Saturday, October 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે EDની મોટી કાર્યવાહી: ઝારખંડના કોંગ્રેસી મંત્રી આલમગીરના અંગત...

    લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે EDની મોટી કાર્યવાહી: ઝારખંડના કોંગ્રેસી મંત્રી આલમગીરના અંગત સચિવના નોકરના ઘરે મળી ₹25-30 કરોડની રોકડ, પૈસા ગણવા મશીનો મંગાવી

    એજન્સીને માહિતી મળી હતી કે, ઝારખંડમાં આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા છે. આ પછી એજન્સીએ આલમગીરના અંગત સચિવના નોકરના ઘરે દરોડા પાડ્યા અને ત્યાંથી જંગી રોકડ મળી આવી હતી.

    - Advertisement -

    લોકસભા ચૂંટણીના ટાણે જ ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. એજન્સીએ ઝારખંડના રાંચીમાં અનેક ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં રોકડ નાણું જપ્ત કરી લેવામાં આવ્યું છે. EDએ કોંગ્રેસના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવના નોકરના ઘરે દરોડા પાડ્યા હતા. જે દરમિયાન જંગી રોકડ જપ્ત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, એજન્સીએ અંદાજિત ₹25-30 કરોડની રોકડ જપ્ત કરી છે. હાલમાં રૂપિયા ગણવા માટે મશીનો લાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

    લોકસભા ચૂંટણી સમયે ઝારખંડમાં EDએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન ઝારખંડના કોંગ્રેસી મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઠેકાણાં પરથી અંદાજિત ₹25-30 કરોડની રોકડ મળી આવી છે. EDએ ફેબ્રુઆરી, 2023માં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વીરેન્દ્ર કે. રામની ધરપકડ કરી હતી. એજન્સી આ કાર્યવાહી કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતાને લગતા મની લોન્ડરિંગ કેસમાં કરી રહી છે.

    EDનું માનવું છે કે, આ બ્લેક મનીનો એક ભાગ છે. વાસ્તવમાં એજન્સી, ₹10,000ના લાંચ કેસની તપાસ કરી રહી હતી અને તે દરમિયાન EDને કેટલીક એવી કડીઓ મળી જે ઝારખંડના મંત્રી આલમગીર સાથે જોડાયેલી હોવાની શંકા હતી. એજન્સીને માહિતી મળી હતી કે, ઝારખંડમાં આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા છે. આ પછી એજન્સીએ આલમગીરના અંગત સચિવના નોકરના ઘરે દરોડા પાડ્યા અને ત્યાંથી જંગી રોકડ મળી આવી હતી.

    - Advertisement -

    વડાપ્રધાન મોદીએ ઉઠાવ્યો હતો મુદ્દો

    તાજેતરમાં જ ઝારખંડમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમની જાહેર સભાના થોડા દિવસો બાદ જ એજન્સીએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જંગી રોકડ મળી આવી છે. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ આ મામલે કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું કે, “ગણતરી થવા દો, આ ગણતરી 50 કરોડ સુધી જવાની છે. આખી ઝારખંડ સરકાર ગળા સુધી ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે.”

    નોંધનીય છે કે, 2023ના ડિસેમ્બર મહિનામાં પણ ઝારખંડમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી. તે દરમિયાન મોટી સંખ્યામાં નાણું જપ્ત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને વેપારી ધીરજ સાહુના ઠેકાણાં પરથી ₹350 કરોડથી પણ વધુની રોકડ રોકમ મળી આવી હતી. તે દરમિયાન આલમગીર આલમે ધીરજ સાહુનો બચાવ કરવાના પ્રયાસ પણ કર્યા હતા. પરંતુ હવે સમયનું ચક્ર ફર્યું અને તે પોતે જ એજન્સીના રડાર પર આવી ગયા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં