Tuesday, September 10, 2024
More
    હોમપેજક્રાઈમપૂંછના હુમલાખોરો વિરુદ્ધ સેનાની કાર્યવાહી: 2 આતંકવાદીઓના સ્કેચ જારી કર્યા, માહિતી આપનારાને...

    પૂંછના હુમલાખોરો વિરુદ્ધ સેનાની કાર્યવાહી: 2 આતંકવાદીઓના સ્કેચ જારી કર્યા, માહિતી આપનારાને ₹20 લાખનું ઈનામ, એરફોર્સના કાફલા પર કર્યું હતું ફાયરિંગ

    ત્રીજા દિવસે પણ જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને તે સાથે લગભગ 20 લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. સેનાએ 2 આતંકવાદીઓના સ્કેચ જારી કરીને ₹20 લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના પૂંછમાં વાયુસેનાના કાફલા પર થયેલા હુમલા બાદ હવે ભારતીય સેનાએ કાર્યવાહી તેજ કરી દીધી છે. હુમલો થયા બાદથી આતંકીઓને શોધવા માટે સતત સર્ચ ઓપરેશન ચાલુ છે. 20 સંદિગ્ધ વ્યક્તિઓની અટકાયત કરીને તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હવે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, સેનાએ પૂંછમાં હુમલો કરનારા 2 આતંકવાદીઓના સ્કેચ જારી કર્યા છે અને તેના વિશેની માહિતી આપનારાઓને ₹20 લાખનું ઈનામ આપવાની પણ ઘોષણા કરી છે.

    શનિવારે (4 મે, 2024) જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય વાયુસેનાના કાફલા પર આતંકી હુમલો થયો હતો, જેમાં પાંચ જવાનો ઘાયલ થઈ ગયા હતા અને બાદમાં એક જવાન વીરગતિ પામ્યા હતા. તે બાદથી જ સેનાએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સોમવારના રોજ ત્રીજા દિવસે પણ જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને તે સાથે લગભગ 20 લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. સેનાએ 2 આતંકવાદીઓના સ્કેચ જારી કરીને ₹20 લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે.

    સેનાએ જારી કરેલા સ્કેચ

    જંગલોમાં છુપાયા છે આતંકીઓ

    સુરક્ષા એજન્સીઓ અનુસાર, વાયુસેનાના કાફલા પર હુમલો કરનારા આતંકીઓ ગાઢ જંગલમાં જઈને છુપાઈ ગયા છે. જંગલોમાં પ્રાકૃતિક ગુફાઓ છે, જેનો ઉપયોગ આતંકીઓ છુપાવાની જગ્યા તરીકે કરતાં આવ્યા છે. માહિતી અનુસાર, આતંકીઓએ વધુમાં વધુ લોકોને મોતને ઘાટ ઉતારવા માટે 47 રાઇફલ, અમેરિકા નિર્મિત M4 કાર્બાઈન રાઇફલ અને સ્ટીલની ગોળીઓનો ઉપયોગ કરીને હુમલાને અંજામ આપ્યો હતો. કાઉન્ટર ટેરર ઓપરેશનમાં હમણાં સુધીમાં સુરક્ષા દળોને કોઈ સફળતા મળી શકી નથી.

    - Advertisement -

    નોંધવા જેવુ છે કે, વાયુસેનાના હુમલામાં જવાન વિક્કી પહાડે વીરગતિ પામ્યા છે. 15 દિવસ પહેલાં જ તેઓ પોતાની ડયુટી પર પરત ફર્યા હતા. તેઓ પોતાની બહેનના લગ્ન માટે ઘરે ગયા હતા. પોલીસ અધિક્ષક મનીષ ખત્રીને જણાવ્યું છે કે, મધ્ય પ્રદેશના છિંદવાડાના નોનિયા કરબલ વિસ્તારના રહેવાસી પહાડેના પાર્થિવ દેહને વાયુસેનાના વિશેષ વિમાનથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના નાગપુર લાવવામાં આવ્યો છે. ત્યારબાદ દેહને છિંદવાડા સુધી પહોંચાડવામાં આવશે. જ્યાં તેમને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે, 4 મે, 2024ના રોજ પૂંછના સૂરનકોટ વિસ્તારમાંથી જવાનોનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે આતંકવાદીઓએ બે વાહનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 5 જવાનોને ઈજા પહોંચી. તેમને ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન એક જવાન વીરગતિને પામ્યા હતા. ઘટના બાદ તાત્કાલિક એજન્સીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને કાઉન્ટર-ટેરર ઑપરેશન શરૂ કરી દીધું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં