Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમનીષ સિસોદિયાના જામીનનો વિરોધ કરી EDએ 'ઈ-મેલ પ્લાન્ટિંગ'નો ખુલાસો કર્યો, કહ્યું- પહેલેથી...

    મનીષ સિસોદિયાના જામીનનો વિરોધ કરી EDએ ‘ઈ-મેલ પ્લાન્ટિંગ’નો ખુલાસો કર્યો, કહ્યું- પહેલેથી તૈયાર કરાયેલા ઈ-મેલ જાકીર ખાન દ્વારા આગળ મોકલવામાં આવ્યાં

    આ બાબતે EDએ જણાવ્યું કે દિલ્હીના અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ ઝાકીર ખાનને પહેલેથી તૈયાર રાખવામાં આવેલા આ ઈ-મેલ કરવાના નિર્દેશો આપવામાં આવ્યાં હતા.

    - Advertisement -

    પ્રવર્તન નિદેશાલય એટલે કે EDએ મનીષ સિસોદિયાના જામીનનો વિરોધ કરી ઈ-મેલ પ્લાન્ટિંગનો ખુલાસો કોર્ટ સામે કરતા કહ્યું હતું કે, દિલ્હીની દારૂનીતિ પર જનતાની સહમતી દર્શાવવા માટે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ખોટા ઈ-મેલ કરાવડાવ્યા હતા. અને સિસોદિયા જ આ આખા કૌભાંડના મુખ્ય કાવતરાખોર હતા. હાલ દલીલો બાદ આ મામલે અગામી 18 એપ્રીલ 2023ના રોજ સુનવણી થશે.

    મીડિયા રીપોર્ટસ અનુસાર EDએ રાઉઝ એવન્યૂ કોર્ટમાં વિશેષ જજ એમ.કે નાગપાલ સામે મનીષ સિસોદિયાના ઈ-મેલ પ્લાન્ટિંગનો ખુલાસો કર્યો હતો. EDને આ મેલ માત્ર આબકારી વિભાગના આધિકારિક ઈ-મેલ એકાઉન્ટમાં જ નહી, પરંતુ મનીષ સિસોદિયાના વ્યક્તિગત ઈ-મેલ એકાઉન્ટ માં પણ મેલ જોવા મળ્યાં હતા. આ તમામ સામગ્રી પોતાના એજંડાને અનુરૂપ મનીષ સિસોદિયાએ મોકલાવી હતી.

    આ બાબતે EDએ જણાવ્યું કે દિલ્હીના અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ ઝાકીર ખાનને પહેલેથી તૈયાર રાખવામાં આવેલા આ ઈ-મેલ કરવાના નિર્દેશો આપવામાં આવ્યાં હતા. અને કરોડોની લાંચના બદલામાં દારૂના મોટા કારોબારીઓને અનુચિત લાભ કરાવવા માટે આખેઆખું એક ગેરકાયદેસર તંત્ર ઉભું કરવામાં આવ્યું હતું, અને ખોટી મંજૂરીઓ આપવામાં આવી હતી.

    - Advertisement -

    આબકારી નીતિમાં કૌભાંડ કરવા પાછળ મુખ્ય હાથ મનીષ સિસોદિયાનો: ED

    EDએ બુધવારે (12 એપ્રિલ 2023) કોર્ટને જણાવ્યું હતું કે આબકારી નીતિમાં સંશોધન કરીને તેને અનુચિત રીતે લાગું કરી કરોડોના કૌભાંડ પાછળ મુખ્ય હાથ મનીષ સિસોદિયાનો જ હતો. અને તેના પર જનતાની સ્વીકૃતિ દેખાડવા માટે મનીષ સિસોદિયા દ્વારા ખોટા ઈ-મેલ પ્લાન્ટ કરાવવામાં આવ્યાં હતા. EDએ જણાવ્યું હતું કે, “ઝાકીર ખાને તે સમયે પોતાના ઇન્ટર્ન પાસે આ ઈમેલ કરાવડાવ્યા હતા. અને આ નીતિને સાર્વજનિક સ્વીકૃતિ બતાવવા માટેના આ મનઘડંત ઈ-મેલ હતા.”

    જજ નાગપાલ સામે મનીષ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કરતા EDએ તેમ પણ જણાવ્યું હતું કે, અમારી પાસે પૂરતા પ્રમાણમાં પુરાવાઓ છે. અને મનીષ સિસોદિયા તંત્રમાં ખુબ પ્રભુત્વ ધરાવે છે, જો તેમને જામીન આપવામાં આવશે તો તેઓ પુરાવાઓ સાથે છેડછાડ કરવા સાથે સાક્ષીઓને પણ પ્રભાવિત કરી શકે છે.

    EDએ પોતાની દલીલોમાં તેમ પણ કહ્યું કે, આ મામલાની તપાસ દરમિયાન અનેક બાબતો સામે આવી છે. અને તેની તપાસ ચાલી રહી છે, અમે કોર્ટ સમક્ષ કેસ ડાયરી રજુ કરવા માંગીએ છીએ. જેના પર સિસોદિયા પક્ષના વકીલે કહ્યું હતું કે તેને આ રીતે ગોપનીયતા સાથે ન કરવું જોઈએ, સીલબંધ પરબીડિયાનો ધંધો બંધ થવો જોઈએ, અમારી વિરુદ્ધ કોઈ પણ વસ્તુનો ઉપ્યોગ અમારી સ્વતંત્રતાથી અમને વંચિત રાખવા માટે કરવામાં આવી રહ્યો છે.

    જોકે EDએ તેના પર જવાબ દલીલ આપતા કહ્યું કે, આરોપી મનીષ સિસોદિયાની ધરપકડ બાદ તેમના વિરુદ્ધ તપાસ પૂરી કરવા માટે એજન્સીને આપવામાં આવેલા 60 દિવસોની અવધી હજુ પૂરી નથી થઈ. એજન્સીએ તેમ પણ જણાવ્યું કે 60 દિવસ પુરા થયા બાદ તે તમામ બાબતો તેમની સામે પણ મુકવામાં આવશે. જે બાદ સીસોદીયાના વકીલે પોતાનો પક્ષ મુકવા માટે સમયની માંગ કરતા કોર્ટે આ મામલે અગામી સુનવણી માટે 18 એપ્રિલ આપી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં