Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ આસ્થાને ઠેસ પહોંચાડતી SonyLivની વેબ સીરીઝ ‘ફાડૂ’: ભગવાન ગણેશની પૂજા ગાલીબના...

    હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડતી SonyLivની વેબ સીરીઝ ‘ફાડૂ’: ભગવાન ગણેશની પૂજા ગાલીબના શેરથી કરાતા દેખાડાઈ

    થોડા વર્ષો પહેલા આવુંજ કંઈક આમીર ખાનની ફિલ્મ PK વખતે પણ થયું હતું જેમાં શંકર ભગવાનની મજાક ઉડાડવામાં આવી હતી અને હાસ્ય ઉત્તપન કરાવાયું હતુ અને આવી તો અનેક ફિલ્મો છે. શું આ લોકો પાસે ફિલ્મ હીટ કરાવા આ માત્ર એકજ રસ્તો બચ્યો છે કે હવે કોઈ બીજી આવડત બચીજ નથી !!!

    - Advertisement -

    હિંદુ માન્યતાઓ અને તેમના આરાધ્યોની મજાક ઉડાવાનું ચલણ બોલીવુડથી વેબસીરીઝ સુધી પહોંચ્યું છે. હિંદુ આસ્થાને ઠેસ પહોંચાડવાની જાણે હોડ લાગી હોય તેમ ફિલ્મો પછી હવે વેબ સીરીઝો પણ આગળ આવી છે. હાલમાં જ SoniLiv પર રીલીઝ થયેલી વેબસીરીઝ ફાડૂ પણ આ જ લાઈનમાં ઉભી હોય તેવું જોવા મળ્યું. સિરીઝના એક દ્રશ્યમાં ભગવાન ગણેશની પૂજા મંત્ર-જાપોથી નહિ પણ ગાલીબના શેર થી કરવામાં આવી રહી હોવાનું દેખાડાયું છે.

    આ દ્રશ્યનું વેબસીરીઝની વાર્તા સાથે કોઈજ લેવા-દેવા નથી તો પણ આવા દ્રશ્યો માત્ર હાસ્ય પેદા કરવાના ઉદ્દેશથી નાખવામાં આવ્યા છે. સ્ટોરીનો પ્લોટ ન મળે તેવા સમયે હિદુઓની લાગણીને ઠેસ પહોંચાડી હાસ્ય ઉત્તપન કરવાની હલ્કી માનસીકતા છાશવારે જોવા મળે છે. આવું કરવામાં ફિલ્મકારો કંઈક અંશે સફળ પણ થયા છે જેમાં હિંદુઓની સામેજ તેમના આરાધ્યોની જ મજાક બનાવી તેમને હસાવવાનો હલકો પ્રયાસ કરવામાં આવે છે અને પ્રેક્ષક બધું ભૂલી હસતાં હસતાં તાળીઓ પણ પાડે છે.

    હવે વાત કરીએ ‘ફાડૂ’ વેબ સીરીઝની તો હાલમાં જ SonyLiv પર રીલીઝ થઈ છે જેના દિગદર્શક અશ્વિની ઐયર તિવારી છે અને સૌમ્ય જોશી લેખક છે. નામ પર ન જઈએ તો શરૂઆત ના એક-બે એપીસોડ પછી કંઈ વાર્તા જેવું બચતું જ નથી અને પછીના એપીસોડસ રુટીન કોર્પોરેટ ડ્રામા જેમ જ ચાલવા માંડે છે. એટલે માત્ર દર્શકોને ચોંટાડી રાખવાના આશય થી જ આવા પ્રકારના ગતકડાં કરવામાં આવ્યાં છે.

    - Advertisement -

    આવા જ એક બીજા સીનમાં એવું બતાવાયું છે જેમાં નાયીકાના પિતા તેની પરિક્ષાના સારા પરિણામ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં જેમાં તે ગાલીબના શેર વાંચે છે. જેના શબ્દો છે

    ईमाँ मुझे रोके है जो खींचे है मुझे कुफ़्र
    काबा मेरे पीछे है कलीसा मेरे आगे

    સંભવત: હાસ્ય માટે જ આવો શેર પસંદ કરવામાં આવ્યો હશે એવું નથી આ શેરનાં શબ્દો જોશો તો માલુમ પડશે કે તેમાં કાબા અને કલીસા જેવા શબ્દો છે. કાબા એ મુસ્લિમોની મુખ્ય મસ્જિદ છે જ્યાં તેઓ હજ પઢવા જાય છે અને કલીસા ઈસાઈ અને યહૂદીના ગીરીજાઘરને કહેવામાં આવે છે. બીજા અનેક સીનોમાં નાયકની ભરી ભરીને નાસ્તિકતા દેખાડાઈ છે.

    થોડા વર્ષો પહેલા આવુંજ કંઈક આમીર ખાનની ફિલ્મ PK વખતે પણ થયું હતું જેમાં શંકર ભગવાનની મજાક ઉડાડવામાં આવી હતી અને હાસ્ય ઉત્તપન કરાવાયું હતુ અને આવી તો અનેક ફિલ્મો છે. શું આ લોકો પાસે ફિલ્મ હીટ કરાવા આ માત્ર એકજ રસ્તો બચ્યો છે કે હવે કોઈ બીજી આવડત બચીજ નથી!!!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં