Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ST-SC એક્ટ હેઠળ કેટલા ખોટા કેસો થાય છે, તપાસ થવી જોઈએ...': મરાઠી...

    ‘ST-SC એક્ટ હેઠળ કેટલા ખોટા કેસો થાય છે, તપાસ થવી જોઈએ…’: મરાઠી અભિનેત્રીએ ઉઠાવ્યા સવાલ, થઈ ગઈ FIR

    મહારાષ્ટ્ર પોલીસ દ્વારા શુક્રવાર (1 માર્ચ)ના રોજ કેતકી ચિતાલે વિરુદ્ધ IPCની કલમ 295A (ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી) અને 502(2) (બે સમુદાય વચ્ચે દુશ્મની) હેઠળ પહેલી FIR દાખલ કરવામાં આવી છે.

    - Advertisement -

    છેલ્લા 5 વર્ષમાં SC-ST એક્ટ હેઠળ નોંધાયેલા તમામ કેસોની નિષ્પક્ષ તપાસની માંગ કરવા પર મરાઠી અભિનેત્રી કેતકી ચિતાલે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસે શુક્રવારે (1 માર્ચ) કેતકી ચિતાલે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સાથે પોલીસે જણાવ્યું છે કે, તેમના પર લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેતકીની સાથે કાર્યક્રમના આયોજક બાજીરાવ ધર્માધિકારી વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

    અહેવાલો અનુસાર, મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પરલી શહેરમાં પ્રેમનાથ જગતકર નામના એક વ્યક્તિએ કેતકી ચિતાલે વિરુદ્ધ FIR નોંધાવી છે. ફરિયાદમાં કહેવાયું છે કે, 25 ફેબ્રુઆરીએ અભિનેત્રીએ એક કાર્યક્રમમાં આપેલ ભાષણથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. નોંધનીય છે કે, મરાઠી અભિનેત્રીએ 25 ફેબ્રુઆરીના રોજ પરલીમાં આયોજિત ‘બ્રાહ્મણ ઐક્ય પરિષદ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે સંબોધન પણ કર્યું હતું. જે દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, SC-ST એક્ટ હેઠળ ખોટા કેસ નોંધવાનું એક રેકેટ બની ગયું છે.

    આ સાથે તેમણે છેલ્લાં 5 વર્ષમાં દાખલ થયેલા તમામ એટ્રોસિટીના કેસોની નિષ્પક્ષ તપાસ કરવા માટેની માંગ પણ કરી હતી. તેમણે કાર્યક્રમમાં કહ્યું હતું કે, “એટ્રોસિટી એ પૈસા કમાવાનો સાઈડ બિઝનેસ છે. એટ્રોસિટીનું રેકેટ ચાલી રહ્યું છે. ઘણી વખત એટ્રોસિટીના ખોટા કેસ દાખલ કરવામાં આવે છે.” સાથે તેમણે મનોજ જરાંગે પાટીલના નેતૃત્વવાળા મરાઠા આરક્ષણ આંદોલનની પણ ટીકા કરી હતી અને કથિત રીતે તેને ‘મૂર્ખોનો મેળો’ ગણાવ્યો હતો.

    - Advertisement -

    મહારાષ્ટ્ર પોલીસે દાખલ કરી FIR

    મહારાષ્ટ્ર પોલીસ દ્વારા શુક્રવાર (1 માર્ચ)ના રોજ કેતકી ચિતાલે વિરુદ્ધ IPCની કલમ 295A (ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી) અને 502(2) (બે સમુદાય વચ્ચે દુશ્મની) હેઠળ પહેલી FIR દાખલ કરવામાં આવી છે. આ કેસ અંતર્ગત હજુ સુધી અભિનેત્રી કે અન્ય કોઇની ધરપકડ કરવામાં આવી નથી.

    ઉલ્લેખનીય છે કે, કેતકી ચિતાલેએ 2022માં સોશિયલ મીડીયા પર NCP સુપ્રીમો શરદ પવાર વિરુદ્ધ કથિત ટિપ્પણી કરી હતી. જે બાદ તેમના પર કેસ નોંધાયો હતો અને લગભગ એક મહિના સુધી તેઓએ જેલમાં રહેવું પડ્યું હતું. તે સમયે તેમણે 15 મે, 2022ના રોજ એક ફેસબુક પોસ્ટ કરી હતી. જેને લઈને તેમની ધરપકડ કરવામાં આવી હતી. ફેસબુક પોસ્ટમાં તેમણે કથિત રીતે પવાર પર લખેલી એક કવિતા શેર કરી હતી. જેમાં તેમને બ્રાહ્મણોથી નફરત કરનાર વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તે સમયે અભિનેત્રી વિરુદ્ધ મુંબઈ અને અન્ય સ્થળો પર કેસ નોંધાયા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં