએ ચૂંટણી માટે થઈને આ સરકારી વાહનનો ઉપયોગ કર્યો. તેમનું આ કારસ્તાન જનરલ એડમિનિસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટ (GAD), GNCTDના નિર્દેશનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. GNCTD અનુસાર પ્રચાર કરવા કે ચૂંટણી સંબંધિત કાર્યોમાં સરકારી સ્ત્રોત કે વાહનોનો ઉપયોગ કરવો સંપૂર્ણ પણે ગેરકાયદેસર અને પ્રતિબંધિત છે. આ મામલે દિલ્હી પોલીસે BNS 223 (A) અંતર્ગત ગુનો નોંધ્યો છે.
આ મામલે દાખલ કરવામાં આવેલી FIRમાં કહેવામાં આવ્યું છે કે, “સીએમ આતિશી માર્લેના વિરુદ્ધ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા અને પોતાના રાજનૈતિક ઉદ્દેશ્ય માટે સરકારી વહન ઉપયોગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.” નોંધવું જોઈએ કે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ આ પહેલા અલગ અલગ કારણોસર પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે. તેવામાં હવે આતિશી વિરુદ્ધ FIR થતાં તે નામોમાં વધારો થયો છે.