Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતમિલ પાદરીના 'ઈસુ એક જ ખરા ભગવાન છે' નિવેદનથી ફસાયા રાહુલ ગાંધી:...

    તમિલ પાદરીના ‘ઈસુ એક જ ખરા ભગવાન છે’ નિવેદનથી ફસાયા રાહુલ ગાંધી: દિલ્હીમાં રાહુલ અને કેથોલિક પાદરી જ્યોર્જ પોનૈયા વિરુદ્ધ નોંધાઈ FIR

    દિલ્હીમાં વકીલ અને સામાજિક કાર્યકર્તા વિનીત જિંદાલે તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી અને કેથોલિક પાદરી જ્યોર્જ પોનૈયા વિરુદ્ધ FIR નોંધાવી છે. આ પાદરી પહેલા પણ ભારત માતાનું અપમાન કરી ચુક્યો છે.

    - Advertisement -

    કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીમાં વકીલ અને સામાજિક કાર્યકર્તા વિનીત જિંદાલે તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી અને કેથોલિક પાદરી જ્યોર્જ પોનૈયા વિરુદ્ધ FIR નોંધાવી છે. TV9ના અહેવાલ મુજબ આ એફઆઈઆર રાહુલ ગાંધીની સામે જ્યોર્જ પોનૈયા દ્વારા હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી સામે નોંધવામાં આવી છે.

    આ દિવસોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા માટે નીકળ્યા છે. શુક્રવારે રાહુલ ગાંધીએ તમિલનાડુના કન્યાકુમારીમાં કેટલાક કેથોલિક પાદરીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન હિંદુદ્વેષી પાદરી જ્યોર્જ પોનૈયા પણ હાજર હતા. બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જ્યોર્જ પોનૈયાને પ્રશ્ન પૂછ્યો કે “શું જીસસ ક્રાઈટ (ઈસુ ખ્રિસ્ત) ભગવાનનું સ્વરૂપ છે?” જવાબમાં, જ્યોર્જ પોનૈયા કહે છે કે “હા તે જ સાક્ષાત ભગવાન છે. શક્તિ (હિન્દુ દેવી) એવી નથી.” આ પહેલા પણ આ જ પાદરી ભારત માતાનું અપમાન કરવા બદલ જેલમાં સજા ભોગવીને આવેલો છે.

    બીજી તરફ, ભાજપે રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન એક ખ્રિસ્તી ધર્મગુરુ દ્વારા હિન્દુ દેવી શક્તિ વિશે કરવામાં આવેલી કથિત ટિપ્પણીવાળા વીડિયોનો ઉલ્લેખ કરીને આરોપ લગાવ્યો છે કે તે વિરોધ પક્ષનો “હિંદુ વિરોધી” ચહેરો દર્શાવે છે. આનો વિરોધ કરતાં, કોંગ્રેસે ભાજપ પર તેની નફરત ફેક્ટરી દ્વારા ખોટી માહિતી ફેલાવવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે ભારત જોડો યાત્રાના સફળ પ્રારંભ પછી શાસક પક્ષ વધુ નિરાશ થઈ ગયો છે.

    - Advertisement -

    બીજેપીના કેટલાક નેતાઓ દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં, અન્યો વચ્ચે, જ્યોર્જ પોનૈયા તરીકે ઓળખાતા પાદરી, રાહુલ ગાંધીને કથિત રીતે કહેતા સાંભળી શકાય છે કે “ઈસુ ખ્રિસ્ત વાસ્તવિક ભગવાન છે. તે મનુષ્યના રૂપમાં દેખાયો. શક્તિ જેવું નથી.”

    નવરાત્રિ પહેલા દેવી શક્તિનું અપમાન

    પાદરી જ્યોર્જ પોનૈયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા કે શું ઈસુ ખ્રિસ્તને ભગવાન માનવામાં આવે છે કે નહીં. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ દાવો કર્યો છે કે આ વીડિયોએ ભારત જોડો યાત્રાની વાસ્તવિકતા ઉજાગર કરી છે.

    તેમણે નવરાત્રીની શરૂઆત પહેલા તેને દેવી શક્તિનું અપમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસ આવી બાબતોમાં સામેલ થઈ હોય કારણ કે પાર્ટીએ અગાઉ ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં