Sunday, September 8, 2024
More
    હોમપેજદેશખાલિસ્તાની આતંકવાદી સંગઠન પાસેથી કરોડો રૂપિયા લેવાનો આરોપ, દિલ્હી સીએમ કેજરીવાલ સામે...

    ખાલિસ્તાની આતંકવાદી સંગઠન પાસેથી કરોડો રૂપિયા લેવાનો આરોપ, દિલ્હી સીએમ કેજરીવાલ સામે NIA તપાસની ભલામણ: ઉપરાજ્યપાલે ગૃહ મંત્રાલયને મોકલ્યો પત્ર

    ફરિયાદમાં ખાલિસ્તાની આતંકવાદી અને શિખ ફોર જસ્ટિસ સંગઠનના સ્થાપક ગુરપતવંત સિંઘ પન્નુના એક વિડીયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેણે આરોપ લગાવ્યો કે વર્ષ 2014થી 2022 વચ્ચે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ખાલિસ્તાની જૂથો પાસેથી $16 મિલિયન લીધા હતા.

    - Advertisement -

    જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) તપાસની ભલામણ કરી છે. આ મામલો આતંકવાદી સંગઠન પાસેથી કરોડો રૂપિયાનું ફન્ડિંગ લેવાના આરોપનો છે. LGને ફરિયાદ મળી હતી કે કેજરીવાલની આમ આદમી પાર્ટીએ આતંકવાદી સંગઠન શિખ ફોર જસ્ટિસ પાસેથી કરોડો રૂપિયા લીધા હતા. 

    આ મામલે વર્લ્ડ હિંદુ ફેડરેશન ઈન્ડિયાના મહાસચિવે દિલ્હીના LGને પત્ર લખીને ફરિયાદ કરી હતી. જેને ધ્યાને લઈને હવે NIA તપાસની ભલામણ કરવામાં આવી છે. ઉપરાજ્યપાલે ગૃહસચિવને પત્ર લખ્યો છે. જેની ઉપર તારીખ 3 મે, 2024ની જોવા મળે છે. 

    ઉપરાજ્યપાલને મોકલવામાં આવેલી ફરિયાદમાં ખાલિસ્તાની આતંકવાદી અને શિખ ફોર જસ્ટિસ સંગઠનના સ્થાપક ગુરપતવંત સિંઘ પન્નુના એક વિડીયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં તેણે આરોપ લગાવ્યો કે વર્ષ 2014થી 2022 વચ્ચે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ખાલિસ્તાની જૂથો પાસેથી $16 મિલિયન લીધા હતા. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે 2014માં કેજરીવાલ અને ખાલિસ્તાનીઓ વચ્ચે ન્યૂ-યોર્કમાં એક બેઠક પણ થઈ હતી અને જેમાં કેજરીવાલે ખાલિસ્તાની જૂથો તરફથી ફન્ડિંગ બદલ દેવેન્દ્ર પાલ ભુલ્લરની મુક્તિનો પણ વાયદો કર્યો હતો. 

    - Advertisement -

    ફરિયાદમાં એવું પણ જણાવવામાં આવ્યું કે, આમ આદમી પાર્ટીના જ એક પૂર્વ કાર્યકર્તા ડૉ. મુનીશ કુમારે X પર અરવિંદ કેજરીવાલ અને ખાલિસ્તાની નેતાઓ વચ્ચે ન્યૂ-યોર્કમાં થયેલી બેઠકની તસવીરો શૅર કરી હતી. ઉપરાંત, કેજરીવાલે ભુલ્લરની સજામાફી માટે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પત્ર લખ્યો હોવાની વાત પણ ફરિયાદમાં કહેવામાં આવી. ભુલ્લર 1993ના બૉમ્બ બ્લાસ્ટ મામલે ગુનેગાર ઠેરવવામાં આવી ચૂક્યો છે અને હાલ સજા કાપી રહ્યો છે. 

    ફરિયાદમાં શિખ ફોર જસ્ટિસ તરફથી આમ આદમી પાર્ટીને ફન્ડિંગ મળવાના આરોપની તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને ઉપરાજ્યપાલે ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં જણાવ્યું કે, આ આરોપો એક મુખ્યમંત્રી વિરુદ્ધ લાગ્યા છે અને રાજકીય પાર્ટીને એવા આતંકવાદી સંગઠન તરફથી ફન્ડિંગ મળવાના આરોપ છે, જે પહેલેથી ભારતમાં પ્રતિબંધિત છે. આ સાથે ઈલેક્ટ્રોનિક પુરાવા પણ આપવામાં આવ્યા છે. આ બાબતોને ધ્યાનમાં લઈને મામલાની ગંભીરતા જોતાં તેની વિગતવાર તપાસ માટે ગૃહમંત્રાલય મામલાને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી શકે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં