Monday, October 7, 2024
More
    હોમપેજક્રાઈમહિંદુવાદી નેતાઓને ધમકી આપનારા સુરતના મૌલવી સોહેલ અબુબકર સામે કાર્યવાહી તેજ: ક્રાઈમ...

    હિંદુવાદી નેતાઓને ધમકી આપનારા સુરતના મૌલવી સોહેલ અબુબકર સામે કાર્યવાહી તેજ: ક્રાઈમ બ્રાન્ચે હાથ ધર્યું સર્ચ ઓપરેશન, પાકિસ્તાન કનેક્શનની થશે તપાસ

    હિંદુ નેતાઓની હત્યા કરવાના મનસૂબા ધરાવતા સુરતના મૌલવી સોહેલ અબુબકર ટીમોલના રિમાન્ડ મેળવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી તેજ કરી છે. મૌલવીના ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પાકિસ્તાન સાથેના કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    હિંદુવાદી નેતાઓની હત્યાનું કાવતરું ઘડનાર સુરતના મૌલવી સોહેલ અબુબકર ટીમોલ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સોહેલ પાકિસ્તાન અને નેપાળના હેન્ડલરોના સંપર્કમાં હતો અને તેણે હિંદુવાદી નેતા ઉપદેશ રાણાને ધમકી આપી હતી. સાથે જ તે નૂપુર શર્મા અને ટી રાજા સિંઘ વગેરે નેતાઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યો હતો. તેની એક વોટ્સએપ ચેટ પણ સામે આવી હતી. હાલ સુરતના મૌલવી સોહેલ અબુબકર ટીમોલના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે અને તેના ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

    મળતી માહિતી અનુસાર હિંદુવાદી નેતાઓની હત્યાનું કાવતરું ઘડનાર સુરતના મૌલવી સોહેલ અબુબકર ટીમોલની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે વણઉકેલાયેલા 16 પ્રશ્નોના જવાબ મેળવવા માટે તેની ન્યાયિક કસ્ટડીની માંગ કરતી હતી. જે બાદ ન્યાયાલયે મૌલવી સોહેલને 10 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

    કસ્ટડી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલાનાને તેના ઘરે લઈ જવામાં આવ્યો છે અને તેની તમામ ગતિવિધિઓની તપાસ પણ કરવામાં આવી રહી છે. તેના બેન્ક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શનથી લઈને ઘર સુધીની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે તેણે કરેલા બધા મેસેજ પણ રિકવર કરવામાં આવશે અને તેની પણ તપાસ હાથ ધરાશે. ઉપરાંત તે તપાસ પણ કરવામાં આવી રહી છે કે, મૌલાનાનું પાકિસ્તાન સાથે શું કનેક્શન હતું અને કયા કારણોસર તે આ ઘટનાને અંજામ આપવા માંગતો હતો.

    - Advertisement -

    આ સાથે વધુ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી મૌલાના સોશિયલ મીડિયાના માધ્યમથી વૈમનસ્ય ફેલાવી રહ્યો હતો. તે હિંદુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર શબ્દો પણ વાપરતો હતો અને વોટ્સએપમાં હિંદુ દેવી-દેવતાઓ અને ભારતના રાષ્ટ્રધ્વજના ફોટા બીભત્સ રીતે મોર્ફ કરીને મૂકતો હતો. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વધુ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, મૌલાના સોહેલ અબુબકર ટીમોલની સુરત પોલીસ દ્વારા શનિવારે (4 મે) ધરપકડ કરવામાં આવી હતી. તેણે હિંદુવાદી નેતા ઉપદેશ રાણાને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે નૂપુર શર્મા, ટી રાજા સિંઘ, સુરેશ ચવ્હાણકે વગેરેને ટાર્ગેટ કરવાની ફિરાકમાં હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તે પાકિસ્તાન, નેપાળથી માંડીને ઇન્ડોનેશિયા અને કઝાકિસ્તાન વગેરે દેશોના લોકો સાથે સંપર્કમાં હતો.

    વોટ્સએપ ચેટમાં ચોંકાવનારા ખુલાસા

    નોંધનીય છે કે મૌલાના સોહેલ અબુબકર ટીમોલની એક એક વોટ્સએપ ચેટ પણ સામે આવી હતી. તેમાં સોહેલ અને તેના હેન્ડલરો વચ્ચે વાતચીત જોવા મળી રહી છે. મૌલવી ઉપદેશ રાણાનો ફોટો મોકલીને લખે છે કે, ‘આને ઉડાવવાનો છે, બોલ કામ કરી શકીશ?’ ત્યારે સામેનો વ્યક્તિ પૈસા વિશે પૂછે છે અને સોહેલ જવાબ આપે છે કે તે 1 કરોડ રૂપિયા આપશે. સાથે એમ પણ કહે છે કે, આજકાલમાં રાણા ગુજરાતમાં છે અને સામેના વ્યક્તિ પાસે તેને મારવાની તક છે.

    અન્ય એક ‘શહેનાઝ’ સાથે તેની વાતચીત થઈ છે. જેણે મૌલવીને એક યુ-ટ્યુબ વિડીયો મોકલીને કહ્યું હતું કે, ‘આ આપણા અલ્લાહની શાનામ ગુસ્તાખી કરી રહ્યો છે સુદર્શન ન્યૂઝવાળો.’ અહીં સુદર્શન ન્યૂઝના એડિટર ઇન ચીફ સુરેશ ચવ્હાણકેની વાત થઈ રહી હતી. દરમ્યાન, 11 વ્યક્તિઓ વચ્ચે ગ્રુપ વિડીયો કૉલમાં વાતચીત પણ થઈ હોવાનું જાણવા મળે છે.

    બંદુક ખરીદવાની કરી હતી વાતો

    ચેટિંગ દરમિયાન સોહેલ બંદૂક ખરીદવાની પણ વાત કરતો જોવા મળે છે. તે કહે છે કે, તેને 9 mmની એક ગન લેવી છે. દરમ્યાન સામેની વ્યક્તિ તેને કહે છે કે તે ‘લુડો’ ગેમ પર આવે. ઉલ્લેખનીય છે કે પોલીસે જણાવ્યું હતું કે સોહેલ અને તેના માણસો ચેટિંગ માટે લુડો વગેરે ગેમિંગ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરતા હતા, જેથી ટ્રેસ ન થઈ શકે.

    વાતચીત દરમિયાન ‘શહેનાઝ’ મૌલવીને ભડકાવે છે કે, “તમે આલિમ હોવ છતાં ગુસ્તાખ એ રસૂલ જીવિત છે.’ જેના જવાબમાં સોહેલ કહે છે કે, તે મજબૂર છે અને કંઈ કરી શકતો નથી.” ત્યારબાદ કોઇ વ્યક્તિનો ઉલ્લેખ કરીને કહે છે કે રમઝાનમાં તે તેની સાથે વાત કરશે અને એક ગન ખરીદશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં