Saturday, October 5, 2024
More
    હોમપેજગુજરાતવિડીયો આંધ્રપ્રદેશનો, કટાક્ષ ગુજરાત પર!: INDI ગઠબંધન સમર્થકે ખોટો વિડીયો વાઇરલ કરીને...

    વિડીયો આંધ્રપ્રદેશનો, કટાક્ષ ગુજરાત પર!: INDI ગઠબંધન સમર્થકે ખોટો વિડીયો વાઇરલ કરીને સુરતીઓને ભાંડ્યા, પોલીસે તજવીજ હાથ ધરતાં ડિલીટ કરીને માંગી માફી

    પોલીસની પોસ્ટ આવ્યા બાદ ઘણા બધા લોકોએ સુરત પોલીસને સોશિયલ મીડિયાના માધ્યમથી જ કિરપાલસિંહ વિરુદ્ધ કડક પગલાં લેવાનું કહ્યું છે. લોકોનું કહેવું છે કે આવો ફેક વિડીયો તેણે આ પ્રથમ વખત નથી મૂક્યો આ અગાઉ પણ તે ગેરમાર્ગે દોરતા વિડીયો મૂકી ચૂક્યો છે.

    - Advertisement -

    ઘણા સમયથી ગુજરાત અને ગુજરાતનાં અલગ અલગ શહેરોને બદનામ કરવાના પ્રયાસો સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત શહેર માટે આવી જ ભ્રમણા ફેલાવતો એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. સુરત પોલીસે આ વિડીયો સુરતનો હોવાનો દાવો નકારી કાઢ્યો હતો અને તેને ફેક વિડીયો ગણાવ્યો હતો. બાદમાં વિડીયો આંધ્રપ્રદેશનો હોવાની જાણ થઈ હતી.

    બન્યું એવું હતું કે, કિરપાલસિંહ ગોહિલ નામના INDI ગઠબંધન સમર્થિત વ્યક્તિએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક ફેક વિડીયો વાયરલ કર્યો હતો. આ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે એક વ્યક્તિની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી રહી હતી અને તેની આસપાસમાં લોકો પસાર થઈ રહ્યા હતા. કિરપાલસિંહે પોસ્ટમાં દાવો કર્યો હતો કે, તે વિડીયો સુરતનો છે અને આસપાસમાંથી પસાર થઈ રહેલા વ્યક્તિઓ હત્યા થતી જોઈ રહ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર ‘ગુજરાતની કાયદા વ્યવસ્થા’ના મથાળા સાથે પોસ્ટ કરીને વિડીયો પોસ્ટ કર્યો હતો અને તેને સુરતનો ગણાવ્યો હતો. સુરત પોલીસને આ વિશે જાણ થતાં પોલીસે X પર પોસ્ટ કરીને સ્પષ્ટતા આપી હતી.

    કિરપાલસિંહ નામના શખ્સે પોસ્ટમાં દાવો કર્યો હતો કે, તે વિડીયો સુરતના આંજણા વિસ્તારનો છે અને જે વ્યક્તિની હત્યા થઈ રહી છે તે પત્રકાર છે. જેની 36 ઘા મારીને હત્યા કરવામાં આવી એવી બાબત પણ તેણે લખી હતી. વધુમાં તેણે એવો પણ દાવો કર્યો હતો કે, વિડીયોમાં જે વ્યક્તિની હત્યા થઈ રહી છે તેણે 3 ટપોરીઓ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી જેની અદાવતમાં તેની હત્યા કરવામાં આવી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસને આ બાબતની જાણ થતાં પોલીસ તરત હરકતમાં આવી હતી અને સુરત પોલીસે X પર પોસ્ટ કરી આ દાવાને નકારી કાઢ્યો હતો. પોલીસ હરકતમાં આવી એવું જાણ થતાં જ કિરપાલસિંહ નામના શખ્સે વિડીયો ડિલીટ કરી નાખ્યો હતો અને માફી માંગતી પોસ્ટ પણ કરી હતી, જેમાં વિડીયો આંધ્રપ્રદેશનો હોવાનું પણ જણાવ્યુ હતું. પોસ્ટમાં એ વિડીયો તેની પાસે ક્યાથી આવ્યો એ માહિતી આપતા વ્હોટ્સએપની ચેટના સ્ક્રીન શોટ્સ પણ તેણે મૂક્યા હતા.

    સુરત પોલીસે કહ્યું છે કે, આ વિડીયો સુરત તો શું ગુજરાતનો પણ નથી, માત્ર સુરતને બદનામ કરવા અને શહેરની શાંતિને ડહોળવા માટે આવા ઇસમો ફેક વિડીયોનો દુષ્પ્રચાર કરતાં હોય છે. વધુમાં પોલીસે આવા ઇસમો વિરુદ્ધ કડક પગલાં લેવાનું પણ કહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, પોલીસની પોસ્ટ આવ્યા બાદ ઘણા બધા લોકોએ સુરત પોલીસને સોશિયલ મીડિયાના માધ્યમથી જ કિરપાલસિંહ વિરુદ્ધ કડક પગલાં લેવાનું કહ્યું છે. લોકોનું કહેવું છે કે આવો ફેક વિડીયો તેણે આ પ્રથમ વખત નથી મૂક્યો આ અગાઉ પણ તે ગેરમાર્ગે દોરતા વિડીયો મૂકી ચૂક્યો છે. નોંધવા જેવું છે કે, કિરપાલસિંહ INDI ગઠબંધનનો સમર્થક છે. નોંધનીય છે કે કિરપાલસિંહને પોલીસ હરકતમાં આવી છે એ જાણ થતાં તેણે વિડીયો ડિલીટ કરીને પોલીસની માફી માંગતી પોસ્ટ કરી હતી જેમાં તેણે જ સ્પષ્ટ કર્યું છે કે આ વિડીયો આંધ્રપ્રદેશનો છે. સુરતના નામે અગાઉ પણ આવા ફેક વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં